SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની આઠેક દિવસ થયાં ચરોતરમાં ગયો હતો. કાવિઠે ચાર દિવસ રોકાયો હતો. ત્યાં શ્રી ધોરીભાઇ, લલ્લુભાઇ, બકોરભાઇ ભાદરણવાળા આવ્યા હતા. સુણાવથી મુનદાસ તથા સંદેસરથી ત્રણ પાટીદારો મળી મુમુક્ષુઓનો સમાગમ થયો હતો. સાથે કીલાભાઇ અત્રેથી આવ્યા હતા. આણંદ ક્ષેત્રના ૫૨મકલ્યાણકારી સમાગમ વખતે ધોરીભાઇ સાથે લલ્લુભાઇ આવ્યા હતા. તે સાથે કેટલીક વાતચીત થઇ હતી. દોષ દૃષ્ટિના લીધે અને વાસનાના દઢત્વપણાથી તેનું મન જોઇએ તેવી રીતે શાંત થયું નથી, તો પણ આપ કૃપાળુદેવની કૃપાથી તે સત્પુરુષની નિંદા કરતા અટક્યા હોય એમ લાગે છે. તે સહજ વિદિત થવા ચરણસેવામાં જણાવું છું. સવિનય નમ્રતાથી વિનંતી કે રતલામથી સુદ ૪ ગુરુવારે નીકળી તેજ દિવસે અમદાવાદ ગયો હતો. ત્યાંથી રવિવારે સવા૨ના અત્રે આવવું થયું છે. મારી સાથે શ્રી પોપટલાલ મહોકમચંદ અમદાવાદવાળા તથા શ્રી સુખલાલભાઇ તથા શ્રી ઉગરીબહેન અત્રે પધાર્યા છે. ભાઇ પોપટલાલની ઇચ્છા ચરણ સમીપમાં આવવાની રહે છે. પરમકૃપાનુગ્રહથી પવિત્ર હસ્તે લિખિત પરમ પવિત્ર પત્ર પ્રાપ્ત થયો. જે વાંચી અતિ અતિ આનંદ સાથે પરમ કલ્યાણકારી લાભ પામવાનો પ્રસંગ નજીક આવવાની જિજ્ઞાસા પાર પડવાના સમાચાર સાંભળી અતિ અતિ ઉલ્લાસ અને આનંદ થયો છે. ચરોતર સિવાય બીજું નિવૃત્તિને અનુકૂળ ક્ષેત્ર મારા લક્ષમાં નીચે પ્રમાણે છે. તે હું અલ્પજ્ઞ મતિથી જણાવું છું. નડિયાદ ક્ષેત્રે જે મકાનમાં સ્થિતિ હતી તે મકાનમાં હાલ એક યુરોપિયન રહે છે, ત્યાંથી સામી બાજુમાં જે રેલ્વે સડકની નીચે થઇને જવાય છે ત્યાં એક બંગલો છે તે ખાલી છે. 9 અમદાવાદથી ત્રણ ચાર ગાઉ છેટે શ્રી નરોડા ગામ છે. ત્યાં ધર્મશાળાઓ બે મોટી છે. જગ્યાની છૂટ ઠીક છે. જીવાતની ઉત્પત્તિ થોડી છે. ગામની ભાગોળે રેલ્વે આવેલી છે. તે ક્ષેત્ર મેં જોયું નથી. પવિત્ર આજ્ઞા થાય તો હું ચોક્કસ તજવીજ કરી શ્રી ચરણસેવામાં લખી જણાવું. દીન દાસ અંબાલાલના અગણિતવાર વંદન De nups Pe શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવ ચરણાય નમઃ *** コードコート પરમકૃપાળુદેવ મહાશય પ્રભુ શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવશ્રી પત્ર-૪૦ ખંભાત શ્રાવણ વદ ૧૧, બુધ, ૧૯૫૪ પરમકૃપાનુગ્રહથી ભરેલો પરમ પવિત્ર પત્ર પ્રાપ્ત થયો. જે વાંચી અત્યંત હર્ષસહિત પરમકલ્યાણકારી લાભ પ્રાપ્ત થયો છે. RIP શહેરથી વીસેક ગાઉ દૂર અને ગામડાથી ગાઉ બે ગાઉ દૂર એવું કોઇ જંગલમાં સ્થળ હોય તો નિવૃત્તિને અનુકૂળ તેવું ક્ષેત્ર જાણવા માટે મારા ઉપર કૃપા થઇ તો આણંદથી દોઢ માઇલ છેટે અને સ્ટેશનથી એક માઇલ દૂર આણંદની રેલ્વે સડકે એક ટેકરા ઉપર મહાદેવનું સ્થળ છે, તે સ્થળ એક જ માળનું ઉપર છાપરાવાળું છે. બેએક ઓરડીઓ છે. ત્યાં એક બાવો રહે છે. તે સ્થળ મુંબઇથી આવતા આણંદ સ્ટેશન નજીક ગાડીમાં બેઠા દેખાય છે. તે મકાન સુધરાવ્યું છે. અને ત્યાં એકાંતમાં રહેવાની સગવડ થોડા માણસથી બને તેવું લાગે છે. પણ આણંદમાં છ કલાક મુંબઇની ટિકિટવાલાને રોકાવું પડે છે. તેટલા વખતમાં તે સ્થાનની તજવીજ થઇ શકે એમ છે. તો તે ૪૪
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy