SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની પૂ. શ્રી રેવાશંકરભાઇ અત્રે હતા ત્યારે વખતે વખતે તત્વાર્થ સૂત્ર વાંચવાનો લાભ મળતો. તેમની સમજણ શક્તિ ઠીક લાગવાથી મને વિચારવાનો વખત મળતો. જે વિશેષ વિચારવા માટે અને તેનું મનન થવા માટે આણંદ ક્ષેત્રે નિવૃત્તિ લેવા ઇચ્છા હતી. પણ અંતરાય ઉદયથી તે લાભ ફળીભૂત થયો નહી. અત્રેથી આણંદ જતાં મારો વિચાર અને રેવાશંકરભાઇની ઇચ્છા એમ હતી કે દસ પંદર દિવસ આણંદ રોકાઇ પછી સાથે મુંબઇ જવાનું કરીશું અને ત્યાં રાત્રિનો વખત તથા સવારના દશ વાગ્યા સુધીનો વખત ગીરગામ નિવૃત્તિનો લાભ મળી શકશે. જેથી તે વિચારને હું સમ્મત થયો હતો. અને મારી પણ પરમ કલ્યાણકારી દર્શનનો લાભ પામવાની અત્યંત ઇચ્છા હતી. પણ તે એકેય વિચાર મારા દુષ્ટ કર્મના ઉદયથી ફળીભૂત થયો નહીં. 何 ઘણા વખત થયાં એક પ્રશ્ન લખવાની ઇચ્છા થયા કરતી પણ તે માટે લખવા કરતા સમાગમે પૂછાય તો ઠીક એમ ધારી અમદાવાદથી ભરૂચ સુધીના થયેલા સમાગમે તે પ્રશ્ન પૂછવા ઇચ્છા હતી પણ તે પ્રશ્ન ભરૂચ ઉતર્યા પછી યાદ આવ્યું. એટલે તેનો યોગ્ય ખુલાસો મળવામાં હું પાત્ર નહીં તેથી પૂછી શકાયું નહીં. તે પ્રશ્ન એ હતો કે - મારી ઇચ્છા એમ રહ્યા કરતી કે જે જે વખતે સત્સમાગમનો પરમકલ્યાણકારી લાભ થયો હોય તે વખત પછી વિયોગમાં બેત્રણ માસ સુધી તે સમાગમથી થયેલા લાભની ખુમારી રહ્યા કરતી. પણ પછી માયાના તેવા તેવા કારણો મળવાથી તે ખુમારી મંદ પરિણામને પામતી. તે વખતે આપ પરમકૃપાળુદેવને જે ક્ષેત્રે વિચરવું હોય ત્યાં એક કે બે દિવસ ચરણસેવામાં રહી આ બાળકે પરમ કલ્યાણકારી લાભ મેળવવો. એ માટે પૂછવા ઇચ્છા રહ્યા કરતી. આજ્ઞા વિના કેમ જવું ? તે માટે શ્રી રેવાશંકરભાઇને સહજ પૂછેલું પણ તેનો ઉત્તર પોતે નહીં આપી શકવાથી અને મારી મુંબઇ આવવાની ઇચ્છા હોવાથી તેઓ મને સહમત થયા અને મને મુંબઇ આવવા જણાવેલું. પરમ કલ્યાણકારી દર્શનનો લાભ પામવાની ઇચ્છા તો વિશેષ છે. પણ આજ્ઞાનુસાર અટકવું થયું છે. નિસ્પૃહતા અત્યંત અને જીવોનું અનઆરાધકપણું અર્થાત અસંસ્કા૨ીપણું હોય એમ લાગે છે. તેને કોઇપણ સત્સંગનો આધાર હોય તો માંડ માંડ તે સવૃત્તિએ રહી શકે એવી આ દુષ્ટ જીવોની અત્યંત ધિક્કારવા યોગ્ય વૃત્તિને એક આપ સદ્ગુરુદેવની પરમ કરૂણામય અનંતી દયા એ જ આધારરૂપ છે. કોઇપણ પ્રકારનો દોષ થયો હોય તો તે માટે વારંવાર નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું. અલ્પજ્ઞ અંબાલાલના સવિનય નમસ્કાર (જવાબ વ. ૮૧૩) પત્ર-૩૮ સ્થંભતીર્થ III કાર્તિક સુદ ૬, રવિ, ૧૯૫૪ શ્રીમદ્ સદ્ગુરુ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના પાદાંબુજ મારા હૃદયમાં સ્થાપિત રહો. પરમકૃપાળુદેવ, દેવાધિદેવ, અનાથના નાથ, દીનબંધુ, દીનદયાળ, શ્રીમદ્ સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ મારા અભિવંદન હો ! ******** ** પરમ કૃપાનુગ્રહથી લખેલો આસો વદ ૧૪નો (વ. ૮૧૪) પરમ પવિત્ર શુભ પત્ર દિવાળીના માંગલિક પ્રસંગે ગોરસ વખતે શ્રી શારદાપૂજનના વ્યવહારિક સમયમાં પરમાર્થીક પત્ર પ્રાપ્ત થવાથી અતિ આનંદપૂર્વક વાંચી સહર્ષ ૫૨મ મંગળકારી લાભ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી ત્રણ દિવસ ફેણાય જવાથી પત્ર લખવા વિલંબ થયો છે. જે માટે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. ૪૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy