SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS સત્સંગ-સંજીવની SSA SSA) પ્રભુના દરશન કરવા ગયો હતો. જતાં આશરે દોઢેક દિવસ રોકાણો હતો. અદ્ભુત રસ પ્રાપ્ત થયો છે. શ્રી પ્રભુના મુખારવિંદથી આપની યાદશક્તિની પ્રશંસા સાંભળી બેહદ આનંદ થયો છે. કારણ ઘણું કરી આવતા રવિવારે સાહેબજી અહિં પધારવા સંભવ છે. બની શકે તો આપ દરશનનો લાભ લેવા ઈચ્છા રાખશો. સાહેબજીના પત્રો શોધવા આપે સૂચના કરી છે. તે બાબત કાળજી રાખીશ. અશુદ્ધ હોય તે સુધાર્યું તે મોટો આભાર. યાદશક્તિ અને વૈરાગ્ય સંબંધે આપના માટે સાહેબજીના મુખારવિંદમાંથી એકથી વધારે વખત વખાણ સાંભળી આપને ધન્યવાદ ઘટે છે. આપે તો જીવિતવ્ય સફળ કર્યું છે. તેથી આપને મારો વારંવાર નમસ્કાર હો. ( પત્ર-૧૨ પરમપૂજ્ય આત્માર્થી શ્રેય ઈચ્છક મુરબ્બી શ્રી અંબાલાલભાઈ. ....આપનો કૃપાપાત્ર આવે છે, ત્યારે દેવાધિદેવની અંદર સ્તુતિ અને મહાવાક્ય હોવાથી અંત:કરણ બહુ ઠરે છે. માટે વખતે વખતે સંભાળ લેવા વિનંતી છે. ઉપાડેલું કામ દાસોને માટે અતિ શ્રેયસ્કર જણાય છે. યોગબળ આપના પત્રોમાં દેખાવ આપે છે. કારણ કે તે લખાણો આકર્ષે છે. ને જ્યારે વાંચીએ ત્યારે સ્વામીજીનું મહાભ્ય પ્રગટપણે ખડું થાય છે. અનાદિ અભ્યાસના જોરથી મોહવશ થયેલા મોહાંધ આ પામર કોઈપણ વિશેષણને લાયક નથી. ધન્ય છે આપને કે આપને આવા વિચાર સૂઝયા છે. અને ફરી ધન્ય છે કે આટલી મહેનત લઈને મહાવાક્ય એકઠાં કરો છો. . . . વિનંતી. દાસ ધારશી કુશળચંદના પ્રેમપૂર્વક પ્રણામ. ( પત્ર-૧૩ પરમપવિત્ર આત્મગ્રાહી શુદ્ધ દેવગુરૂ આરાધક, ધર્મની જિજ્ઞાસાના અભિલાષી ભાઈ અંબાલાલ લાલચંદ વિ. પરમ પવિત્ર ભાઈઓની ચરણાંત, શ્રી ગોધાવીથી લિ. આપના દર્શનનો અભિલાષી વનમાળી ઉમેદરામના ધરમ સ્નેહ વાંચશો. આપનો પત્ર પ્રથમ આવેલો, બાદ નથી તે લખવા કૃપા કરશો. મહાન પુરુષ મોક્ષ વચ્છક, મોક્ષસુખના અભિલાષી લલ્લુજી મહારાજ તથા મહાન પુરુષ દેવકીરણજી મહારાજના દર્શન કરવા શ્રી ખેડે ગયો. તે દિવસે મહારાજજી શ્રી વસો પધારી ગયા. તેથી વેલજી મહારાજ તથા નરશીરખ મહારાજ પાસે રાત એક આનંદથી કાઢી. પ્રભાતે વસો ગયો. ત્યાં લલ્લુજી મહારાજ પાસે રહી આખી રાત આનંદમાં ગુજારી. પ્રભાતે નડીયાદ ગયો. ત્યાં સાહેબજી પાસે આખો દિવસ રહ્યો. અને હંમેશા એવો ઉપદેશ સાંભળવા આકાંક્ષા રહ્યા કરે છે. પણ મારી જ્ઞાનાવરણ કર્મની બહોળતા ઘણી જ અને અંતરાય કર્મનો ઉદય બળવાન વિ. આવરણોના જોરથી અપૂર્વ જ્ઞાનનો લાભ લઈ શકતો નથી. અનાદિકાળથી જીવે સ્વચ્છંદપણે રહી પુદ્ગલિક ધર્મ પર પ્રેરણા રાખી તેથી શુદ્ધ દેવ, ગુરૂની ઓળખાણ થઈ નહીં, કવચિત ગુરૂ પરતાપે આત્મિક ધરમ કરવા ઉત્કંઠા રહ્યા કરે છે પણ શુભાશુભ કર્મના જોગે તેનું સેવન થઈ શકતું નથી. તેનો પશ્ચાત્તાપ ઘણો છે. આજ દિન સુધી ઉત્તમ ભવ પામી જગતને સારૂં લગાડવા અશુદ્ધ વ્યવહારનું સેવન કરી અમૂલ્ય વખત નિરર્થક કાત્યો પણ હવે તે ભણી દૃષ્ટિ જતી નથી. તો પણ જેવો જોઈએ તેવો લક્ષ થવા આકાંક્ષા રાખું છું. લલ્લુજી મહારાજે આપને મળવા સૂચવ્યું છે. અને વવાણીયા બંદર સાહેબજીના દર્શન કરવા પણ ફરમાન કરેલું છે. હવે મારે આપને મળવા વિચાર છે, તો આપનો પત્ર આવ્યા બાદ વરતી રાખીશ. આપનો પત્ર વસો મહારાજજી ઉપર આવેલો. તેમાં સાહેબજી રોગના ઉપદ્રવથી વવાણીયા છોડી આ તરફ આવે તેમ લાગતું નથી. એ વિગેરે મતલબ સાથે લખેલી તેથી સાહેબજીના દર્શનનો લાભ લેવા ૨૪૧ 16
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy