SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની વ. ૮૬૯ મુંબઈ સમાચારના આર્ટિકલના સંબંધમાં આપે બે વખત લખ્યું. તે સંબંધમાં જણાવવાનું કે ખીમજી કરીને જે માણસ લખનાર છે તેને હું સારી પેઠે ઓળખું છું. અમુક પ્રકારે પોતાનું નામ પ્રસિદ્ધિમાં મૂકવાના હેતુથી આટલો ગડબડાટ કરી મૂક્યો છે. વ્યાજબી વાત તો એમ હતી કે એ શંકાનો ખુલાસો અનુભવીને પૂછીને પ્રો. જે. કોબીને મોકલવો જોઈતો હતો. અને ત્યાર પછી પ્રસિદ્ધિમાં મૂક્યો હોત તો કંઈ પણ ઠીક. એ બાબત એવી છે કે જેના ઉપર વિશેષ ચર્ચા થવાની અગત્ય જ નથી. પરમકૃપાળુનાથશ્રીએ આજથી ત્રણ ચાર વર્ષ પહેલા એ શંકાનું સ્થાન છે એમ જણાવી મને ખુલાસો પણ કર્યો હતો. જે હાલમાં મને સ્મરણમાં નથી. એ વાત લોકના પ્રવાહથી છે અને તેમાં પરમકૃપાળુનાથશ્રી તરફથી કંઈપણ ઉપગાર થવો સંભવિત નથી. કારણ કે તેઓ એ પ્રવૃત્તિને અજ્ઞાનવત્ બોધે છે. શરીર પ્રકૃતિ હવે સારી થતી જાય છે. હવે શ્રી આત્માનુશાસન ભાષાંતર પૂરું કરી નાંખીશ. સર્વ મુમુક્ષુભાઈઓને મારા પાયલાગણ કહેશો. હિતશિક્ષા ઈચ્છું છું. પ્રસંગોપાત જ્ઞાનચર્ચા પત્ર દ્વારાએ થાય એવો ક્રમ રહે તે વિશેષ ઉપકારી થાય. રાજકોટથી શુકલ બારિસ્ટરને ત્યાં. લિ. અલ્પ મનસુખ રવજીભાઈના પાયલાગણ. પત્ર-૫૪ શ્રી સદ્ગુરૂ પરમાત્માને નમઃ આપનું પત્તું એક આજે પ્રાપ્ત થયું છે. ચિત્રપટ ઓઈલ પેઈન્ટીંગનું કરાવ્યું છે તે હાલ અત્રે ન મોકલશો. પરમકૃપાળુનાથશ્રીની સ્થિતિ અલ્પ અને અનિયત અત્રે થવા સંભવે છે. ઘણું કરી આવતીકાલે અત્રેથી વિદાય થઈ ઈડર જવા વિચાર રાખું છું. શ્રી આત્માનુશાસન ગ્રંથનું આજે લગભગ ૯૫ શ્લોકોનું ભાષાંતર સંપૂર્ણ થયું છે. આવતીકાલે સો શ્લોકોનું થશે એટલે આપને મોકલવાનું કરીશ. જે આપ વાંચી સુધારવાનું બને તો કરશો. શ્રી દ્રવ્યસંગ્રહની પ્રત બનતા સુધી મોકલાવીશ. દ્વાદશાનુપ્રેક્ષાનું પુસ્તક બને તો વળતી ટપાલે મને અત્રે મોકલશો. વાંચવાની રુચિ છે. જો બને તો વિગત સહિત એકાદ દિવસમાં લખીશ, પરમકૃપાળુનાથશ્રી સુખવૃત્તિમાં અત્રે બિરાજે છે. વિવાણિયા મનસુખના સવિનય પ્રણામ પત્ર-૫૫ સુજ્ઞભાઈ આત્માર્થી અંબાલાલ આદિ પ્રત્યે અત્રે શ્રી પરમાત્માના અનુગ્રહથી સુખવૃત્તિ છે. આપનું પત્ર એક પ્રાપ્ત થયું છે. પરમપૂજ્યશ્રીજી હાલ ઈડર તરફ ન જતાં ગઈકાલે અત્રે સુખવૃત્તિથી પધારેલા છે. મારા સુભાગ્યે તેમના તરફનો બોધ હું પ્રાપ્ત કરી શકું તેવી સ્થિતિ મને પ્રાપ્ત થઈ છે. આપના પત્રનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે. જે વખતે ખંભાત ત્યાં મારી સ્થિતિ હતી તે વખતે મેં તેમના બોધની સ્મૃતિ યથાશક્તિપૂર્વક લેખ કરી લઈશ એમ કહેલું. પરંતુ જ્યારથી મારું અત્રે આવવું થયું છે ત્યારથી અત્રૂટક રહેવું પરમપૂજ્યશ્રીના સત્સમાગમમાં થયું નથી. અને જેટલા વખત રહેવું થયું તેમાં ગચ્છાદિક સંબંધી ઘણા પ્રશ્નોત્તર થતાં, તે મને જો કે ઉપયોગી લાગતા. તથાપિ તે ટૂંકામાં નોંધ કરી લેવા બહુ ઉપયોગી છે એમ મને લાગતું, અને જે જ્ઞાન સંબંધી બોધ થતો તે સાંભળતાં, તેમાં ૨૬૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy