SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ SEARS સત્સંગ-સંજીવની GK બેઠેલો. તે આપે જાગૃત કર્યો. હવે બનતો પુરૂષાર્થ કરૂં ને આપની શાંતમૂર્તિ ઉપર દષ્ટિ રાખ્યા કરું છું. તમારી એકાગ્રવૃત્તિ અને સ્વરૂપ-સ્થિરતાનું મહાભ્ય જાણી શકતો નથી. તે આપની પૂર્ણ કૃપા વડે કાળે કરી જણાશે એ આશા રાખું છું. જેમ બાળક માતા-પિતા સન્મુખ પોતાનું દુઃખ જણાવે છે તે જ રીતે હું આપ પાસે દુઃખની વાતો વર્ણવું છું. જે સૂક્ષ્મ અહંભાવ વડે સૂક્ષ્મ વિષયાદિ રાગદ્વેષ રહી જતાં આ દેહ પડી જશે ને તે બીજના વૃક્ષો થઇ પડશે ને જન્મ, મરણ ચાલુ રહેશે. તે ભયભરેલો વિચાર આવતાં મનમાં આકુળતા આવી જાય છે. ને વળી વિચાર આવે છે કે આવી જોગવાઇ મળી જીવ ઘણી વાર રઝળ્યો એવું શાસ્ત્રકાર વડે જણાય છે અને આપ પ્રત્યક્ષ જ્ઞાની પણ કહો છો તો આવી અપૂર્વ જોગવાઇ મળી છતાં આ દેહ પામ્યાનું નિષ્ફળપણું થાય એવી ચિંતા કોઇ વખત થયા કરે છે. ને વળી આપ સન્મુખ વૃત્તિ થતાં હિંમત આવે છે કે અપૂર્વ જોગવાઇ મળી ખાલી નહીં જ જાય. પણ દઢ નિશ્ચય થાય તેવો આશ્રય આપશો તો હું પરમ સુખી થઇશ ને જીણું સફળ ગણીશ. | કોઇ વખત આત્માને વૃત્તિ દુર્ગાનમાં ખેંચી મૂળથી મૂકાવી દે છે. પણ થોડા સમયમાં તરત જ પાછી ખેંચાઇ આવે છે ને આપના સન્મુખ થાય છે. મરજાદ ઓળંગતી નથી. લજ્જા પામી ગુરૂ સન્મુખ થઇ જાય છે. અત્રે ૮ દિવસ થયાં નિવાસ થયો છે. શ્રી લલ્લુજી મહારાજની પિજ ગામમાં સ્થિતિ છે. આવા દુષમ કાળમાં સત્પષના દર્શન સમાગમનો વિરહો પડે છે ને તેવાં વિધ્ર આવી પડે છે તે અંતરાય બળવત્તર છે. અત્રે ફરસના પ્રમાણે સ્થિતિ થશે. હાલ એ જ. દઃ દેવકરણના પુનઃ પુનઃ નમસ્કાર. પૂ. શ્રી મનસુખભાઇ કીરતચંદના પત્રો પત્ર-૭૫ | અષાડ વદ ૧, રવિ, ૧૯૫૫ પૂજ્યશ્રી આપનું કૃપાપત્ર સદાય ઇચ્છીએ છીએ. આપ લોકોત્તર કાર્યના પ્રવાસમાં જયવંતા વર્તો. અને એ માટે કુશળ આરોગ્ય રહો. નિઃસ્પૃહી મહાત્માના દયમાં અનુકંપા વા લોકાનુગ્રહ સદા ફુરી રહે એ અનુગ્રહ અમારા ભણી થાઓ. અમારી વિવેકબુદ્ધિ પ્રમાણે વ્યાજબી લાગી એક સૂચના - વિજ્ઞપ્તિ આપને કરીએ તે આપ મહાનુભાવની દષ્ટિમાં યોગ્ય લાગે તો સ્વીકારશો. થોડા વખતના સમાગમથી થયેલ પ્રત્યક્ષ અનુભવથી અને પરોક્ષ-પ્રત્યક્ષ હિતવાતો સાંભળવાથી કાળાનુસાર આપનું જ્ઞાન અમિત છે, એવી સહજ પ્રતીતિ થાય છે. અને એમ છતાં આપના નિરભિમાનપણા ઉપર દષ્ટિ જતાં અહો ! આશ્ચર્ય એવો ઉદ્ગાર નીકળે છે. - આવો ઉપકાર બીજા ભાઇઓ ઉપર પણ થાઓ એ અમારી વિજ્ઞપ્તિ છે. જડવાદમાંથી નીકળી નિત્ય, કર્તા ભોક્તા જીવ તેનો મોક્ષ અને તે મેળવવાના સાધનનું અસ્તિત્વ આ ઉપર ભાઇઓની આસ્થા થાય એ માટે આપની શક્તિના પ્રદર્શનની જરૂર છે. શતાવધાન વા અન્ય ભાષા ભણ્યા વિના જાણવી, વા એવા બીજાં કાર્ય કરવા એ લૌકિક શક્તિથી થાય જ નહીં. અતિંદ્રિય ગુણ અમુક અંશે સ્ફરવાથી જ એ સંભવે છે. તો એવી અદ્ભૂત શક્તિ જોવાથી હળુકર્મી જોનારના મનમાં આસ્થા કેમ ન થાય ? માટે આવા પ્રદર્શનની જરૂર અમારી વિવેક બુદ્ધિ પ્રમાણે ૮૦.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy