SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ GિERSPERS સત્સંગ-સંજીવની SK GREEK () અમને વ્યાજબી લાગે છે. સમાગમમાં આવવાથી તો આપની વિવેક વાણી અમૃતમય જ લાગે અને અન્ય જીવો માટે પણ ઉપરનો રસ્તો ઠીક લાગે છે. - અમારી ઉપર ઉપકાર બુદ્ધિએ આપે લખેલ અન્ય વચનામૃતો વાંચવા વા ઉતારી લેવાનો અમારી ઉપર અનુગ્રહ થાય તો એમ કરવું યોગ્ય લાગે તો અમ ઉપર ઉપકાર કરશો. લિ. ભક્તિવશ, ઉપકારવશ સેવક મનસુખ વિ. કીરતચંદના સવિનય જય જિનેંદ્ર. (જવાબ વ. ૮૮૨) શ્રાવણ, ૧૯૫૫ પરમ પૂજ્ય પ્રભો ! આપના વચને મનન કરવાથી, અલ્પ કાળનો આપનો થયેલ અમૂલ્ય સમાગમ તેથી તેમાં જાણેલા આપના અપ્રતિમ વિચારો ઉપર વિચાર કરવાથી, આપની ચેષ્ટાઓને તત્વતઃ દ્ધયમાં ઘોળવાથી, અત્ર રહેલા મુમુક્ષુઓના સમાગમથી, ને તેમના થકી સંભળાતી આપની ગુણકથાથી, કૃપાળુદેવ ! આપની અમને દિન-પ્રતિદિન અધિક અધિક પ્રતીતિ થતી જાય છે. જ પ્રભો, એ રૂપે અમે અમને ધન્ય ગણીએ છીએ. એ અમારો પુણ્યોદય છે. પરંતુ આપનો અનુગ્રહ અમ પામર ઉપર સદા રહો. એ અનુગ્રહને યોગ્ય અમે થઇએ અને અમારું પરમ કલ્યાણ થાય, એવો પુણ્યોદય ઝંખીએ છીએ. આપ અમને સ્થિર કરો. પ્રભો, અમારામાં સમતાભાવ કેમ આવે ? અપ્રમત્ત ક્યારે થઇશું ? રસ્તો બતાવો. પણ પ્રભુ, જ્ઞાનીનું શરણ હશે તો બધું શ્રેય છે. અમે પારિષ્ઠ છીએ પણ આપની અનુકંપા અમને એમાંથી વારશે. પ્રભો, હાલ વખત તો યોગ્ય કાળ સુધી આપના વચનામૃત શ્રવણની જરૂર લાગે છે. અતિત મહાત્માઓના જીવનચરિત્ર સંબંધી પૂછતાં - “જીવતા જીવનની જરૂર છે', એવો આપનો મર્મ યુક્ત ઉત્તર આ વેળાએ તથારૂપ તત્ત્વરમણ કરાવે છે. જીવતા જીવનની અલૌકિક અસર છે. એના પુરાવામાં આપનો દાખલો મોજુદ છે તો પ્રભો ! - અમ પામર પ્રાણીઓને આ વેળાએ અત્ર દર્શન નહીં આપો ? અત્રે રહેલા પુણ્યશાળી મુમુક્ષુઓની પણ આપના અત્ર સમાગમની તીવ્ર અભિલાષા છે. પણ જો કૃપાળુદેવની કૃપા હોય તો તે અભિલાષા પાર પડે. આગે શું થશે ? ઇતિ દુર્ગાનાદિ સંકલ્પ-વિકલ્પ પ્રભો ! અમને અજ્ઞાનતાથી રહ્યા કરે છે. તે અજ્ઞાનતાથી કશું નિરાકરણ ન થતાં જ્ઞાનદીપને ઝંખે છે તે કેમ પ્રાપ્ત થાય ? આપ જેવો ભોમિયો હશે તો પછી ભય શું છે ? કંઇ પણ વચનામૃત લખો જેથી અમો દઢ થઇએ, જે અમને આગળ ચઢાવે, જે અમને શિથિલ થતાં રોકે, શિથિલ હોઇએ તો સ્થિર કરે, એવાં માર્મિક વચનોની જરૂર છે. - પ્રભો ! એવી કૃપા તો કરો જ. પત્ર દ્વારા એટલો અનુગ્રહ તો કરો જ. પણ એમાં પ્રભુની ઇચ્છા. અમારાં કથનો અવિવેજ્યુક્ત હોય એ સંભવે છે. પણ આપની સમદષ્ટિ અગાધ છે. પ્રભુ, આપની છબીની માગણી કરીએ ? આપની દષ્ટિમાં યોગ્ય લાગે તો અમારા ઉપર એ કપા કરશો. નહીં તો અમને ખેદ તો નહીં જ થાય, અમો પાત્ર નથી એમ ધારશું અને પાત્ર થવા આપનું અવલંબન લઇશું. આપની કૃપાથી અમારું કલ્યાણ થાઓ.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy