SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 0 GSSS S સત્સંગ-સંજીવની NR NR NR ( પ્રશ્ન કર્યો કે ચૌવિહાર કરવાથી બહુ ફળ હશે ? સાહેબજીએ તેઓને જણાવ્યું કે “એક જણ રોજ ચોવિહાર કરે છે અને કષાય કરે છે. એક જણ કારણસર નથી કરતો અને કષાયમંદ છે. તે બંનેમાં વધારે ફળ કોને ? તેને કીધું કે વધારે ફળ જેને કષાયાદિ મંદ હોય તેને વિશેષ ફળ હોય. એક વાર સાહેબજી મારા ભાઈ છોટાલાલભાઇને ઘેર અગાસીમાં પધાર્યા હતા. ત્યાં સાહેબજી શ્રી યશોવિજયજીકૃત સાડી ત્રણસો ગાથાની ઢાળમાંથી કેટલીક ઢાળો બોલ્યા હતા. આ કોઇ કોઇ લોકો સાહેબજીને પ્રશ્નો પૂછે તેનું સમાધાન તુરત કરતા. એક વખત સાહેબજી સાથે કેટલાક ભાઇઓ બહાર ફરવા ગયા હતા. આવતી ફેરા સાહેબજીએ ડુંગરશીભાઇને કહ્યું, ગામમાં ક્યાંથી જવાશે ? ડુંગરશીભાઇ રસ્તો જાણતા નોતા, છતાં કીધું કે ચાલો મારી સાથે. સાહેબજી જાણતા હતા કે આ રસ્તો નથી. છતાં તેની સાથે ગયા. ડુંગરશીભાઈ રસ્તો ભૂલ્યા એટલે સાહેબજીએ કીધું કે “આવી રીતે જે રસ્તો નથી જાણતા તે મોક્ષમાર્ગ બતાવી શકે નહીં.” તે ઉપર બહુ વ્યાખ્યા કરી હતી. એક વખત સાયંકાલે સાહેબજી દરિયાપર ફરવા પધાર્યા ત્યાં બીજા ભાઇઓ સાથે હતા. સાહેબજી પોતે ઊઠી મસાણભૂમિ તરફ પધાર્યા. ને આવતી ફેરા અગરની બહાર કેટલાક જળ જંતુ હતા તે અંદર પેસી ગયા. પછી, સાહેબજીએ કહ્યું કે : “અમે બહુ ધીરજથી ચાલતા હતા. તો પણ આ જીવો ભય પામી પાણીમાં પ્રવેશ કરી ગયા.” એ વાત કર્યા પછી કહ્યું કે અસદ્દગુરૂ પોતે રખડે અને તેના આશ્રયે આવેલા જીવો હોય તે પણ રખડે. ઇત્યાદિ વાત કર્યા પછી કહ્યું કે “શ્રી રામચંદ્રજી જ્યારે કૈલાસ પધાર્યા હતા ત્યારે દેવોને કહ્યું કે અયોધ્યામાંથી જે જે દુઃખી મનુષ્યો હોય તેઓને લાવો. દેવો આવ્યા પછી ફરીથી રામચંદ્રજીએ કીધું કે હવે કોઇ ત્યાં છે ? ત્યારે દેવોએ કહ્યું કે હવે ત્યાં કોઇ નથી રહ્યું. એક કૂતરું છે, તેના શરીરમાં બહુ કીડા પડ્યા છે તે બહું દુ:ખ પામે છે. ત્યારે રામચંદ્રજીએ ક્લયું જાઓ તો તેને સાચવીને લાવો. એક કીડો પણ બહાર પડી જાય નહીં તેવી રીતે તે કૂતરાને લાવો. દેવો તેને સાચવીને લાવ્યા. રામચંદ્રજીએ એ કૂતરા પર પાણી છાંટ્યું. એટલે કૂતરા ઉપર જે કીડા હતા તે મનુષ્યો થઇ ગયા. તેને રામચંદ્રજીએ પૂછયું કે તમે આ કૂતરાને કેમ પીડો છો ? ત્યારે તેમણે રામચંદ્રજીને કહ્યું આ કૂતરાનો જીવ તે પૂર્વે અમારો ગુરૂ હતો અને અમે તેના શિષ્ય હતા. અમો એના આધિન વર્તતા હતા. ને અમે એને તન, મન, ધન અર્પણ કર્યા હતા. પણ અમારું કલ્યાણ કર્યું નહીં. અને અમારું તન, મન, ધન હરણ કરી ગયો. તે લેણું અમે આ પ્રકારે લઇએ છીએ. અમે આવા અવતાર ધારણ કરીએ છીએ.” આ કથા સાહેબજીએ અમોને કહી સંભળાવી અને પછી કહ્યું કે એક સપુરૂષ પ્રત્યે જેનો ઓધે પણ રાગ હોય તે પણ કલ્યાણ પામે. તે ઉપર એક ગાથા કહી. -: ગાથા :ઓધે જેને તેનો રાગ, એ વિના નહીં બીજો લાગ, સુમતિગ્રંથે અર્થ અગાધ. તેવી ગાથા કીધા પછી કહ્યું કે તમો અમારી પૂર્ણ ખાતરી કરજો ને અમારા અર્થે કંઇ સ્વાર્થ ઇચ્છીએ ત્યારે ૧૨૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy