________________
× સત્સંગ-સંજીવની )
શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા બાદ કોઈ પણ માઠી વાસના મને થઈ નથી. ૧૯૨૪ના કાર્તિક શુદ પુનમના દિવસે જન્મ હોવાથી આખા ગામમાં દેવદિવાળીને લઈને ઉત્સવ ઘણો હતો.
બાળપણમાં બે વર્ષની વયમાં નાના છોકરાઓ સાથે માટીના દેહરા કરી પછી છોકરાઓને કહે કે – ‘આ મહાદેવનું દેરૂં છે, આ રામનું દેરૂં છે’. એમ એવા આકારના કરી બતાવતા હતા.
નવ માસની ઉંમરે હીંડવા માંડતા હતા. ૧૨, ૧૩ મહીનામાં તે બોલવા શીખ્યા હતા. પાંચ વર્ષની ઉંમરે પોતાની બહેનને તેડવા સારૂ કચ્છમાં પિતાશ્રીની સાથે અંજાર ગયા હતા.
શ્રી પરમકૃપાળુદેવને જમણી આંખે ભમર ઉપર ‘તરવારની મૂઠ’ સાથે ચિન્હ હતું અને પગના અંગુઠે ‘લાલ રેખા’ હતી.
પરમકૃપાળુદેવ સાતમે વર્ષે નિશાળે બેઠા અને ૧૧મે વર્ષે નિશાળેથી ભણીને ઊઠી ગયેલ.
સં. ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવની તબીયત નરમ ઘણી જ હતી. તેથી મને આંખમાં આંસુ આવવાથી પરમકૃપાળુદેવે કહ્યું જે ‘તમો શું ખેદ કરો છો ? આટલા ભવ સુધી (તમે) માવતર જ હતાં ?
મને વારંવાર કહેતા – ‘મા ! તમે મોક્ષે આવશો ?’ ત્યારે મેં કહ્યું - ‘ભાઈ, મોક્ષ કેવો હોય ? ત્યારે કહેતાં ‘હું તમને મોક્ષ બતલાવનારો છું.’ પરમકૃપાળુદેવની ઉંમર ૨૦ વર્ષની હતી ત્યારે વીરજીભાઈને પૂછ્યું કે તમારા ઘ૨ના બાઈ ગુજરી જાય તો ફરીથી પરણો કે કેમ ? ત્યારે તેણે કહ્યું કે પરણું. કૃપાળુદેવે કહ્યું કે ‘પશ્ચાત્તાપ કરો.’ ત્યારે તેણે બાધા લીધી ને પછી ફાગણ માસમાં વીરજીભાઈની વહુ ગુજરી ગઈ. અને તે પછી શ્રાવણ માસમાં વીરજીભાઈ પોતે ગુજરી ગયા.
શ્રી પરમકૃપાળુદેવની ઉંમર ૧૨ વર્ષની હતી ત્યારે તેમની દાદીએ કહેલું કે - તું મને ચેહ મૂકજે. દાદી ગુજરી ગયાં. પોતે સ્મશાનમાં ગયા ત્યારે તેમને ડાઘુઓએ કહ્યું તમે ખસી જાવ. નાના બાળક છો. એટલે તેમણે કહ્યું કે જે મારી દાદીએ ચેહ મૂકવા ભલામણ મને કરી છે, માટે હું ચેહ મૂકીશ. પછી અગ્નિસંસ્કાર પોતે કર્યો હતો.
મારા સસરા ગુજરી ગયા ત્યારે રાયચંદભાઈ ૧૨ વર્ષની ઉંમરના આશરે હશે. પરમકૃપાળુદેવને માતુશ્રીએ કહ્યું જે તમારા સાસરેથી લગન જોવડાવાનું કહ્યું છે. ત્યારે પોતે ક્યું જે ‘આજે ઘરમાં ઘાત છે, તેથી શી રીતે લગન જોવડાવાય.’ તે જ દિવસે મનસુખભાઈ ગ્યાસતેલનો ડબો દીવાનો સળગતો હતો તેનાથી ઘણું જ છાતીએ દાઝયા હતા. એટલે પછી ૧૨ માસ પછી લગન થયાં. એમ મનસુખભાઈની ઘાત અગાઉથી જાણીને કહ્યું હતું. તે વખતે ૧૯ વર્ષની ઉંમર હતી.
સં. ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ વઢવાણ કાંપમાં હતા. ત્યારે માતુશ્રીને પોતે કહ્યું જે “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસનો જેટલો મોહ કરે છે તેટલો આ આખી ઉંમરમાં અમે મોહ કર્યો નથી.’’ પછી માતુશ્રીને કહ્યું જે આપની આજ્ઞા હોય તો હું આજથી સર્વ પ્રકારે વ્રતનો નિયમ ધારૂં.
પછી ૧૨ વ્રત સંક્ષેપમાં મુનિઓ પાસે લખી આપી અંબાલાલભાઈની સાથે મોકલ્યા હતા. જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા મુનિઓને કહ્યું હતું. તે પ્રમાણે એ વહુ ઝબકને મુનિએ સંભળાવ્યું હતું અને અહીંસાદિવ્રતના પચ્ચક્ખાણ મુનિએ કરાવ્યા હતા અને કૃ. દેવે માતુશ્રીને પ્રભુના દર્શન કરવા જવા આજ્ઞા આપી હતી.
૧૭૭