SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જ હS SS S SS સત્સંગ-સંજીવની પત્રથી જાણ્યો છે. ક્ષેત્રાદિ બદલવાથી ત્યાં ત્યાં પત્ર લખવાનું સિરનામું જાણવા ઇચ્છું છું. મારી - હાલમાં પરમકૃપાળુશ્રીના અનુગ્રહ વડે સત્સમાગમનો જોગ ચાલે છે. અન્યોન્ય દસ બાર મુમુક્ષુઓને તે લાભ થઇ પરમકૃપાળુશ્રીના મુખારવિંદથી થયેલો ઉત્તમ બોધ ચર્ચાય છે. અને જે જેની યોગ્યતા પ્રમાણે તે અમૃતમય વાણીનું પાન કરે છે. પરમકૃપાળુદેવશ્રીએ જણાવ્યા પ્રમાણે આ કાળનું દુષમપણું અને ક્રિયાજડત્વ તેમ શુષ્કજ્ઞાને પ્રત્યક્ષપણે લોકોમાં જોવામાં આવે છે. જે કલ્પિત ક્રિયા અને કલ્પિત જ્ઞાનની ભ્રાંતિથી જનસમૂહને યથાર્થ જ્ઞાન પરિણમવું વિકટ છે. દુરાગ્રહાદિ ભાવથી અને જડત્વપણાથી અંતઃકરણ શુદ્ધિ નહીં હોવાથી, તેમ લોકલજ્જાદિકના પ્રતિબંધ અને લોકાવેશ વિશેષ રહેવાથી લોકોને તે યથાર્થ જ્ઞાનનું પરિણમવું શી રીતે થાય ? તો પણ પરમકૃપાળુની અનંત કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. અને તે દુરાગ્રહાદિ ભાવ લોકોમાં નિર્મળ થઇ નાશ થઇ જાઓ, એજ વારંવાર ઇચ્છું છું. પટેલ લલ્લુભાઇ કે જે નડિયાદ મુકામે આવ્યા હતા તેમણે નમસ્કાર કર્યા છે. આણંદ મુકામે આવેલાં લક્ષ્મીબાઈ કે જેને સુંદરવિલાસનું પુસ્તક આપવામાં આવેલું તે બાઇની વૃત્તિ ઠીક રહે છે અને સત્સંગ પ્રત્યે પ્રીતિ સારી રહે છે. મોક્ષમાળા પુસ્તક તેણે અડધું વાંચ્યું છે, અને બાકીનું વાંચી રહ્યાથી બીજા પુસ્તક વાંચવાની ઇચ્છા રહે છે. તેમજ સત્સંગથી પરમ લાભ થાય છે, એવું પોતાને લાગવાથી પોતાના પતિને સત્સમાગમમાં જવા જણાવે છે કે જેથી સમાગમમાં સાંભળેલો ઉપદેશ તેમને પણ ઉપકારી થાય, પણ તે ભાઇને લોકાવેશ આડો આવવાથી અટકી જાય છે. પરમકૃપાળુશ્રીની કૃપાથી એવો વિચાર રહે છે કે અમુક અમુક બાઇઓને સત્સમાગમમાં સાંભળવા આવવાની ઇચ્છા વિશેષ રહે છે. પણ તેવા કેટલાક કારણોથી તેનો લાભ લઇ શકાતો નથી તે માટે લક્ષ્મીબાઇની સાનિધ્યમાં દિવસનો અમુક વખત બાઇઓનું મળવું થાય અને ત્યાં કોઇ પુસ્તકથી ઉત્તમ બોધ લક્ષ્મીબાઇથી વાંચી સંભળાવવાનું બને તેમ થાય તો ઘણું સારું, જેથી તે ઇચ્છા પ્રભુકૃપાથી ફળીભૂત થાઓ તેમ ઇચ્છું છું. પત્ર-૨૫ ખંભાત - માગસર સુદ ૨, ગુરુ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપી સ્વામીશ્રીને અભિનંદન હો ! અભિવંદન હો ! પરમકૃપાળુ કૃપાનાથ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીજીની પવિત્ર સેવામાં. વિનંતી અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર સવિનય પરમ પવિત્ર પાદાંબુજમાં પ્રાપ્ત થાય. હાલમાં મુંબઇમાં રોગનો ફેલાવો વિશેષ સંભળાય છે, જેથી અન્ને તરફના લોકો દુકાનો બંધ કરીને આ તરફ આવેલા છે. અને શ્રી રેવાશંકરભાઈ કિરણ ગામ રહેવા ગયાનું જણાવે છે. તે દરમ્યાન આપ પરમકૃપાળુશ્રીનું મુંબઇ તરફ પધારવું થાય તે મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી ઠીક લાગતું નથી. આમ જણાવવાનું પણ યોગ્ય નથી, કારણ કે આપ તો સર્વજ્ઞ છો, સર્વભાવ જાણી, દેખી રહ્યા છો. સમયની વાત આપના અંતઃકરણમાં રમી રહેલ છે. છતાં મારી મતિની ન્યૂનતાથી અને પ્રશસ્ત રાગથી જણાવવું થયું છે. જે માટે પુનઃ પુનઃ ક્ષમાપના ઉO
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy