SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની પરમ કૃપાળુ દેવાધિદેવ અનાથના નાથ, અશરણના શરણ, પરમ દયામય, શ્રીમદ્ સદ્ગુરુ શ્રી રાજચંદ્રજી પ્રભુની પરમ પવિત્ર શુભ સેવામાં - વવાણીયા નમ્રતાપૂર્વક વિનંતીથી આ લેખકના સવિનયપૂર્વક વારંવાર સાષ્ટાંગ દંડવથી પ્રભુચરણમાં નમસ્કાર પ્રાપ્ત થાય. કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે બીજા દોષ કોઇપણ પ્રકારે મન, વચન, કાયા કે આત્માના કોઇપણ યોગાધ્યવસાયથી થયાં હોય તો વારંવાર ત્રિકરણયોગે નમસ્કાર સાષ્ટાંગ દંડવત્થી કરી પ્રભુચરણમાં મસ્તક નમાવી પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું. શ્રી ગાડાંભાઇ વિગેરે પાટીદારો ત્રણ મુમુક્ષુઓ હંમેશા સત્યમાગમમાં રાત્રીના આવે છે. મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી તેમની શ્રદ્ધા ઠીક લાગે છે. કેટલાક દિવસ થયા તેમણે રાત્રીના દશ વાગે સત્સમાગમમાંથી ગયા પછી પાંચ માળા આપ સદ્ગુરુશ્રીના પવિત્ર પરમોત્કૃષ્ટ નામની ગણવાનો તેમજ પાછા સવારે ચાર વાગે વહેલા ઊઠી તેજ પ્રમાણે કરવાનો રિવાજ રાખ્યો છે, તે મુમુક્ષુઓની ઇચ્છા સવારે જલદી ઊઠવાથી પાંચ માળા ગણ્યા પછીનો વખત શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની સેવા ભક્તિમાં જાય અને પ્રતિદિન અમૂલ્ય દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે હેતુએ કરી બે ત્રણ વખત મારી પાસે આપ પરમ પવિત્ર પ્રભુના ચિત્રપટની માંગણી કરી હતી. કારણ કે સવા૨ના જલદી ઊઠવાનો રિવાજ રાખવાથી અને તે વખતે મુમુક્ષુઓને અનુકૂળ આવવાથી ચિત્રપટ માટે સેવાભક્તિ કરવાની તેમની ઇચ્છા વિશેષ રહે છે. તેથી મારી પાસે માગણી કરી છે. શ્રી ધારશીભાઇના પત્રથી આપ પરમકૃપાળુદેવશ્રીની પધરામણી મોરબી ક્ષેત્રમાં થવાનો સંભવ થાય છે. હાલ એજ. દીન છોરૂ યોગ્ય કામ સેવા ઇચ્છું છું. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય નમસ્કાર પવિત્ર ચરણમાં પ્રતિ સમય પ્રાપ્ત થાય. (જવાબ વ. ૭૪૨) પત્ર-૨૯ ખંભાત - મહા સુદ ૧૩, રવિ, ૧૯૫૩ શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ અભિવંદના પરમકૃપાળુદેવ શ્રીમદ્ સદ્ગુરુદેવ, ભગવાન શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં, મોરબી. મહા સુદ ૯ બુધનો પરમ પવિત્ર હસ્તથી લખેલ પરમ કલ્યાણકારી પત્ર ૧ (વ. ૭૪૦) મહા સુદી ૧૧ શુક્રવારે અત્રે પ્રાપ્ત થયો છે. જે વાંચી ૫૨મોત્કૃષ્ટ કલ્યાણકારી લાભ થયો છે. એવી જ રીતે સદાય પરમ મંગળકારી લાભ આ બાળક ઇચ્છે છે. કોઇપણ સત્શાસ્ત્ર નિયમિત રીતે વાંચવાનો યોગ હાલ બની શકતો નથી. તે માટે ક્ષમાપના ઇચ્છું છું. પરમ લાભકારી આજ્ઞાનુસાર યોગમુદ્રારૂપ ચિત્રપટ દર્શનાર્થે હાલ શ્રી પાટીદારોને આપીશ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતાં મારી અલ્પમતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી. પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર, વિચારતાં મારા મન, વચન, કાયાના યોગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા. જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી - રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી સ્થિતિ, મારી ચિત્તવૃત્તિ સહેજે પણ અટકી જઇ આત્મવિચારમાં રહ્યા કરતી હતી. જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે ૩૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy