SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ SY SY સત્સંગ-સંજીવની GSREE SRO લિ. આપનો ચરણસેવક મનસુખ કિરતચંદ મહેતાના સવિનય સાષ્ટાંગ નમસ્કાર, બીજા બધાઓના પણ અવધારશો. (જવાબ વ. ૮૮૮) પૂ. શ્રી સુખલાલ છગનલાલના પત્રો પત્ર-૭૭ તા. ૧૩-૧૨-૯૯, મુંબઇ શ્રીમદ્ સદ્ગુરુદેવને ત્રિકાળ નમસ્કાર ક્ષેત્રમંતર વડે અદેશ્ય છતાં પોતાના ભક્તોની આંતરવૃત્તિરૂપ વાડીમાં રમણ કરતાં જે ગુપ્તપણે મોક્ષનો ઉપદેશ કરે છે, તે શ્રી સહજાત્મસ્વરૂપ સદ્ગુરૂને પરમ પ્રેમવડે અમે પ્રણામ કરીએ છીએ. જેના કરકમળમાં સધળું જગત રહેલું છે, જેનાં નેત્રકમળમાં કરૂણારૂપ અમૃતનો સાગર રહેલો છે, જેના ચરણકમળમાં સમગ્ર તીર્થનો નિવાસ છે, અને જેના દયમાં ગુણાતીતપણું વિરાજે છે તે, સાધકોના દયમાં નિરંતર વિરાજમાન છે અને અષ્ટ કર્મરૂપ ઘુવડ પક્ષીને ઉગ્ર સૂર્ય જેવા જણાય છે તે, ‘શ્રી ચંદ્ર’ સદ્ગુરૂ અમારૂં | શરણ છે. જ આ અસાર સંસારમાં પોતાના આશ્રિત વર્ગની બુદ્ધિરૂપ અંતઃપુરમાં રહેલી ભક્તિરૂપ કુલાંગનાના ભૂષણરૂપ ‘શ્રી ચંદ્ર’ ગુરૂના ચરણકમળ સારરૂપ છે. શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના ધ્યાન વિના અમારાં ચિત્તને વિશ્રાંતિ ક્યાંથી મળે ? અને શ્રી પ્રભુના વચનામૃત વિના અમારી જીવાને પણ બીજો ક્યો આરામ મળે ? આ જે ઉત્તરસંડા જેવી નિવૃત્તિના સ્થળમાં નિવૃત્તિમાં છતાં અને મોહમયી પુરી જેવા પુરપાટ પ્રવૃત્તિના સ્થળમાં પ્રવૃત્તિમાં છતાં આત્મસ્વરૂપસ્થ સમવૃત્તિ રાખનાર છે, રાખે છે, તે અતિંદ્રિય પરમાત્મસ્વરૂપ મહાન વીતરાગી શ્રી સરૂના ચરણકમળ અમે ઉપાસીએ છીએ. એ પ્રભુ અમારા હૃદયકમળ વિકસીત કરો. લિ. દીન સેવક સુખલાલના સાષ્ટાંગ દંડવત્ સ્વીકારશોજી, શ્રી પોપટલાલભાઇ તરફથી દંડવત્ પ્રાપ્ત થાય. અત્રે હાલમાં તેઓ છે. સમીપવર્તી સર્વ બંધુને નમસ્કાર. પત્ર-૭૮ વીરમગામ ભાદરવા સુદ ૫, ૧૯૫૫ (જન્મદિવસે કૃપાનાથ પાસે વિનંતી સહ બક્ષીસની માગણી) શ્રી સહજાત્મસ્વરૂપી ગુરૂદેવને અત્યંત ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર. કૃપાસાગર શ્રી સદ્ગુરૂદેવના ચરણારવિંદમાં : આજે મારી જન્મતિથિ હોવાથી આપ કૃપાસિંધુને વારંવાર નમસ્કાર કરું છું. અપૂર્વ બોધના દાતા સર્વજ્ઞ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy