________________
O SEE HERE) સત્સંગ-સંજીવની (SR - SARD ()
મુંબઇમાં રોગની શાંતિ થતાં સુધી આપ પરમકૃપાળુદેવશ્રીનું ઉદયાનુસારે હાલ સૌરાષ્ટ્ર દેશમાં અથવા તો ગુજરાત દેશમાં વિચરવાનું થાય તો પરમ કલ્યાણ, તેમાં વળી ગુજરાત દેશ તરફની સ્થિતિ થાય તો પરમકૃષ્ટ પરમ કલ્યાણકારી અને મંગળકારી લાભ પ્રાપ્ત થાય. એ વિષે આપ પરમકૃપાળુશ્રીની ઇચ્છાનુસાર દીનદાસ પ્રત્યે જણાવવાનું થયેથી જાણીશ.
પરમ પૂજ્ય માતુશ્રીના શરીરે હવે પ્રતિદિન સુધારો આવતો હશે. અને શરીરે સારી રીતે સુધારો થયાના | ખબર ઇચ્છું છું. પરમ પૂજ્ય માતુશ્રીને તેમજ પિતાશ્રીને મારા સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય તેમ સુખશાતા ઇચ્છું છું.
પૂજ્યશ્રી માકુભાઇ તરફથી ગઇ કાલે આત્મસિદ્ધિના પાના ૧૧ આવેલા છે. પણ ક્યા ક્ષેત્રે હાલમાં આપ કૃપાળુદેવની સ્થિતિ છે તે જાણવામાં નહીં હોવાથી મોકલી શક્યો નથી, જે માટે ક્ષમાપના ઇચ્છું છું અને જેમ તે પાના મોકલવા આજ્ઞા થશે. તેમ આજ્ઞાનુસાર વર્તીશ. આ લેખકથી કોઇપણ પ્રકારે અવિનય આશાતના અભક્તિ અપરાધ કવા કોઇપણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયા કે આત્માના યોગાધ્યવશાયથી થયો હોય. તો વારંવાર આપ કૃપાળુનાથના પરમ પવિત્ર ચરણકમળમાં સવિનય મસ્તક નમાવી ક્ષમાપના ઇચ્છું છું. | ઘડિયાળી શ્રી ત્રિભોવનભાઇના સરનામાથી પ્રત્યેક દિનને અંતરે લખેલા ત્રણ પત્રો અને આ પત્રની. પહોંચ ઇચ્છું છું.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય. (જવાબ વ. ૭૩૪)
પત્ર-૨૬
ખંભાત - માગસર સુદ ૯, રવિ, ૧૯૫૩ શ્રીમદ્ સદ્દગુરુદેવ સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવની પવિત્ર શુભચરણ સેવામાં શ્રીમદ્ સરુદેવ સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીને અભિનંદન હો ! અભિવંદન હો !
પરમકૃપાથી ભરેલો પરમ પવિત્ર શુભ પત્ર પ્રાપ્ત થયો છે. વાંચી સહર્ષ કલ્યાણકારી લાભ થયો છે. એવી જ રીતે આ દીન પ્રત્યે અહર્નીશ દયા કરશો. જેથી મંગળકારી લાભ થશે એમ તે ઇચ્છે છે.
' આજ્ઞાનુસાર બાપુજીને મોક્ષમાળાની કવિતાઓ મુખે કરવા અને તત્વાવબોધના પ્રથમના પાઠ એટલે ૮૧ પાઠ સુધી વાંચવાનું જણાવ્યું છે. અત્રે લલ્લુજી મુનિની સ્થિતિના વખતમાં તેમના ઉપદેશથી ઘણા જીવોને પરમાર્થ પ્રાપ્ત થવાનું કારણ મળ્યું હતું. બાળ જીવો તો બિચારા બાળા ભોળા છે, અને અસત્સંગથી તેમની સમજણમાં મોટો ફેર થઇ ગયો છે, એમ મારી અલ્પજ્ઞતાથી સમજાય છે.
હે પ્રભુ ! આવા અંધકારના સમયમાં આપ સૂર્ય સમાન મારા સદ્ગુરુ ભગવાન અપ્રમત્તપણે કેસરી સિંહની પેઠે વિચરી એ બિચારા બાળ જીવોના અજ્ઞાનને ક્યારે દૂર થવાનો વખત આવશે ? ઇશ્વર આપને સહાય રહો. અને તે વખત જોવાનો પ્રસંગ મને જલદી પ્રાપ્ત થાઓ.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર પરમ પવિત્ર શુભ સેવામાં પ્રાપ્ત થાય.
૩૧