________________
OR RRRR સત્સંગ-સંજીવની SREERS ()
( શ્રી પ. કૃપાળુદેવના પરિચયના પ્રસંગો સાંભળેલ પરથી જાણવા
આ સંસ્મરણો
શ્રી આત્મારામજી મહારાજ સાહેબ આત્મારામજી મહારાજ અત્યંત તીવ્રક્ષયોપશમી, જિનાગમ, વેદાંતાદિ શાસ્ત્રોના અથાગ અભ્યાસી હતા. પંજાબમાં નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં દિક્ષા ગ્રહણ કરેલ, જન્મ પંજાબમાં ક્ષત્રીય રજપૂત કુળમાં થયેલો.
સં. ૧૯૪૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના ઉપાશ્રયમાં આત્મારામજી મહારાજ હતા. તે જ અરસામાં પરમકૃપાળુશ્રી મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પધારેલા, ટંકશાળમાં શેઠ ઉમાભાઈને ઘેર પ.કૃપાળુદેવ બે મહીના રહ્યા હતા. શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબા અત્યંત ભક્તિમાન હતાં. ચંચળબાએ શ્રી પ. કપાળુદેવની સેવાનો સારો લાભ લીધો હતો. ૫. કૃપાળુદેવનો અપૂર્વગ્રંથરત્ન શ્રીમોક્ષમાળા આત્મારામજી મહારાજ સાહેબના વાંચવામાં આવતાં તેમને એ ગ્રંથના કર્તાપુરૂષને મળવાની ઈચ્છા થઈ, આત્મારામજી મહારાજે સંદેશો મોકલ્યો કે આપણે એક વખત મળીએ. પરમકૃપાળુદેવે જવાબ મોકલ્યો કે “અમે મળવા આવશું.” ત્યાર પછી પ.કૃ.દેવ આત્મારામજી મહારાજને મળ્યા. આત્મારામજી મહારાજ તે વખતે વિશેષ્યાવશ્યક ભાષ્ય વિચારતા હતા. એ ગ્રંથ પરમ ગહન છે. શ્રી પ.ક.દેવ સાથે આત્મારામજી મહારાજે એ ગહન ગ્રંથમાં આવેલ સૂક્ષ્મ વસ્તુની ચર્ચા કરી, ત્યાં શ્રી પ.કૃ.દેવે એવા તો અદ્ભુત ખુલાસા કર્યા કે આત્મારામજી મહારાજ પ.કૃપાળુદેવની અત્યંત તીવ્ર પારગામી પ્રજ્ઞા જોઈને સંતોષ પામ્યા અને બોલ્યા કે આપ દિક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પરમ ઉદ્યોત થાય.
શ્રી પ.કૃપાળુદેવે જવાબ આપ્યો કે- “અમે એજ વિચારમાં છીએ.” પ્રથમ સમાગમે ત્રણ-ચાર કલાક જ્ઞાનવાર્તા ચાલી હતી. તે પછી ફરીથી બે વખત સમાગમ થયેલ. એ ત્રણે સમાગમ વખતે શ્રી કાન્તિવિજયજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી શાન્તીવિજ્યજી મહારાજ આદિ સાધુઓ હાજર હતા. એમ શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા શ્રી હંસવિજયજી મહારાજના મુખેથી સાંભળ્યું છે.
- અનુપચંદભાઈએ પ્રશ્નોત્તર રત્નચિંતામણીમાં શ્રીમદ્ રાજચંદ્રનો ઉલ્લેખ જ્યોતિષના વિષય પરત્વે બહુમાનપૂર્વક કરેલો છે. અનુપચંદભાઈએ પ્રશ્નોત્તર રત્નચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે, (વ. ૭૧માં લખે છે કે “હું મારી નિવાસ ભૂમિકાથી ... વિહાર....” ભરૂચ તેમને ઘેર ૧ મહિનો કૃપાળુદેવ રહ્યા છે. તેમને (શ્રીમ) સૂવા બેસવાનું ઘર થોડે દૂર હતું. ત્યાંથી તેઓ અનુપચંદભાઈને ઘેર આવતા ત્યારે કેટલાક ભાઈઓ સાથે અનુપચંદભાઈએ શાસ્ત્ર ચર્ચા કે વાંચન કરેલું હોય તે શ્રીમદ્જી કહી બતાવતા. તેમને તે સાંભળી નવાઈ લાગતી અને તેમની કાંઈક તાત્કાલિક મહત્તા લાગેલી. પણ પોતાને સમ્યગુદૃષ્ટિ અને પોતે શાસ્ત્રવેત્તા માનતા હોવાથી સામાન્યપણામાં તે કાઢી નાખ્યું.
સં. ૧૯૫૨માં અનુપચંદભાઈ ગંભીર માંદગીથી ઘેરાઈ ગયા તે વખતે તેમને સમાધિ મરણ કેમ થાય ? કોની સલાહ તેમાં કામ આવે તેમ છે, એવો વિચાર કરતાં કોઈ ઉપર દૃષ્ટિ ઠરી નહીં, કોઈ સહાયરૂપ જણાયા નહીં, નિરાશામાં આશાનું કિરણ સ્ફયું. જે મહેમાન પોતાને ત્યાં રહ્યા હતા તેમના અતિશય જ્ઞાનની સ્મૃતિ થતાં તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી ઉપર સમાધિ મરણની માંગણી કરતો એક પત્ર લખ્યો તેનો ઉત્તર પત્ર - વચનામૃતજી નંબર - ૭૦૨માં છે.
નોંધ : આ સંસ્મરણની મેટર નવી ઉપલબ્ધ થયેલ છે. (પેજ નં. ૧૬૯ થી ૧૭૫),
૧૬૯