SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSSS સત્સંગ-સંજીવની GSHSEC) કેમ ? વળી ઈદ્રિયોના વિષયોનો પણ સાથે સાથે વિચાર કરશો કે આગળના શ્રાવકોને દસ હજાર ગોકુળ છતાં જેને દહીં દૂધ બંધ હતું, તો તેવાઓએ સંસારને તદન જૂઠો જાણેલ છે. આપણી દશા વિચારો કે જે અભક્ષ એવું કંદમૂળ તેનો આપણે ત્યાગ છે કે એનો સ્વાદ લઈએ છીએ ? બીડી હોકો આદિનો ત્યાગ છે કે એ તો રાજી થઈને આપણે વાપરીએ છીએ ? વળી મોટી બાબત તો પાછળ રહી સહજ સહજ પણ જૂઠું ન બોલાય તો સારું એમ વિચાર આપણને આવે છે કે નહીં ? સહજ સહજ બાબતમાં ઝાંઝ ચડી જાય છે કે કેમ ? આપણને બોધ થયા પછી આપણે કાંઈક નીચા નમ્યા છીએ કે ઊલટા મોટાઈના ડોળમાં ગુરૂ બનવા પ્રયત્ન કર્યો છે ? આપણે બોધ લેવા લાયક છીએ કે બોધ દેવા લાયક છીએ ? જો કદી બોધ આપવા વિચાર થતો હોય તો પ્રથમ શાસ્ત્રમાં બોધ આપનાર કેવા પુરુષો હોય, તેનામાં કેવા કેવા લક્ષણો હોય, તેમની ભાષા વર્ગણા કેવી હોય, સહન કરવાની શક્તિ કેવી હોય, તેમનો ત્યાગ વૈરાગ્યાદિ કેટલો હોય ? તેમનો સરળતા ભાવ કેટલો હોય ? તેમની હિતબુદ્ધિ કેવી હોય ? તેમને વિવેક કેટલો હોય ? જેમના ઉપદેશથી જેમને વિપરીત તો પરિણમે જ નહીં પછી હિત થાય કે ન થાય તે તો વાત જુદી. પણ અહિત તો ન જ થાય. વળી તેના મુખમાંથી કઠોર વચનો પણ નીકળે જ નહીં. આ વિગેરે વિચાર કરવાની સર્વને વિનંતી છે. ટૂંકમાં લખવાનો મતલબ એવો છે કે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી પાસેથી એટલે તેઓ કૃપાળુદેવશ્રીના ઉપદેશથી જે ચીજ મૂકેલ તે પાછી ગ્રાહણ કીધી કે કેમ ? વળી વાતો તો મોટી મોટી તત્વજ્ઞાનની ને આત્મધ્યાનની કરે છે કે એવા ત્યાગ વૈરાગ્ય વિના મહાન ગ્રંથો વાંચે, વળી જમતાં જમતાં ચર્ચા કરે, કંદમૂળાદિનું ભક્ષણ સ્વાદ લેતાં લેતાં કરે, આ પણ કેવું કહેવાય ! આવી નીચ વસ્તુ, વળી લોક નીંદનીય તે પણ તજી શકતા નથી માટે પ્રથમ આપણે આપણો વિચાર કરવાનો છે કે આગળના સમદૃષ્ટિની દશાને અને મારામાં કેટલો તફાવત છે. આગળના સમદૃષ્ટિને સંસારનું સ્વરૂપ ખોટું ભાસેલ છે કે કેમ ? અને મને સંસાર પર પ્રીતિ વર્તે છે કે કેમ ? એમ સૂક્ષ્મ વિચાર કરી જોવો ને પછી સમ્યકનો વિચાર કરવો ઘટે છે. હાલ તો એ જ, બાકી સર્વને હાથ જોડી માફી માંગું છું. લિ. સહજાત્મસ્મૃતિપૂર્વક નમસ્કાર. પત્ર-૧૫ સિદ્ધિ શાસ્ત્ર વાંચવાની ઈચ્છા રહે છે તે ઉત્તમ છે તેથી પણ વિશેષ ઈચ્છા રાખી વૈરાગ્યોપશમનું બળ વર્ધમાન કરવું એ અતિ ઉત્તમ છે, કે જેથી સિદ્ધિ શાસ્ત્રના એક વચનનું પણ વિશેષ વિશેષ પ્રકારે અપૂર્વપણું ભાયમાન થાય છે. માટે હજુ એકાદ વખત પરમ સત્સંગ થયા પછી સગુરૂની આજ્ઞાએ અને યોગ્યતા મેળવે તો સિદ્ધિ શાસ્ત્ર અપૂર્વ ફળવાન થાય છે. વ. ૭૮૮ પરમ સંયમી કે જે ભાવથી સંયમમાં વર્તે છે, એટલે દ્રવ્યથી, જગત દૃષ્ટિની અપેક્ષાએ ત્યાગ નથી પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જે અંતરંગથી અપ્રતિબંધ પણે વિચરે છે, એવા પ્રત્યક્ષ જ્ઞાની-પુરુષને નમસ્કાર હો. અસારભૂત એવો વ્યવહાર કે જેમાં કોઈ પણ સાર નથી, તેવો વ્યવહાર જગતના જીવો તેમાં સારભૂતતા જાણીને વ્યવહાર કરે છે, એવો વ્યવહાર ઉદયપણે વર્યા છતાં પણ જે પુરુષો તે ઉદયથી ક્ષોભ નપામતાં સહજભાવે ધર્મમાં નિશ્ચલપણે રહે છે એટલે કે સમ્યકુદૃષ્ટિ જીવો નરક વિષે જેમ સહજપણે દુઃખ ભોગવે છે, તેવી રીતે સમપણે જે વેદતાં પણ સહજ સ્વભાવરૂપ એવો જે ધર્મ એટલે પાણી શીતળપણે છતાં અગ્નિ અને વાસણના પ્રયોગે ઉષ્ણપણું પામે છે તો પણ પાણી તેનો સ્વભાવ તજતું નથી તેમ ઉદય પ્રમાણે પ્રારબ્ધ વેદતાં છતાં પણ જે સમાધિ સહજ સ્વભાવ પણું તે યથાતથ્યપણે રહે છે. અર્થાત નિશ્ચલપણે એટલે તેવા તેવા પ્રયોગો પ્રાપ્ત થયા છતાં પણ ચલિતપણું ૨૦૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy