SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ E) સત્સંગ-સંજીવની હS SERS SMS () અનુભવ થાય છે તેમ ચૈતન્ય રસનો અનુભવ થાય છે ? એ વાત શું સત્ય હશે ? તેનો શી રીતે અનુભવ થતો હશે ? માટે હે પ્રભુ ! તેનો અનુભવ મને કરાવો. અગ્નિની ઉષ્ણતા, હીમની ઠંડક, મરચાની તીખાશ, મીઠાની ખારાશ, સાકરની મીઠાશ આદિ ચક્ષુએથી જોઇ શકાતી નથી પણ તેનો ઉપયોગ કરવાથી સ્પષ્ટ અનુભવ થઇ શકે છે, તેમ હે નાથ ! મને આત્માનો અનુભવ કરાવો. - જે ગામ વિશેષ ઉપાધિવાળું છે તે ઠેકાણે વૃત્તિ મંદ પડે તેમ તો અવશ્ય માનવાનું કારણ મળે છે. તે વાત આપ કૃપાળુશ્રીએ વ. ૭૦૬ માં લખેલ તે કેવળ સત્ય છે. લીંબડી કરતાં આંહી વૃત્તિ મંદ છે ને જો મુંબઇ ગયો હોત તો શું ખબર પડે કે શું યે થાત. તે કાંઇ કહી શકાતું નથી. જ્યાં જેવું કારણ મળે ત્યાં તેવું કાર્ય બને છે. એક બંદૂક હાથમાં લીધી હોય તો કોઇ જીવ ઉપર છોડવાનો વિચાર ન છતાં કોઇ પક્ષી બેઠું હોય તો તેના ઉપર તાકવાનો વિચાર આવે છે. એટલું જ નહીં પણ ખંભે ચડાવી નિશાન તરીકે માંડી જોવાય છે તે સ્પષ્ટ છે તેમજ આ સંસારનો વ્યવસાય અનિત્ય છે એમ જાણ્યા છતાં તેમાં પડાય છે એટલે હું નિરાળો નથી, પડેલોજ છું. તેમાંથી નિકળવું ઘણું કઠણ પડે છે. પુષ્ય ચંદન આદિના પ્રસંગથી તે સુગંધમય કરે છે ને દુર્ગધથી દુર્ગંધમય કરે છે. તે પુદ્ગલિક કારણ છતાં આત્માને ખેંચે છે. તેનામાં બિલકુલ ખેંચવાની શક્તિ નહીં છતાં આત્મા તેમાં ઉછળીને પડે છે ને તેના પ્રવાહમાં તણાય છે. તે અજ્ઞાન જ છે. માટે તેમાં તલ્લીનતા ન થાય તેમ મને બચાવો. ગૃહવાસમાં રહ્યા છતાં કોઇ કહેશે અમે લેખાતા નથી એ વાત શું સત્ય હશે એ વિચાર કરતાં કોઇ રીતે સાચી હોય એમ લાગતું નથી. શ્રી વીર પરમાત્માનું આપે આપેલું દૃષ્ટાંત (વ. ૫૧૬) માં તે યાદ આવે છે. તેવા મહાજ્ઞાની પુરૂષને પણ સંસારનો ત્યાગ કરવો પડ્યો છે તો આ જીવે સંસારમાં રહીને મોક્ષ ઇચ્છવો એ નહીં બની શકે એવું જ કાર્ય છતાં તેને અમારે કરવું છે તે કઇ રીતથી થઇ શકે ? માટે આ સંસારનો વ્યવસાય ઓછો કરવાનું, તેનાથી છૂટવાનું, તેનો જે ગળે ફાંસો બેઠો છે ને તેમાં લટકું છું, તેનાથી મને છોડાવો. (જવાબ વ. ૭૨૬) પત્ર-૧૦૩ શ્રી વવાણિયા બંદર તરણતારણ, અધમોધ્ધારણ, પતિતપાવન, સકળજ્ઞાયક, પરમપૂજ્ય, મહોદય ! શાંતિ કારક ! ચિંતામણી! સકલ શંકા નિવારક ! વિદારણ ! સ્વામી શ્રી ૧૦૦૮ શ્રી રાજચંદ્ર દેવ સદાય જયવંત વર્તો. મોરબીથી લિઃ આજ્ઞાંકિત અનુચર ધારશીભાઇ કુશળચંદના વારંવાર પ્રણામ સં. ૧૯૪૮ ની સાલમાં પત્રદ્રારાએ (વ. ૩૭૩માં) જે ઉપકાર આપે ફરમાવ્યો છે તેની નકલ આ સાથે સેવામાં મૂકું છું. તે સંબંધી જો કાંઇ વિશેષ ઉપદેશવું હાલ યોગ્ય જણાય, તો તે ધ્યાન ઉપર લેવા અતિ નમ્રતા અને સવિનય સહિત વિનંતી કરું છું. આપે જણાવેલું કોઇ વાક્ય તો શું પણ તમામ વચનામૃત પરમોત્કૃષ્ટ ફળના કારણ છે, એ વાત નિશ્ચયપણે લોકસંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞાએ અથવા તો તેની બહાર જઇને પણ ધારણા છે. અથવા નિશ્ચયપણાને લીધે લોક સંજ્ઞા અથવા શાસ્ત્ર સંજ્ઞા ના પાડે તો પણ નિશ્ચયપણું ખસી શકે એવું નથી. વળી એ નિશ્ચયપણાની જે ધારણા છે ત્યાં આગળ બીજું કાંઇ પણ શમાવવા અવકાશ નથી. આણાએ ધમ્મો,’એ વાક્ય અનવકાશ ધરાએલું છે. અપટ, અણસમજુ, બુદ્ધિહીન એવો જે હું તેને વખતે વખતે કંઇ પણ મારની જરૂર છે. જ્યાં મારના ૧૦૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy