SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ GિHER EVER: સત્સંગ-સંજીવની હERERSEY () આ થતું નથી, એવી રીતે વર્તે છે. તેવા ભીષ્મવ્રત એટલે દ્રવ્યથી જગતદષ્ટિ જીવોની અપેક્ષાએ તો ત્યાગ નથી અને ભાવથી તે વ્યવહારની ઈચ્છા નથી. માત્ર સહજ સ્વરૂપમય દશામાં સ્થિત છે એવી મધ્યસ્થ સ્થિતિ એટલે દ્રવ્યથી અત્યારપણું અને ભાવથી નિરિચ્છાપણું એવા ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. એટલે તે દશા અનુભવીએ છીએ એવો પત્રનો સામાન્ય અર્થ મારી સમજણ પ્રમાણે લાગે છે. મારા જ્યાં સુધી જીવને સ્વવિચાર દશા ઉત્પન્ન ન થાય અથવા તે વિચાર દશા ઉત્પન્ન થવામાં વૈરાગ્યોપશમનું બળ વર્ધમાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીપુરુષની અંતરંગ દૃષ્ટિ, અપૂર્વ મહાભ્યતા અને સહજ સ્વરૂપમય દશા જાણવામાં આવતી નથી. નહીં તો જે જે પત્રો અને શાસ્ત્રો પ્રાપ્ત થયાં છે, તે તે ઉપર જો જીવ વિશેષ વિચારી શકે તો અકેકા વચનથી અપૂર્વ ફળ પ્રાપ્ત થાય. પણ તે વિચારવામાં જીવ સંસારી પ્રવર્તના આડે અવકાશ લઈ શક્યો નથી, અને પ્રાપ્ત થયેલ એવા વચનો સામાન્યપણે થઈ જવા જેવું થયું છે. માટે વારંવાર તે તે અમૂલ્ય પત્રોનું વિચારવું યોગ્ય છે. જરાક જીવ જો વિચારને સ્થિતિ કરવા દે અથવા વિચાર થવામાં માર્ગ આપે તો તે વિચાર વિશેષ પ્રકારે ફળીભૂત થાય. જેમ વિચારરૂપી નદીનો પ્રવાહ વહે છે ત્યાં તણખલારૂપી બાહ્ય પ્રવર્તતું - અસવિચારરૂપી તણખલું તણાઈ જાય છે, તેની પેઠે. પણ વિચારને અવકાશ આપવામાં જીવનો પુરૂષાર્થ થઈ શકતો નથી. જ્ઞાની પુરુષની અંતરંગ દશા (વૃત્તિદશા) અને મહાભ્ય જેમ જેમ અસત્સંગનો પરિચય ઓછો થાય, તે પ્રત્યે ઉદાસીનપણું પ્રાપ્ત થાય, તેમ તેમ સમજાય છે. જેમ જેમ અસત્સંગાદિ પ્રત્યેથી ચિત્ત પાછું વળે, તેમ તેમ વિચારની ધારાએ જ્ઞાની પુરુષ પ્રત્યે ચિત્ત ઉલ્લસે છે કે જેથી કરી જ્ઞાની પુરુષનું મહાલ્ય સમજવામાં આવે છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષનું મહાસ્ય સમજવામાં ન આવે ત્યાં સુધી બોધનું ફળ થવું સંભવિત નથી. અને તેટલા જ માટે જ્ઞાની પુરુષના વચનોનું અપૂર્વપણું જીવે વિશેષ વિશેષ વિચારવા યોગ્ય છે. પત્ર-૧૬ મગનલાલ વિષેનો વિકલ્પ છોડો. જેમ થવું હશે તેમ થશે. અત્યારે જે અનુકંપા તમને વર્તે છે તે અનુકંપા વિચારદશા જાગૃત થવાથી વિશેષ ઉત્પન્ન થશે, માટે દેવકરણજી વિગેરે સર્વનો લક્ષ છોડી દઈ સરૂદેવ પ્રત્યેથી પ્રાપ્ત થયેલા પત્રને વારંવાર વિચારો. એમાં કેવળદશા પ્રાપ્ત થાય ત્યાં સુધીનો માર્ગ બોધ્યો છે, એમ મને સમજાય છે. શ્રી સિદ્ધિ શાસ્ત્રમાં વારંવાર ગુરૂનું મહાભ્ય બતાવ્યું છે. અને બારમા ગુણસ્થાનક સુધી ગુરૂનો ઉપકાર સ્વીકાર્યો છે, તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. વળી છદ્મસ્થ એવા ગુરૂની કેવળી ભગવાન વૈયાવચ્ચ વિનય કરે એવો સિદ્ધાંત શ્રી જિને ઉપદેશ્યો છે. તે સિવાય પણ પ્રત્યેક બોધી જીવો પોતાની મેળે બૂઝે છે. તેને પણ એવી જ ઈચ્છા છે, કે ક્યારે તેવા સત્પરુષનો યોગ મળે કે તેના ચરણ સમીપમાં રહીએ. કારણ કે એવું લઘુત્વ તેમનામાં પ્રકાશી રહ્યું છે. અને એ માટે હજારો શાસ્ત્રો પુષ્ટી આપે છે. માટે આપે સદ્ગુરૂનો યોગ વારંવાર સ્વીકારવા યોગ્ય છે. ભક્તિ માટે આ સાથે બે પત્રો મોકલ્યા છે તે ખુબ ધ્યાન દઈને વારંવાર પ્રેમે વિચારવા યોગ્ય છે. ખૂબ ઊંડા ઉતરીને વિચારવા યોગ્ય છે. હવે બધો સમય અન્ય પદાર્થમાં પડવાનો લક્ષ મૂકી દઈને આત્મવિચારમાં પ્રવર્તાય તો જ સત્યરુષનો પ્રાપ્ત થયેલો યોગ સફળ થવાનો વખત આવે. બાકી તો જ્યાં સુધી આશય સમજવાનો, વિચારવાનો યોગ ના બને, ત્યાં સુધી ગમે તો ચરણ સમીપે વર્તાય તો પણ આત્મહિત પ્રાપ્ત થવાનો સંભવ લાગતો નથી. મને તો એમ સમજાય છે, માટે વારંવાર તે યોગને મેળવીને તેમાં પ્રવર્તવું યોગ્ય છે. ૨૦૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy