________________
સત્સંગ-સંજીવની
જિન થઇ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે;
ભૂંગી ઇલીકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.
વાંચવાનું વિચારવાનું, કહેવાનું વગેરે જે કાંઇ છે તે સત્પુરૂષના ચરણકમળમાં છે. પ્રત્યક્ષ મૂર્તિમાન સત્પુરૂષથી જ કલ્યાણ છે.
મોહાદિકની ઘુમી અનાદિની ઉતરે, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે; તત્વ રમણ શુચિ ધ્યાન ભણી જે આદરે, તે સમતા રસ ધામ સ્વામિ મુદ્રા વરે હો લાલ, સર્વત્ર સમભાવ વર્તે એ જ ઇચ્છું છું. મૂળ જ્ઞાન થયા પછી પણ મહાત્માઓને ત્રણ યોગની ક્રિયાઓ કરતાં દેખીએ છીએ તે કોઇ અદ્ભુત વિચારણાનું સ્થળ છે.
સત્પુરુષની કૃપાદષ્ટિ દષ્ટિગોચર નથી. એજ લિઃ પોપટ
પત્ર-૧૮
અમદાવાદ
વૈશાખ સુદી, ૧૯૫૯
ઉપાધિયુક્ત જણાતાં છતાં શ્રીમદ્ રાજચંદ્રના સહજ સમાધિભાવને અત્યંત ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર, જનકવિદેહીનું ચરિત્ર વિચારવા યોગ્ય છે. પરમ નિર્વિકલ્પ દશા જણાવનાર જિનમુદ્રાને અત્યંત ભક્તિભાવે નમસ્કાર પ્રાપ્ત થાય.
ગુરૂકૃપાએ જાણેલો પડદો, બે સાધનથી સહજ ખસી પરમ શાંતિ આપે તેવું લાગે છે. તે સાધન પ્રત્યક્ષ મૂર્તિમાન સત્પુરુષ અને સર્વસંગ પરિત્યાગીપણું, તેમાં પ્રથમના સાધનનો અભાવ દેખાય છે. જે ખેદરૂપ થાય છે. ખેર ! પણ જો, સત્સંગનું સેવન અપૂર્વ ભાવે થાય તો ખચિત જય થાય એમ લાગે છે. 13) લિ. પોપટ
શ્રી ચંદ્રપ્રભુ ચરણાય નમઃ
પત્ર-૭૯
મુ. વઢવાણ કાંપ, ૧૧-૯-૧૯૦૦
પૂજ્ય મુરબ્બી ભાઈ અંબાલાલભાઈની સેવામાં
F
આપના પત્તા વિષે વિશેષ વિચાર થતાં પ્રભુશ્રી (કૃ.દેવનું) શ૨ી૨ અતિ ક્ષીણતાને પામ્યું જણાય છે, અને તે મનને ભયંકર લાગે છે. માટે કૃપા કરી આપ તેમની પ્રકૃતિની ખબર તુરત આપશો. હરસની પીડા કેવી છે ? અનાજ કેટલું લેવાય છે ? દૂધ કેટલું લેવાય છે ? અને દવા કોની લીધામાં આવે છે ? શરીરનું વલણ સુધારા પર છે કે કેમ ? જરૂર આટલી કૃપા કરશો. પરમ વીતરાગ અવ્યકત શુદ્ધ ચૈતન્યને ભજતાં તે પરમયોગી શ્રી સદ્ગુરૂના ચરણમાં આ બાળના નમસ્કાર પુનઃ પુનઃ પ્રાપ્ત થાય. સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં દૃષ્ટારૂપ તે સ્વયંભૂ સ્વચૈતન્યની સત્તાની ઉજવળતાથી અન્યની પણ વિભાવતાને નાશ કરતા મહાન્ યોગિન્દ્ર જ્યાં વિચરે છે તે ભૂમિને નમસ્કાર કરૂં છું. અને તેમની સેવામાં રહી પરમ ચૈતન્ય સ્વરૂપને ઉપાસતાં એવા સર્વ ભાઈઓ તથા બહેનોને પુનઃ પુનઃ નમસ્કાર કરૂં છું.
૨૮૪