SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ O GROSSES) સત્સંગ-સંજીવની ) SYS () પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ નિમિત્તે મુમુક્ષુઓની વિરહવેદના કરવા માટે સં. ૧૯૫૭, શ્રી કલોલ ભાઈ શ્રી કુંવરજીભાઈ મગનલાલ આ ભારતભૂમિનો પ્રકાશિત થયેલો સૂર્ય અસ્ત થયાના અતિ ખેદકારક સમાચાર સાંભળી રાત્રિ દિવસ અશ્રુધારા વહ્યા કરે છે. ખેદનો અવકાશ નથી મનાતો. વિશેષ શું વર્ણવું. નિરાશ્રયપણે અઘોરવનમાં મૂકીને પ્રભુએ સદૈવનો વિયોગ આપ્યો એ આગળ બીજું દુઃખ શું વર્ણવીએ. હવે તો શાંતિ રાખી પ્રભુ પ્રકાશિત કરેલા માર્ગમાં સદૈવ પરમજાગૃતિથી અપ્રમત્તપણે વિચરવું એ જ કર્તવ્ય છે. - ખંભાતથી અંબાલાલ ૐ નમઃ વૈશાખ સુદ ૯, શનિ, ૧૯૫૭ શ્રી કલોલ શ્રી કુંવરજીભાઈ મગનલાલ સુજ્ઞ ભાઈ, કૃપા પત્ર એક મલ્યો છે. આવા મહાવિકરાળ કાળમાં આવો બનેલો જોગ તે છાજ્યો નહીં અને સદૈવનો વિયોગ કરાવી નાંખ્યો એવો મહા વિકરાળકાળ લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ત્યાં ઉપાધિ સેવી બધાનું પૂરું કરવા રહીશું તો પૂરું થવાનું નથી અને અધૂરું મૂકવું પડશે અને સ્વઆત્માનું અહિત થશે. માટે તે દરેક કાર્યોની પૂર્ણતા થવાની નથી. તો પછી સ્વઆત્મહિત માટે અમૂલ્ય તક શા માટે ખોવી ? એવો મૂર્ખ કોણ કહેવો કે આવેલો લાભ ખોવે ? જેથી અપ્રમત્તપણે પુરૂષાર્થ કરવો ઉચિત છે. મુનિશ્રીની સ્થિતિ બોરસદ ક્ષેત્રે છે. એ જ વિનંતી. અનંતકરૂણામય દશાથી સમાધિભાવમાં સ્વરૂપસ્થિત થયેલા પરમકૃપાળુ શ્રીમનો વિયોગ વારંવાર સ્મૃતિમાં રહ્યા કરે છે. રાત્રિ દિવસ આ અનાથ બાળકોને અઘોર વનમાં નિરાધારપણે મૂકી ચાલ્યા ગયા. તે દુ:ખથી હૃદય વારંવાર ભરાઈ આવે છે. - ખંભાતથી નિરાધાર અંબાલાલ શ્રી પ.કૃ.દેવના નિર્વાણ સમયની અદ્ભુત આત્માકારદશા : પૂજ્ય શ્રી ધારશીભાઈ તથા પૂ.શ્રી. નવલચંદભાઈએ પૂ. અંબાલાલભાઈને પ્ર.કૃ.દેવનું ચરિત્ર, દેહ છૂટતા વખતની અદ્ભૂત દશા પત્રથી જણાવેલ છે. - પ.પૂ. કેવળ આત્માર્થી શ્રી અંબાલાલભાઈ –ખંભાત નોંધ : આ પેજ નંબર ૨૯૬ થી પેજ નં. ૩૦૩ સુધીની મેટર નવી પ્રાપ્ત થયેલ મુદ્રિત કરી છે. ૨૯૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy