SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ GિRESS સત્સંગ-સંજીવની RSS - 2 પૂછયાં પ્રશ્ન પ્રભુ પ્રત્યે, શંકા થઈ સમાશ; અન્ય મુમુક્ષુ કારણે, તેનો કરૂં પ્રકાશ. સંક્ષેપ અર્થ:- તે પ્રભુ પ્રત્યે મેં જે પ્રશ્નો પૂછયા અને જે પ્રશ્નના સમાધાન થઇ મારી શંકાઓ શાંત થઈ, અર્થાત્ નાશ પામી તે બીજા મુમુક્ષુ - જનના હિતાર્થે અહીં પ્રકાશ કરૂં છું. આ શ્રી સદ્ગુરૂના લક્ષણ કયાં ? ‘લક્ષ જેમનો નિજ પદે, વિચરે કર્મ પ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, નિઃસ્પૃહ સદ્દગુરૂ યોગ્ય. સંક્ષેપ અર્થ:- જેમને લક્ષ નિજપદ એટલે શુધ્ધ આત્મસ્વભાવમાં વર્તે છે અને જે પૂર્વ કર્મના ઉદયમાત્રથી જગતમાં વિચરે છે, અર્થાત્ જેને બીજી કશી જગત સંબંધી કલ્પનાથી વિચરવું નથી, જેની અપૂર્વ વાણી છે, અર્થાત્ આત્માદિ ભાવોને અપૂર્વ દૃષ્ટાંતાદિથી જે ઉપદેશે છે તથા પરમકૃત એટલે ષ દર્શનના રહસ્યને જે જાણે છે, તેમ છતાં જે સ્પૃહારહિત અર્થાત્ શિષ્યાદિ કરવાની પણ કામનાવાળા નથી કે દ્રવ્યાદિ કામનાવાળા નથી, એવા જે પુરૂષ છે તે સદ્ગુરૂ પદને યોગ્ય છે, અર્થાત સદ્ગુરૂના એ સંક્ષેપમાં લક્ષણો છે. જો સરૂના ઉપદેશ વિના જીવનું કલ્યાણ થતું હોય તો પછી શાસ્ત્રનો પરિચય કરવો નિરર્થક છે. એવી આશંકાનું સમાધાન કરે છે. આત્માદિ અસ્તિત્વના.....ત્યાં આધાર સુપાત્ર”. ૧૩ અથવા સદ્દગુરૂએ કહ્યાં.....કરી મતાંતર ત્યાજ. ૧૪ સંક્ષેપ અર્થ:- આત્માનું અસ્તિત્વ નિરૂપણ કરનારાં, તેનું નિત્યપણું નિરૂપણ કરનારાં, તેને જે કારણથી બંધ વર્તે છે, તે નિરૂપણ કરનારાં, અને તે બંધની યથાર્થ નિવૃત્તિને નિરૂપણ કરનારાં એવાં જે સત્શાસ્ત્ર છે, તે જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરૂની પ્રાપ્તિ થઇ ન હોય ત્યારે સુપાત્ર જીવને વિચારવાને આધારભૂત છે. અથવા સદ્દગુરૂની પ્રાપ્તિ થયે તેમની આજ્ઞા જો અમુક શાસ્ત્ર અવગાહવા માટે થાય તો તે શાસ્ત્ર મતાંતર છોડી દઇને વિચારવા યોગ્ય છે. શાસ્ત્ર કરતાં પ્રત્યક્ષ સદ્ગુરૂના વચનનું અને પર્યુષાસનનું બળવાનપણું કહે છે.:- . ‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સંક્ષેપાર્થ:- પૂર્વે જે ઋષભાદિ જિન થયાં છે, તે તો વર્તમાનકાળમાં પરોક્ષ છે. તેથી તેમનાં વચન તો માત્ર શાસ્ત્રદ્વારા પ્રાપ્ત થાય છે. અને તે વચનનો આશય જીવ પોતાની કલ્પનાનુસાર સમજે છે, તેને શાસ્ત્ર રોકી શકતાં નથી. તેમજ શાસ્ત્રાદિથી જિનનું સ્વરૂપ પણ કલ્પિત જેવું પોતાને સમજાય છે. અથવા જિનના બાહ્યપણામાં જિનની માન્યતા થાય છે, અથવા પૂર્વાપર શાસ્ત્રની સંધિ નહીં સમજાવાથી એકાંતદષ્ટિ થાય છે. એજ વિશેષ શાસ્ત્રનું અવગાહન થાય તો પ્રાયે ઉન્મત્તતાદિ થાય છે. તે પણ શાસ્ત્ર રોકી શક્તાં નથી. તે તો પ્રત્યક્ષ સગુરૂ હોય તે રોકી શકે અને જિનનું તથા આત્માનું યથાર્થ સ્વરૂપ પણ તે સમજાવી શકે અને શુધ્ધાત્મપદને વિશે સ્થિતિ પણ કરાવે. માટે પરોક્ષ એવા જે જિન તે કરતાં પણ પ્રત્યક્ષ સરૂનો ઉપકાર મોટો છે..પરોક્ષ જિનનો ઉપકાર સદ્દગુરૂ સમાન નહીં. પૂર્વે જિન પ્રત્યક્ષ મલ્યા ત્યાં પણ પરોક્ષ જિનની આસ્થા રાખી તેથી આ જીવને ઉપકાર થયો નહીં. તેમજ વર્તમાનમાં તેમના પરોક્ષપણામાં પ્રત્યક્ષ સગુરૂની ઉપેક્ષા કરી પરોક્ષ જિનને ગ્રહવા જઇશ. તો હે જીવ!તને ઉપકાર નહીં થાય. જેમ પ્રત્યક્ષ સરોવરનું જળ છોડી દઇ કોઇ ઠેકાણે પૂર્વે સાગર હતો તેનું વર્ણન ૬૫.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy