SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ S GAS REFERE સત્સંગ-સંજીવની GKSKERSAD હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ ભાગવત્ વાંચતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો મુખથી વારંવાર બોલતા હતા, તેમાં આ પદ વારંવાર કહેતા : વળવળે મને મારશે જ સોઘ મત ગોપી મને જાવા દે આણી વાર ગોપી. તારો જીવ બહુ માની શકે તેમ છે, તારો બહુ પરમ ઉપકાર ગોપી.” વળી રાતના પરમકૃપાળુદેવ નીચેનું પદ પણ વાતમાં બોલતા હતા - જાગી હૈ જોગકી ધુની, બરસત બંદસે દૂની, બીના લકરે નિકટસે, તાપ ના લાગે, સન્યાસી દૂર સે દાઝે, ખાલા પ્રેમકા પિયા, ઉનોને માય ના લીયા.” આ પદ વાંરવાર ઘોર શબ્દ પરમકૃપાળુદેવ બોલતા હતા. તે વખતે મારી ઉંમર તેર વર્ષની હતી તેથી બીજી કાંઇ મને સમજણ પડતી નહોતી. તેમની વાણી સાંભળવામાં અને મુખમુદ્રા જોવામાં અત્યંત પ્રીતિ હતી. રાતના પરમકૃપાળુદેવ ઓરડીમાં પલંગ પર સૂતા, ત્યારે હું તેમની ભક્તિ કરવા જતો. પલંગ પર પરમકૃપાળુદેવના પગ માથું વગેરે બાબતો હતો. પરમકૃપાળુદેવ મને વાંરવાર નીચે પ્રમાણે પૂછતા હતા. સાહેબજી - કેમ મોક્ષ જોઇએ છે? લખનાર - હા. એમ વાંરવાર પરમકૃપાળુદેવ મને પૂછતા હતા. ત્યાં બીજો બોધ ઘણો થતો, પણ મારી સ્મરણશક્તિ તે વખતે બિલકુલ નહીં હોવાથી હું બીજું કાંઈ સમજ્યો નહીં. ભાઈ અંબાલાલભાઈ મને રસોડાનું કામ બતાવતા હતા. તે સીધું-સામાન વગેરે આપવા-કરવામાં હું વધુ રોકાતો હતો. અને નવરો પડું ત્યારે પરમકૃપાળુદેવના સામે ભાગે બેસતો હતો. પરમકૃપાળુ શ્રી સોભાગભાઈ સાહેબની મારા ઉપર તે વખતે બહુ જ કૃપા થઈ હતી. તે વારંવાર મને બોલાવતા હતા અને પરમકૃપાળુદેવ બહાર ફરવા જતા ત્યારે હું સાથે ફરવા જતો. હું ખંભાત આવતો ત્યારે મારા કટુંબી મને જવાને ના પાડતા. કહેતા કે ગામડે શું કામ છે ? પર્યુષણ પર્વમાં ખાવા-પીવાનું મૂકીને ત્યાં શું કામ છે ? એમ કહેતા હતા. પણ મને ત્યાં સિવાય બીજે પ્રીતિ થતી નહોતી, તેથી ખંભાત આવું તો તરત ચાલ્યો જતો હતો અને સ્વાભાવિક ખાવા-પીવામાં તથા જોવા-પહેરવામાં મને પ્રીતિ જરા પણ થતી નહોતી. અને એમના દર્શન થયાં ત્યારથી પરમકૃપાળુદેવનું સ્વાભાવિક કોઈના વગર બતાવ્યું સ્મરણ ઊગ્યું હતું. તેથી આખો દિવસ અને રાતના અને તેમનું સ્મરણ થતું. તેથી બીજા પદાર્થો ઉપરથી મને પ્રીતિ ઊઠી ગઈ હતી, અને બહુજ આનંદ થતો હતો અને સટુરુષ ઉપર બહુ પ્રેમ વધતો જતો હતો. કેટલાક ઢુંઢીયાના શ્રાવકો કહેતા કે તું ત્યાં ના જઈશ, પણ મને તેમના પ્રત્યે બહુ પ્રેમ હોવાથી તેમને કહેતો કે હું તો જવાનો. એ તો સન્દુરુષ છે એમ કહેતો. તે લોકો બહુ નિંદા કરતા હતા. આ વખતે મારી સમજણશક્તિ બિલકુલ નહોતી, નહીં તો મને અપૂર્વ લાભ થાત, કારણ કે તે વખતે મને સ્મરણ અહર્નિશ રહ્યા કરતું હતું જેથી બીજે ક્યાંય મને ગમતું નહોતું અને તેથી આ સત્યરુષ છે એમ વધારે અનુભવ થયો હતો. ૧૬૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy