________________
0 ડિE STORE) સત્સંગ-સંજીવની GIR SER SA) ()
સ્થળે સ્થિતિ કરવાની ઇચ્છા હોય તો હું ત્યાં આગળથી આવીને તજવીજ કરૂં.
હે પ્રભુ ! ગામથી દૂર એવું કોઇ સ્થળ નિવૃત્તિને અનુકૂળ આવવાનું ઠીક ગણાય એમ પૂછાવ્યું પણ છે દયાળુ દેવ, મારી અલ્પજ્ઞતાથી એમ લાગે છે કે યાત્રાના સ્થળ સિવાય અન્ય સ્થળ હોવાનો સંભવ ઓછો રહે છે. કદાપિ શહેરથી થોડે દૂર વખતે કોઇ શ્રીમંતે હવાની અનુકૂળતા માટે બંધાવેલું હોય, પણ ગામડાની નજીકમાં, તેવી સગવડ ઓછી રહે છે. વળી ત્યાં મંદિરાદિ હોવાથી દર્શનાદિ કારણે લોકોની અવરજવરનો સંભવ છે.
આ વાત હાલ અચર્ચિત રાખવાની પવિત્ર આજ્ઞા થવાથી સમાગમવાસી મુમુક્ષુઓમાં વિશેષ ચર્ચિત કરી નથી. અને પધારવાની કૃપા થશે એમ તો સૌ મુમુક્ષુઓ જાણે છે. જેથી બીજા મુમુક્ષુઓને પધારવાની વાત જણાવવી ? સાથે આવવાનું કહેવું ? એ વિષે પણ મકાનની અનિશ્ચિતતા હોવાથી કેમ કરવું એ વિચાર થાય છે.
તે માટે જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તવાનું કરીશ. પરમકૃપાનુગ્રહથી ભરેલો પવિત્ર પત્ર શ્રાવણ સુદ૧૨નો લખેલો અત્રે શ્રાવણ સુદ પૂનમે ટપાલવાળા તરફથી મળ્યો છે. બે દિવસ મોડો મળવાનું કારણ કાંઇ સમજાયું નહીં. પત્ર લાભ એકાદ દિવસ વહેલો પ્રાપ્ત થવા ઇચ્છું છું. જેથી આણંદ પધારવાના એક રાત અગાઉ મારું આવવાનું બની શકે.
કોઇ પ્રકારે અવિનયાદિ કારણથી કે સ્વચ્છંદતાથી લખાયું હોય તો વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું. લિ. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સમયે સમયે ત્રિકરણ યોગે સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
પર થંભતીર્થ - પોષ સુદ ૪, રવિ, ૧૯૫૫ (SC) પરમકૃપાળુ દેવાધિદેવ, શ્રીમદ્ સદ્ગુરુ પરમાત્મા શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રીમદ્ રાજ્યચંદ્રદેવ - પરમાત્મા પરમકૃપાનુગ્રહથી લિખિત પત્ર (વ. ૮૫૭) પ્રાપ્ત થયો. પવિત્ર કરકમળના લિખિત વચનો વાંચવાથી પરમ મંગળકારી લાભ થયો છે. એવી જ રીતે ઇચ્છું છું.
| હે પ્રભુ ! પૂર્વકાળથી તે આજ દિવસ પયંતમાં આપના કહેલા માર્ગ પ્રત્યે અથવા આપ શ્રીમદ્રની ભક્તિ પ્રત્યે મારાથી કોઇપણ પ્રકારે ચૂનાધિક થયું હોય, પ્રમાદાદિ સેવાયો હોય, અસત્કારાદિ કર્યો હોય, તે સર્વે હું ત્રિવિધ શીષ નમાવી વારંવાર પશ્ચાતાપ કરી પુનઃ પુનઃ ક્ષમાવું .
[ આપ કૃપાળુ શ્રીમદ્ મારો અપરાધ ખમજો. આપ તો કૃપાની ખાણ છો, પણ ભક્તિભાવે લખ્યું છે. રાત્રીએ સત્સમાગમમાં હાલ ધર્મ-બિંદુ સગ્રંથ વંચાય છે. શ્રીમદ્ આત્માનુશાસન પૂરું થયા પછી ધર્મબિંદુ વાંચવાનું શરૂ કર્યું છે. આત્માનુશાસનની પૂરી સમાપ્તિ વખતે સફળતા અર્થે, સર્વેએ યથાઇચ્છાનુસારે એક વખતનો આહાર | અને અમુક વિગયનો ત્યાગ એ વિગેરે નિયમ અમુક વખત સુધી કર્યો હતો.
આ સંસ્કૃત અભ્યાસમાં મારે આજે વીસ પાઠ પુરા થયા છે. કલાભાઇ, નગીનભાઇ, મુનદાસને ૧૧ પાઠ થયા છે. શાસ્ત્રીનો જોગ બન્યો નથી. એક સામાન્ય શિક્ષકથી હાલ હું સમજુતિ મેળવું છું અને મુનદાસ વગેરેને શીખવું છું.
પવિત્ર આજ્ઞાનુસાર સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા આદિ ગ્રંથોની પ્રતો કરવામાં બે ઘડીના નિયમથી ચાર માસ પર્યત વર્તવાનું કરીશ.
૪૫