SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSSSS સત્સંગ-સંજીવની SEMES SYS () એજ. દીન સેવક અંબાલાલના સવિનય નમસ્કાર. ખંભાત - કાર્તિક વદ ૧૨, રવિ, ૧૯૫૪ શ્રીમદ્ સદ્દગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી સદૈવ જયવંત વર્તો. પરમકૃપાળુ દેવાધિદેવ, દીનબંધુ દીનાનાથ, અનાથના નાથ, સર્વજ્ઞ પ્રભુશ્રી શ્રીમદ્ સદ્ગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી મારા સવિનય ત્રિકરણ યોગે સાષ્ટાંગ દંડવત્ ત્રિકાળ નમસ્કાર શુભ પવિત્ર ચરણ સેવામાં પ્રાપ્ત થાય. - પરમકૃપાનુગ્રહથી લિખિત પત્ર ૧ કાર્તક વદ ૭ના દિવસે (વ. ૮૧૬) પ્રાપ્ત થયો હતો. જેથી તે પત્રનો યથાર્થ લાભ લઇ શક્યો નહોતો, અને બીજા તેવા પરના પ્રસંગના લીધે પત્ર લખવામાં વિલંબ થયો છે. જે માટે પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું. આજે તે પવિત્ર પત્રનું શુભ પાન કરવાથી પરમ કલ્યાણમય આનંદ પ્રાપ્ત થયો છે. હે પ્રભુ ! મહત્યુણ્યના યોગથી આ આત્માને મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે, અને તેથી વળી અનંત અનંત પુણ્યોદયથી આપ પવિત્ર સર્વજ્ઞ પરમાત્મા પ્રભુનો જોગ બન્યો છે. જે જોગથી સર્વ દુઃખનો ક્ષય એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થઇ શકવા નિશ્ચય છે. છતાં આ દુષ્ટ અને પોમર એવો અલ્પજ્ઞ આત્મા કાળનો ભરોસો રાખી, પ્રમાદ અને વિષય-સુખમાં નિશ્ચિતપણે વર્તે છે. જે માટે વારંવાર ધિક્કારવા યોગ્ય છે કે જે જોગ અનંત કાળે નહીં પ્રાપ્ત થયેલ એવો જોગ બન્યા છતાં આ આત્માને સાવધાન થઇ પરમ પ્રેમે શ્રત ધર્મરૂપ અને અનન્ય શરણરૂપ એવો ભક્તિમાર્ગ આરાધવો જોઇએ, છતાં તે આરાધતો નથી. એ આ દુષ્ટની અત્યંત, અનંત, અજ્ઞાનતા અને મૂર્ખાઇ જ છે. કે જે જોગ આરાધવા જતાં અનાદિથી પાસે રહેલા એવા અનંત દોષો અને અનંત અંતરાયો જરાપણ ખસેડવા જતાં ઉલટા વિશેષરૂપે થઇ પડવાથી જીવ પાછો તેમાં જ તાદાત્મરૂપ થઇ જાય છે. અને અપૂર્વ માર્ગને પ્રાપ્ત કરવા દેતો નથી. તો પણ એમ તો અલ્પજ્ઞ દષ્ટિથી સમજાય છે કે જરાક વિશેષ બળ તે અંતરાયો અને તે દોષો પ્રત્યે કરવામાં આવે તો પછી સહજમાં અપૂર્વ એવો શ્રત ધર્મરૂપ ભક્તિમાર્ગ પ્રાપ્ત થાય. અને તે ભક્તિમાર્ગ પ્રત્યે પછી એક રટણ રહી શકે પણ તે પ્રાપ્ત કરવા જતાં પહેલાં દોષનું વિશેષપણું, આત્માનું અત્યંત બળહીનપણું, અપુરૂષાર્થપણું અને અનાદિનું તે પ્રત્યે વહાલપપણું, વિશેષરૂપે થઇ આવે છે. તે સઘળું ટળવામાં અને સુગમપણે માર્ગ પ્રાપ્ત થવામાં મુખ્યમાં મુખ્ય આપ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવના ચરણ સમીપ નિવાસ, એજ ઉપાય છે. અને જ્યાં સુધી તે જોગમાં અંતરાય વર્તે છે, ત્યાં સુધી વિશેષ વિશેષપણે બળવાન વીર્યના પુરૂષાર્થ ધર્મની આવશ્યકતા છે. છતાં તે થવામાં નિરર્થક કાળ ચાલ્યો જાય છે. એજ આ જીવની અત્યંત મૂઢતા છે. અને પૂર્વે નહિ ઉપાર્જન કરેલા એવા સત્કર્મો છે કે પૂર્વનું આ જીવનું અનઆરાધકપણું જ સમજાય છે. કદાપિ કોઇ સદાચાર કે સન્શાસ્ત્રનું વાંચન, મનન થવામાં પવિત્ર આજ્ઞા થાય તો એવી આ જીવની મૂઢતા વર્તે છે. અને તે દોષો એવા પ્રકારે છેતરે છે કે તે વાંચવાના વિચારને અનવકાશ આપી અને તે રૂપને રૂપાંતર કરી દઇને આ જીવને બીજી કલ્પનામાં નાખી દે છે. અને તે દોષો પછી ઉપર વાટે થઇ આવી છેતરે છે. હે પ્રભુ ! એવા અનંત દોષો અને તેનાથી પણ અનંત ભેદે અનંત સૂક્ષ્મદોષો કે દોષના બળવત્તરપણાથી અત્યંત પુરૂષાર્થહીન બાપડો ગરીબ અને કંગાલ જેવી સ્થિતિમાં આવી પડેલો આ એક જ આત્મા આપ પરમકૃપાળુદેવના કૃપાનુગ્રહ સિવાય કેવા પ્રકારથી તે દોષોને મારી, તોડી, બાળી, ફોડીને, પોતાના યથાર્થ સ્વરૂપમાં બિરાજમાન થાય તે માટે તો આપ પરમકૃપાળુદેવના ચરણ ૪૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy