SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ IS DESIRES સત્સંગ-સંજીવની ) SIXAKO () અતિશય રસ પ્રાપ્ત થતો. તેથી સ્વાર્થમય બની તે સાંભળવા સિવાય બીજું ભાન ભૂલી જતો. એટલે લખી શકતો નહિ. હવે પ્રસંગોપાત લખવાનું ધ્યાનમાં રાખીશ. ૨- આપની અહિં આવવાની ઈચ્છા હશે એવું ધારી મારા આવ્યા પહેલાં માતુશ્રીજીએ પરમપૂજ્યશ્રીને કહેલું, પણ તેઓએ અનુમોદન આપ્યું નહોતું. મારું અહિં આવવું થયું તે વખતે મેં આજ્ઞા માગેલી તે પણ વૃથા થઈ. પાછું ફરીથી આજે પૂછયું તો પણ તેમજ લાગતાં જરા ખેદવાળું મનને લાગ્યું. ૩- આનંદઘનજીની ચોવીશી વિષે ભૂલી ગયો નથી. વાંચું છું. પણ ઈચ્છા એમ રહે છે કે તેના અર્થ પરમપૂજ્યશ્રી તરફથી લખાય તો સારું. પ્રયાસ કરું છું. ૪- ચિત્રપટનો ટપાલખર્ચ વિશેષ આવે તેમ હોય તો રેલ્વે પાર્સલથી મોરબી રેવાશંકરભાઈના નામથી મોકલાવશો. પત્રનો ઉત્તર તુરત ન લખવાનું કારણ પરમપૂજ્યશ્રીના આવાગમનનું અનિર્ણિતપણું હતું. તેમજ કંઈ પ્રમાદનું પણ પ્રાબલ્ય હતું ખરું. સત્સંગી સર્વ ભાઈઓ પ્રત્યે મારા નમસ્કાર પહોંચે. આપની વતી પૂ. શ્રી માતુશ્રી તથા પૂ. પિતાશ્રીને પ્રણામ કહેલ છે. મનસુખના નમસ્કાર. પત્ર-પ૬ ૐ શ્રી સરૂ પરમાત્માને નમઃ આપે આપ ભૂલાય આત્મા, આપે આપ ભૂલાયા રે, જલકી મછીયાં જલકું ઢંઢે, જનમ જલમેં પાયા રે, મરના ફરના સબહી જલમેં, જલમેં જંગ મચાયા રે .... આપે આપ ભૂલાયા. આ મહાશય ! કાવ્યકારે સ્વસ્વરૂપના વિસ્મરણ કરનાર આ પામર આત્માને માટે જે કથન કહેવું જોઈએ તે કહ્યું છે. સ્વવૃત્તિના અનુયાયી આ આત્માનો વાતમાં ને વાતમાં પ્રાપ્ત થયેલ ભવ હરાઈ જવાની શરૂઆત થયાને ઘણો કાળ થયો છે. છતાં દુ:ખનો અંત આવે એવા પ્રાપ્ત થયેલ યોગનો ઉપયોગ જે રીતિએ શ્રી આનંદધનજી મહારાજ પ્રથમ સ્તવનને વિષે કહે છે તે પ્રમાણે કરતો નથી. એથી વિશેષ આશ્ચર્ય બીજું નહિ હોય એવું આ પામર જીવને લાગતું નથી, એના જેવું કેવું આશ્ચર્ય ? નહિ તો પારસ અરૂ સંતમેં, બડો અંતરો જાન, વહ લોહા કંચન કરે, યહ કરે આપ સમાન. એ કથન શ્રી અનાથદાસનું સિદ્ધ જાણી શ્રધ્ધ જ શ્રદ્ધા સમ્યકત્વની ઈચ્છા કેમ ન થવી જોઈએ ? આપની પાસેથી જે ગ્રંથો લાવ્યો છું તે અને બીજા અહિં છે તે વાંચવાનું બને છે. “પરમકૃપાળુશ્રી લખે છે કે શ્રી આનંદઘનજી મહારાજના કરેલા ચોવીશ સ્તવનો નિત્ય મનન કરવા જેવા છે. તેનો ટબો ભરેલો તે પરથી શુદ્ધ ભાષામાં અર્થ લખવાનો પરિચય રાખવાથી સ્તવનોનું વધારે મનન થશે.” આ પ્રમાણે કરવા ઈચ્છા રહે છે. પણ ગહનતા જોઈ જીવ પાછો પ્રમાદ કરી જાય છે. અવસરે ચિ. પોપટની ઈચ્છા પૂર્ણ થાય એમ ઈચ્છું છું. ત્યાં આગળ હાલ શું વાંચવાનું રહે છે તે જણાવશોજી. સર્વ આત્માર્થી ભાઈઓ પ્રત્યે નમસ્કાર પ્રાપ્ત થાય. લિ. અલ્પજ્ઞ મનસુખના નમસ્કાર. ૨૬૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy