________________
O GSSSS સત્સંગ-સંજીવની {VERSEY ()
XXX
પત્ર-૩૦
ખંભાત - ચૈત્ર વદ ૨, સોમ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાળુ, પરમ દયાવંત, દેવાધિદેવ, શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ ચરણ સેવામાં,
વિનંતી અલ્પજ્ઞ દીનદાસ છોરૂ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર, પરમ પવિત્ર શુભ સેવામાં પ્રાપ્ત થાય.
પાંચ સમિતિના સહજ ઉપદેશનો પરમ પવિત્ર કલ્યાણકારી પત્ર (વ.૭૬૭) પ્રાપ્ત થયો હતો. જે પત્રમાં પાંચ સમિતિપૂર્વક વર્તવાનો વિશેષ બોધ કર્યો છે, એ પાંચ સમિતિપૂર્વક પ્રવર્તતાં પણ તે તે પ્રસંગોમાં જેમ આજ્ઞા આપી છે, તેમ ઉપયોગપૂર્વક પ્રવર્તી તે પ્રસંગોમાં તાદાસ્ય ન થવાય એમ વિશેષ કરીને જણાવ્યું છે. કોઇપણ પ્રકારે મન બાહ્ય પ્રસંગમાં વર્તે નહીં, એક આત્મલક્ષમાં રહ્યા કરે એવું તો સર્વ પ્રકારે કૈવલ્યદશા થાય ત્યારે રહે. પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે વર્તતા મુનિને બાહ્ય એવા લઘુ દીર્ઘ શંકાદિક પ્રસંગોમાં પણ તાદાસ્ય થવાનો સંભવ જોયો, તેથી જ્ઞાની પુરુષોએ પાંચ સમિતિનું વર્ણન આપ દયાળુશ્રીએ યથાર્થ રીતે, વિશેષપણે, કૃપાનુગ્રહથી બોધ્યું છે. તે પ્રમાણે પ્રવર્તી શકાતું નથી. અને એમ ઉપયોગમાં અર્થાત આત્મલક્ષમાં રહેવું અને મન તો બાહ્ય પ્રસંગોમાં ચલિત થયા કરે છે. ત્યારે તેના ઉપયોગપૂર્વક રહી શકાય તેના માટે મન એવા પદાર્થ પ્રત્યે રહ્યા કરે, ત્યાંજ પ્રવૃત્તિ કરે એવો તે પદાર્થ ક્યો હશે? ઘણા ઘણા યોગી પુરુષો મનને સ્થિર કરવા સમાધિમાં રહે છે છતાં તેમ થઇ શકતું નથી, અને આપ દયાળુશ્રીએ તો સહજ સ્વભાવે તે મન ઉપયોગમાં પ્રવર્તી શકે તેવો ઉપદેશ બતાવ્યો છે. અને તે ઉપયોગમાં જો અંતર્મુહૂર્ત રહી શકે તો અનંત એવું આત્મસુખ પ્રગટે. એવો તે કયો સુગમમાં સુગમ ઉપાય હશે ? તે જાણવા ઇચ્છા રહે છે.
| મુનિશ્રી દેવકરણજીએ આચારાંગ સૂત્ર વિચારતાં પ્રથમ અધ્યયનની પ્રથમ ઉશાની પ્રથમ ગાથામાં એમ કહ્યું છે કે - આ જીવ પૂર્વ દિશાથી આવ્યો છે ? પશ્ચિમ દિશાથી આવ્યો છે ? અથવા કઈ દિશિ-વિદિશીથી આવ્યો છે ? તે વર્ણન કર્યું છે. તે પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે. ઉત્તરમાં સદ્ગુરુએ તે જાણવાના ત્રણ પ્રકાર જણાવી ફરીથી પાછું તે જ દિશી - વિદિશીનું વર્ણન આપ્યું છે કે પૂર્વે આ જીવે કર્મના કરવાથી તે દિશીના વિષે હતો, વર્તમાને છે, અને આગામી કાળે હશે. એમ કર્મને જ્ઞાની દ્વારાએ જાણીને તેને અનુસરવા જણાવ્યું તે સ્થળે વિશેષ પ્રકારે ઉપદેશ્ય છે. કેટલાક જીવો કર્મથી - જન્મથી મુકાવા, જરાથી મૂકાવા, સર્વ દુઃખથી મુકાવા, ચારિત્ર ધર્મ અંગીકાર કરી, આચાર્યપણું લે છે. તે જીવો માન અર્થે, પૂજા અર્થે, લોકને અર્થે, પ્રશંસાને અર્થે, વસ્ત્ર પાત્રાદિના અર્થે તેમ કરે છે. એ જન્મથી ન મૂકાય, મરણથી ન મૂકાય, સર્વ દુઃખથી ન મૂકાય, એમ વર્ણન કરી પછી સુસમાધિવંત સાધુ ઉપર બતાવ્યા તે દોષો વર્જીને સાવધાન થઇને તે કર્મોને દૂર કરવા પ્રત્યે પ્રવર્તે, એમ કહી ત્યાં આગળ નિત્યપણું જણાવીને પ્રથમ અધ્યયન પૂરું કર્યું છે. તે ભાવાર્થ વિશેષપણે સમજી શકાતો નથી તે જાણવાની ઇચ્છા રહે છે. E પછી છકાયનું સ્વરૂપ વર્ણવ્યું છે. અને ઘણા સ્થળે જ જીવ નિકાયના સ્વરૂપનું જ્ઞાન કહ્યું છે. એ છ જીવ નિકાયના સ્વરૂપમાં કેવા પ્રકારે જ્ઞાન રહ્યું તે સમજી શકાતું નથી.'
ઉપર જણાવ્યા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છા રહે છે તો બાળક ઉપર કૃપા થયેથી યોગ્ય લાગે તેમ આજ્ઞા થશે તે પરમ કલ્યાણ સમજીશ. શ્રી સુણાવથી પાટીદાર ભાઈઓ ૫, અત્રે દિવસ આઠ થયા પધાર્યા છે.
૩૫