________________
SિS SS સત્સંગ-સંજીવની SCIES (GR) ()
પત્ર-૨૭
ખંભાત
માગસર વદ ૭, શનિ, ૧૯૫૩ પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર પરમોપકારી દેવાધિદેવ શ્રીમદ્ સદ્ગુરુદેવની પરમ પવિત્ર શુભ સેવા પ્રત્યે, સવિનય વિધિપૂર્વક પાદાંબૂજથી વારંવાર નમસ્કાર કરી વિનંતી કરું છું.
પરમ પૂજ્ય શ્રી સોભાગ્યભાઇ સાહેબ તરફથી આપ પરમ કૃપાળુનાથશ્રીના પવિત્ર હસ્તથી લિખિત પરમ કલ્યાણકારી પત્રો ૬૦ અને પત્તા ૬૧ એ રીતે અત્રે પ્રાપ્ત થયાં છે. જે પરમોત્કૃષ્ટ પત્રોમાં મારી અલ્પજ્ઞ સમજણથી થોડા પત્રો વ્યવહારિક સંબંધના હોય, તેમજ કેટલાક પત્રો વ્યવહારિક જેવા પણ પરમાર્થ સાધ્ય કરાવનાર હોઇ, બાકીના કેટલાક પત્રો પરમ મંગળકારી, પરમાર્થ પ્રાપ્ત થાય તેવા હોવાનું સમજાય છે. જેથી તે માંહેના વ્યવહારિક પણ પારમાર્થિક જેવા અને બીજા પારમાર્થિક પત્રો એ સર્વે અત્રે ઉપદેશ પત્રના પુસ્તકમાં ઉતારવા કે નહીં ? તે વિષે મારી દષ્ટિથી બરાબર સમજી નહીં શકવાથી, પરમ કૃપાળુ આપ પવિત્ર પ્રભુના ચરણમાં મસ્તક નમાવી સવિનય વિનંતી કરી જણાવું છું
તે સઘળા પત્રો સુધારો કરેલા પુસ્તકમાં ઉતારવા કે નહીં ? તે જાણવાને ઇચ્છું છું. મારી અલ્પજ્ઞ દષ્ટિથી એમ સમજાય છે કે જો કદાપિ ઉપદેશ પત્રના પુસ્તકમાં ઉતારવાની આજ્ઞા હોય તો ઉતારી લઇ પછી તે પુસ્તક સુધારવા માટે ચરણ સમીપમાં મૂકવાની આજ્ઞા હોય તો તેમ વર્તે. અથવા તો હાલ તે સઘળાં પત્રો ચરણસેવામાં દષ્ટિગોચર કરવા મંગાવવાની આજ્ઞા હોય તો તેમ કરૂં. એ વિષે પરમકૃપાળુદેવશ્રી તરફથી કરૂણામય જેમ આજ્ઞા થશે તેમ વર્તવાનું કરીશ. - પૂજ્ય ધારશીભાઇ કુશળચંદ તરફથી પરમ પવિત્ર પત્રો ૩૪ આશરે અત્રે પ્રાપ્ત થયાં છે. જે પત્રો પુસ્તકમાં ઉતારવા શરૂ કર્યા છે.
મુનિ લલ્લુજી આદિ આણંદ પધાર્યા છે. ત્રિકરણ યોગે નમસ્કાર લખવાનું જણાવે છે. પરમ પવિત્ર ચરણસેવામાં મુનિઓના નમસ્કાર પ્રાપ્ત થાય. માતુશ્રીને સવિનય નમસ્કાર કરી સુખશાતા પૂછું છું. પરમકૃપાળુ | દેવાધિદેવ પ્રભુના ચરમ શરીરની આરોગ્યતા ઇચ્છું છું.
પૂ. પિતાશ્રીને અભિવંદન કરું છું. હાલ એ જ.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૨૮
ખંભાત
મહા સુદ ૩, ગુરુ, ૧૯૫૩
શ્રીમદ્ સગુરુ ભગવાન શ્રી રાજચંદ્રજી દેવશ્રીને ત્રિકાળ અભિનંદન
૩૨