SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSSSS સત્સંગ-સંજીવની ) (3) (SSI) લિઃ અજ્ઞાન બાળકનું પાયેલાગુ સ્વીકારશો. (જવાબ વ. ૪૨૩) પત્ર-૧૦૨ મું. વવાણીયા - ૧૯૫૩ પૂજ્યપાદ કૃપાસિંધુ શ્રી સદ્ગુરૂદેવ રાયચંદ્ર પ્રભુની પવિત્ર સેવામાં ભાવનગરથી અલ્પજ્ઞ બાળક કેશવલાલ નથુભાઇના સહજ આત્મસ્વરૂપે વંદણા નમસ્કાર સ્વીકારશો. આપ કૃપાવંત પ્રભુનું પતું ગઇકાલે ટપાલમાં મને મળ્યું. વાંચી તેનો ભક્તિભાવે વિચારવામાં આવ્યો. આપ કૃપાળુ ગુરૂની કૃપાનો કાંઇ પાર પામી શકું તેવું તો શું પણ કિંચી– વિચારમાં લાવી શકું એવી મારી બીલકુલ દશા નથી. આપ વખતો વખત જે બોધ આપો છો અથવા આપના તરફથી જે મને મળે છે તેનું વર્ણન તો શું પણ વિચાર કરવાને મારી બીલકુલ તાકાત નથી. | હે પ્રભુ ! જ્ઞાનીની દયા અનંત છે ને તેના આશ્રયે સર્વ જીવ દયાને પાત્ર છે. સત્તાહિન મહાદીન એવો અનાથ દયાને પણ પાત્ર ગણાતો હોય એમ મને તો બિલકુલ સંભવ નથી. જ્યાં હું મારી વૃત્તિને તપાસું છું ત્યાં એકે ઇન્દ્રિય ઉપશમ પામી હોય એમ ભાસતું નથી. જીવા સ્વાદને ચાહે છે, ચક્ષુ દ્રશ્ય પદાર્થને રૂપ રંગ આદિને, નાસિકા સુગંધને, કર્ણ રાગ - રાગિણીને, ત્વચા કોમળ સ્પર્શને ચાહે છે, એમ જ્યાં જોઉં છું ત્યાં એકે ઇન્દ્રિય મંદ પડી હોય એમ જણાતું નથી પણ તેના વિષયમાં તલ્લીન લાગે છે. ત્યાં કર્મને ઘટવાપણું કઇ રીતે થઇ શકે એ કોઇ પણ પ્રકારે સૂઝતું નથી. માટે હે પ્રભુ ! ઉપરના વિષયમાં મારો આત્મા પ્રવર્તે નહીં તેમ કરો. - તૃષ્ણાનો પ્રવાહ જબરજસ્ત છે. તેનાથી છૂટવું ઘણું જ મુશ્કેલ છે. તે માઇના પૂત કોઇક જ છૂટતા હશે. મારા જેવો અજ્ઞાની તેમાંથી છૂટવાને બદલે ઉલ્ટો તેના પ્રવાહમાં તણાતો જાય છે તો પછી મુમુક્ષતા કેમ કહેવાય. હાલ હું તો જ્યારે વિચારું છું તો મને બિલકુલ કોઇ પ્રકારનું કાંઇ ભાસતું નથી, મારામાં મુમુક્ષતા દેખાતી નથી. જ્યાં સુધી દેહમાં તૃષ્ણા રહે છે. દેહને બચાવવાનો, દેહને નિભાવવાનો ને તેને લઇને દેહ સંબંધી કુટુંબનું પ્રતિપાલન કરવાની વૃત્તિ રહ્યા કરે ત્યાં સુધી આત્મા વિષે વિચાર જ શું કરવા આવે. ભોગ પ્રત્યે અનાસક્તિ આવવી જોઇએ અથવા તો લાવવી જોઇએ. તે હાલ તો લક્ષમાં જ આવતું જણાતું નથી. | હે નાથ ! મારો આત્મા સવળો ક્યારે થશે ? હું તો અશક્ત છું. પણ અશક્તને શક્તિવાન લોકો મદદ આપે છે. તો મેં પણ શક્તિવાળા પુરૂષને જોયા છે. અથવા તેની પાસે મારી દીનતા ગાઉ છું. એટલે તેમની પાસે મારૂં રૂદન જારી રાખ્યું છે. તો તેમને દયા આવી મને કોઇ પ્રકારથી બચાવવાનું રાખશે. આત્મા આત્મભાવને વિચારતો નથી પણ અન્યભાવને વિચારે છે. પણ તે વિચારવું એવું નથી કે તેથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. પણ ઉલ્ટો અન્ય ભાવમાં લુબ્ધાય છે માટે મને તેનાથી બચાવો. અન્યત્વ ભાવના વિષે બિલકુલ વિચાર જ કેમ નહીં આવતો હોય ? તે વિચારીને તેમાં જે લુબ્ધ થયેલો આત્મા અલગ કરવો તે વાત સમજે શું કરવા ? માટે હજુ કેટલી ભવભ્રમણતા કરવાની હશે તે વિચારદશામાં મને દોરવો. અહંતા મમતાદિકનો ત્યાગ ક્યારે થશે ? તે શું કારણથી વિચારમાં નથી આવતું ? માટે તે ઉપર વિચાર આવ્યા કરે ને તે નિર્મળ થઇ જાય એમ બતાવો. આત્મરસ તે શું હશે ? શું બીજા રસનો સ્વાદ છે તેમ આ આત્મરસનો પણ સ્વાદ હશે ? બીજા રસનો ULTS ૧૦૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy