SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ GSRTIYA સત્સંગ-સંજીવની (GK) EXER) ) માનજો. ત્યારે જ મનુષ્યદેહ ચિંતામણિ ગણાશે, ત્યાં સુધી પશુવત માનજો. અનાદિકાળથી સ્વચ્છંદ, પ્રમાદને સેવ્યો છે, અને સન્માર્ગ ને સદ્ગુરૂની ભક્તિ વિના મનુષ્યદેહ નિષ્ફળ ગયો છે, માટે આટલો મનુષ્યદેહ તો અત્યંત સદ્ગુરૂ ભક્તિપૂર્વક સાચા અંતઃકરણથી અર્પણ કરવો. એવો દૃઢ નિશ્ચય કરવો. જ્યાં સુધી નિશ્ચયમાં ખામી છે, ત્યાં સુધી જન્મમરણ મટનાર નથી. પરમોત્કૃષ્ટ મોક્ષનું સાધન સદ્દગુરૂની ભક્તિ તેના ચરણારવિંદની સેવાપૂર્વક આજ્ઞાએ વર્તવું. સ–દેવ, સગુરૂ, સતુધર્મ તેમાં પ્રથમ સત્ગુરૂથી દેવ ઓળખાય છે અને ધર્મ પણ સમજાય છે. ધર્મ વસ્તુ દયા, દમ, દીનતા, સમતા, ક્ષમા છે તે જીવે આરાધી નથી. તે સાચા સદ્ગુરૂ મળે આરાધના યથાર્થ થાય છે. તે આરાધન થઈ શકશે ત્યારે કલ્યાણ થશે. અહોનિશ સલ્ફાસ્ત્ર તથા સત્સમાગમ મળવા દુર્લભ છે. તે મેળવવાનો પ્રયત્ન કરવો ઉચિત છે. માટે જે શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહનીય, ઉપશમ થાય તે સદ્ગુરૂની આજ્ઞાએ એવા શાસ્ત્રો અવલોકન થાય છે. અને દરરોજ સશાસ્ત્ર નિયમિત વાંચવા તે યથાર્થ લાગે છે. અને મને તો અનુભવપૂર્વક સમજાય છે. એ જ રીતે તે આરાધન આજ્ઞાએ કરી મોક્ષે ગયા, જાય છે અને જશે. વિશેષ શું કહેવું ? સરૂની આજ્ઞાએ કરી ધર્મ અને તપ છે. તે સર્વને સેવ્યાનું કલ્યાણ થશે. પણ સાચા સદ્ગુરૂ-પ્રગટ આત્મજ્ઞાની, દિવ્યચક્ષુ મળે આત્મકલ્યાણ થાય. પત્ર-૧૪ હવે જરા શાસ્ત્ર ઉપર વિચાર કરતાં ચોથા ગુણસ્થાનકવાળા સમકિતીની દશા ઉપર અને આપણે આપણા ઉપર વિચાર કરીએ તો તેમાં અનંત ગુણોનું તફાવત માલુમ પડે છે. તેમની દશા જોઈએ છીએ તો જાણે સંસારમાં છતાં તેમને કાંઈ પણ સંસારનું લાગતું વળગતું હોય એમ જણાતું નથી. અને જાણે ક્રોધ, માન, માયા, લોભને તો સામાન્ય કરી તે હડસેલી કાઢ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. તેમના પર દુ:ખ પડેલ છતાં જાણે કાંઈ જ નથી, તેમ તેમને માન આકરા મળ્યા છતાં પણ જાણે કાંઈ ગણત્રીમાં જ નથી. તો જેને સંસારનું સ્વરૂપ ખોટું ભાસ્યું છે તેને સંસારમાં અપમાન, માન બંને પણ ખોટા જ માનેલ છે એમ જેને ભાસી રહેલ જણાય છે, વળી જેની સ્પૃહા સંસારથી વખત મળે તો તુરત નીકળી જવાની રહ્યા કરતી હોય, એમ સ્પષ્ટ જણાય છે અને તેવો વખત મળે ઘણા તુરત નીકળી ગયા છે, વળી જેને જરા પણ અપલક્ષણ એવું તો કિંચિત માત્ર દેખાતું જણાતું નથી, વળી સરલ સ્વભાવી ને આત્માને ઉંચો લાવવામાં મહા-સુર ને જે શાસ્ત્રમાં ધીરવીરાદિ ગુણો મૂક્યા છે તેવા સ્પષ્ટ અનુભવમાં આવે છે. હવે આપણી દશા જોવા સર્વને વિનંતી કરવામાં આવે છે. સૌ સૌએ પોતાની દશા તરફ લક્ષ આપજો ને ઉપરના લક્ષણો પણ મેળવવા ભેગાભેગો વિચાર કરશો. આપણને બોધ મળ્યા પછી શું આત્માની દશા વધારી ? સંસારને કેવી રીતથી ખોટો ધાર્યો ? ક્રોધ કેટલો ઓછો કર્યો ? આગળ પરિષહ સહન કરતાં હવે અત્યારે આપણાથી શબ્દનો પરિષહ ઓછો થયો કે કેમ ? માયાનો કાંઈ ભાગ કમી થયો કે કેમ ? આપણે માનને વધાર્યું કે ઘટાડ્યું ? કોઈ આપણી ખરેખરી કસૂર હોય તેવી પાંચ માણસની વચ્ચે વાત કરે તો આપણું માન વેરાઈ જાય તેવો ભય રહે કે કેમ ? માયાનો કંઈ ભાગ કમી થયો કે કેમ ? કે સેજ સેજ પણ માયા સેવ્યે જ જઈએ છીએ ? લોભનો પણ કેવો ભાગ કમી થયો ? આપણા ગજા મુજબ કેવી ઉદાર વૃત્તિ થઈ ? જન હિતાર્થે આપણે શક્તિ મુજબ શું વ્યય કર્યું ? અને અનીતિનું દ્રવ્ય બનતાં સુધી ઘરમાં પેસી ન શકે એવી કાંઈ આડી ભીંત કરી કે કેમ ? આપણે આજીવિકા ચલાવવાનો સંબંધ છે કે આજીવિકા તો ખુશીથી ચાલે છે ને દ્રવ્ય વધારવાનો સવાલ છે ? તો અનીતિથી કાંઈ દ્રવ્ય ન આવે તેમ કાંઈ ઉપાય યોજ્યો કે (4) ત) ૨૦૨ (૯) (NRERE NOી
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy