________________
GSSS સત્સંગ-સંજીવની EX 3ીટી)
આજ્ઞાનુસાર હાલ તો શ્રી યશોવિજયજીએ બનાવેલ શ્રી યોગદષ્ટિ સમુચ્ચય સગ્રંથ સ્વાધ્યાયમાં મારે વાંચવા વિચારવાનું ચાલે છે. મને સ્વાધ્યાય કરવાનું ઠીક પડે છે. જે ગ્રંથનું તારતમ્ય વિચારવાથી કંઇક કંઇક પૂર્વે આ દુષ્ટ પોતામાં કંઇ માન્યતા કરી હોય તે સર્વ નિષ્ફળરૂપે જણાય છે. અને શુભ ઇચ્છાની સ્થિતિમાં આ આત્માનું પ્રવર્તન થવાનો સંભવ કદીપણ થયો હોય તેમ જણાતું નથી. એ ગ્રંથની અત્રે ન્યૂનતા જણાય છે. મારી પાસે પ્રથમ તે પુસ્તક હતું. તે પૂ. શ્રી મનસુખભાઇ પોષમાં અત્રે પધાર્યા ત્યારે સાથે લઇ ગયા છે.
મારો વિચાર એમ થાય છે કે અધ્યાત્મ કલ્પદ્રુમ, અધ્યાત્મસાર, શાંતસુધારસ, યોગદષ્ટિ સમુચ્ચય, સમયસાર નાટક, આનંદઘનજી કૃત ચોવીસી, ઇન્દ્રીય પરાજય શતક, અષ્ટકર્મ ગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રોનું એક એક પુસ્તક કરાવીને છપાવ્યું હોય તો શુભઇચ્છાવાળા જિજ્ઞાસુ જનોને વાંચવા વિચારવાનું સુગમતાથી બને ને જુજ કિંમત રાખી હોય અથવા તેવા સગ્રંથોને કોઇ એક પરમાર્થ હેતુએ મફત આપવા હોય તો બની શકે એમ ધારણા રહેતી.
અત્રે જૈનશાળાના કેટલાક અગ્રેસરો પાસે વાત કરતા તે લોકો છપાવા સંબંધીમાં તેવાં પુસ્તકો બહાર પડે અને સર્વને તેનો સુગમપણે લાભ મળી શકે તેવા હેતુથી તેને ઉત્તેજન આપવાનો તે લોકોનો વિચાર છે. તે વિષે આપ દયાળુ દેવશ્રી તરફથી જેમ આજ્ઞા થશે તેમ વર્તીશ. કાવિઠાથી ઝવેરચંદભાઇ અત્રેથી મોક્ષમાર્ગ પ્રકાશ પુસ્તક મંગાવવા ઇચ્છે છે. પવિત્ર આશા હોય તો ખેડે મુનિશ્રીઓ વાંચી રહ્યા હોય તો ત્યાંથી મંગાવીને મોકલી આપવા માટે જેમ પવિત્ર આજ્ઞા હોય તેમ હતું. અત્રે ત્રણ ચાર ભંડાર જૂના છે, અને તે લોકો સાથે વાતચીત સહજ થઇ છે, બની શકશે તો તે ભંડારમાં રહેલા પુસ્તકોની ટીપ ઉતારીને આપ કૃપાળુદેવની ચરણસેવામાં મોકલવાનું કરીશ. '
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ સવિનય નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય. (જવાબ વ. ૮૧૬)
પત્ર-૩૯
ખંભાત - માગસર સુદ ૧૨, સોમ, ૧૯૫૪ શ્રીમદ્ સગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદૈવ જયવંત વર્તો.
પરમ કૃપાનાથ, દેવાધિદેવ, પરમોપકારી, અનાથના નાથ, અશરણના શરણ, દીનબંધુ, દીનાનાથ, પરમાત્મા પ્રભુશ્રી સદ્ગુરુદેવની પવિત્ર શુભ ચરણસેવામાં અગણિત વાર વંદન હો !
| પરમકૃપાનુગ્રહથી ભરેલો શુભ હિતાર્થ પત્ર (વ. ૮૧૯) પ્રાપ્ત થયો છે. અત્યંત મીઠી અને હિતકારી વાણીનો અમૃતથી અધિક લાભ પ્રાપ્ત થયો છે. પરમ કલ્યાણમય આનંદ થયો છે. જે પવિત્ર વાણીનો લાભ વારંવાર ઇચ્છું છું. હ આવતી કાલે કાવિઠા જવાનો વિચાર રહે છે. શનિવાર સુધી સ્થિતિ થવાનો ત્યાં સંભવ છે. બની શકશે તો ત્યાંથી આવ્યા પછી સવિગત પત્ર લખવાનું કરીશ. ચિત્રપટ ભાઇ લાલચંદભાઇ માટે એમના લખવા મુજબ સાયલે મોકલી આપીશ.
લિ, બાળક ત્રિભોવનના નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય. દર્શનનો વિરહ ઘણો કાળ થયા થયો છે. આ પામર જીવો તો સમાગમ વિના બહિંમુખ થઇ જાય છે.....હું