________________
GSSS સત્સંગ-સંજીવની GSSSSS
જે કર્યા કરે તે જેમ તૃષાતુર રહે તેમ જે પ્રત્યક્ષ સદ્ગુરૂને યોગે પરોક્ષ જિન પ્રત્યે આગ્રહ કરે તે આત્મબ્રાંતિ યુક્ત રહે. પરોક્ષ જિનનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી, અને પોતાની પૂજ્યતા રહે છે. અને પ્રત્યક્ષ સદ્ગુરૂની આજ્ઞાએ વર્તવામાં જીવને પોતાનું માન મોડવું પડે છે. અને પૂજા સત્કારાદિ ગાળવા પડે છે. એ આદિ જીવને ન્યૂનતા થાય છે. તે સહન નહીં થવાથી પણ જીવ પરોક્ષ જિનને ગ્રહે છે.
આ ઠેકાણે જિનનું ચૂનપણું કહેવાનો હેતુ નથી, પણ પ્રત્યક્ષ ઉપકારીને છોડી જે પરોક્ષને ગાય છે એવા અનધિકારી જીવને તેની ભૂલ દર્શાવવાનો હેતુ છે. આ ને આ ભૂલે જીવ પ્રત્યક્ષ આત્માર્થ ચૂકે છે. જેથી એમ કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગરૂ જેવા પરોક્ષ જિન પણ ઉપકારી નથી, અને એવો લક્ષ કર્યા વિના જીવને આત્મવિચાર ઊગે નહીં. કેમકે પોતાને વિષે પ્રત્યક્ષ સરૂને નહીં આરાધવારૂપ માન વર્તે છે અને તેજ આત્માર્થને રોકનાર છે.
- “ષષ્ટિશતક”- માં ગુરૂને શિષ્ય પૂછયું કે હે ભગવન્! તીર્થકર જેવો બીજો કોઇ પણ ઉપકારી હશે? ત્યારે ગુરૂએ ઉત્તર આપ્યો કે સદ્ગુરૂ કહે છે - દશવૈકાલિક સૂત્રમાં એમ કહ્યું છે કે કોઇ પણ સદ્ગુરૂના ઉપદેશથી કોઇ મુમુક્ષુ કેવળજ્ઞાન પામે અને સદ્ગુરૂ તથારૂપ કર્મયોગથી છદમસ્થપણે હોય તો પણ તે કેવળી સરૂનો વિનય - વંદનાદિ કરે. કેમકે તેના પ્રત્યે તે સદ્ગુરૂનો મહત્ ઉપકાર છે. જે કેવળી ભગવાન તીર્થંકરને વંદન ન કરે અથવા બીજા કેવળીને વંદન ન કરે તે કેવળી પણ છમસ્થ એવા પણ ઉપકારના કરવાવાળા એવા પોતાના સરૂનો વિનય કરે, નમસ્કારાદિ કરે.
એ પ્રકારે જિને પોતે જ ઉપદેશ્ય છે. ઠામ ઠામ જિનાગમમાં આ ઉપદેશ કહ્યો છે. પણ તથારૂપ સરૂના અભાવવતુપણાથી તથા પોતાની કલ્પનાએ વર્તનારા ઉપદેશકોથી મૂળ વિનયમાર્ગ અને આત્માર્થની રીતિ લુપ્ત થઇ છે. ત્યાં બાળ મુમુક્ષુને તે જાણવાનો વખત ક્યાંથી આવે? તેવો મૂળ વિનય માર્ગાદિ લોપાવાનું પ્રત્યક્ષ ફળ દેખાય છે. પ્રાયે આત્મજ્ઞાન લોપ થયું છે. વર્તમાન જીવોના ઉપકારને અર્થે આ વિનય માર્ગ વિસ્તારથી સમજાવવા યોગ્ય છે. તથાપિ અત્રે તો તેનો સંક્ષેપ પ્રસંગ લેવો યોગ્ય ભાસે છે.
દશમા દુહામાં જે કહ્યું છે તે જિનનું ન્યૂનપણું દર્શાવવા કહ્યું નથી. પણ જીવને યથાતથ્ય વિનયમાર્ગ સમજાવા કહ્યું છે, એમ જીવને લક્ષ રહેવા અને સદ્ગુરૂના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ પણ સમજાતું નથી એમ લક્ષ થવા જણાવે છે.
સદગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ”.....ગાથા.૧૨ આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ,
છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” શ્રી સદ્દગુરૂએ છ પદ કહ્યાં ત્યાં શિષ્યને શંકા થાય છે કે -
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ !
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ” સંક્ષેપ અર્થ:- જીવ જોવામાં આવતો નથી, તેનું કંઈ પણ સ્વરૂપ જણાતું નથી, સ્પર્શાદિથી પણ જીવ હોવાનો અનુભવ થતો નથી તેથી જીવ નથી એમ હે પ્રભુ, ભાસ્યા કરે છે.