SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ GIR SER સત્સંગ-સંજીવની CREASER તે માંદગીમાંથી તે બચ્યા. સંવત ૧૯૬૬માં શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગએલા. ડુંગર ઉપર ડોળીમાં ચઢતાં તેમને માથામાં વેદનાથી ચક્કર આવતાં રસ્તામાં થોભી ગયા. તેવામાં શ્રીમદ્જીના પરમભક્ત શ્રી લઘુરાજ સ્વામી દર્શન કરી ડુંગર ઉતરતા તેમને મળ્યા અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્મૃતિ તાજી કરાવવા પૂછયું‘અનુપચંદભાઈ! તમને પરમકૃપાળુદેવે કહેલા વીશ દોહરા સાંભરે છે !... વિગેરે પૂછયું ત્યાર પછી સ્વર્ગવાસ થયો. - પૂજ્ય શ્રી સુખલાલભાઈ છગનલાલ સંઘવી પૂજ્ય શ્રી સુખલાલભાઈ તીવ્ર પ્રજ્ઞાવંત શાંતગુણ ગંભીર હતા. પૂર્વના સત્સંસ્કારના બળથી શ્રી સુખલાલભાઈને શ્રીમદ્જીના દર્શન થતાં જ આજ સરૂષ છે, પરમેશ્વર તુલ્ય પૂજ્ય છે એવો ભક્તિભાવ પ્રગટી ઊઠ્યો હતો. વિરમગામમાં તે મીલમાં નોકરી કરતા હતા. પરમકૃપાળુશ્રી તેમને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. તીવ્ર જિજ્ઞાસુ શ્રી સુખલાલભાઈએ તેઓશ્રીના બોધ તથા સત્સમાગમનો અપૂર્વ લાભ લીધો હતો. રસાસ્વાદનો ત્યાગ કર્યો હતો. વ. ૯૫૧ પત્ર શ્રી સુખલાલભાઈ ઉપર લખાયેલો છે. ભરૂચ મીલમાં તે નોકરી છેવટના વર્ષો સુધી કરતા હતા. સમાધિ મરણ :- બોલે તો વાણીમાં એટલી બધી મીઠાશ કે બોલ્યા કરે તો સારું એમ થયા કરે. એમને કોઈ જાતનો પરિગ્રહ રાખ્યો ન હતો. મોટી મીલના મેનેજર હતા. પૈસા ભેગા કરવા હોત તો ઘણા થાત. મુમુક્ષુ ઘણા ગુજરાતથી ભાઈશ્રી વિ. સાથે આવીને સત્સંગ કરતા. - પૂજ્ય સુખલાલભાઈએ વસોમાં શ્રી પ.ક.દેવ ફરીને પધાર્યા ને બિરાજ્યા એટલે ત્યાં આવીને ઊભા ઊભા | પ્રશ્ન કર્યો. હે પ્રભુ ? મને નિદ્રા બહુ હેરાન કરે છે, મારી તે કેમ ટળે ? ત્યાં પ્રભુ પરમકૃપાળુ દેવે બોધ શરૂ કર્યો મૂર્શિત અવસ્થામાં આ જીવ અનાદિકાળથી રખડ્યો છે. ચૌદ પૂર્વધારી પણ પ્રમાદવશે પાછા હઠ્યા છે, પડ્યા છે “નિદ્રાદિ પ્રકૃતિ અનાદિ વૈરી છે તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવે તેને મારી નાંખવી, ઓમ શુર ક્ષત્રિય ભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિ સુખ થાય. આમ અનેક પ્રકારે પ્રવૃતિઓ ક્ષય કરવાનો બોધ સાંજના છ વાગેથી સવારના છ સુધી ચાલ્યો હતો. બોધની એટલી બધી બધાને અસર થઈ હતી કે સુખલાલભાઈની મૂળમાંથી નિદ્રા ચાલી ગઈ. સાણંદના વનમાળીદાસભાઈ તુરતજ મુનિશ્રી પાસે જઈ – ઉપાશ્રયે જઈને કહેવા માંડ્યું, આજે તો પુષ્કરાવર્તનો મેઘ સારી રાત વર્ગો છે. ને હળવા ફુલ કરી દીધા છે. ભાર માથેથી ગયો હોય તેમ લાગે છે. વિગેરે સત્સંગનો મહિમા ગાયો. પ્લેગના કારણે ભરૂચમાં તેમણે દેહ છોડ્યો હતો. તેમને દેહ છોડવાની ખબર પડી ગઈ હતી કે આજે બાર વાગે હું જવાનો છું. સવારે ઘરનાને કહી દીધું કે તમે બધા જમી લ્યો, પછી સવારના દસ વાગે કહ્યું કે મને અહીં ખાટલાથી નીચે બેસાડો. ‘‘સામે કૃપાળુદેવનો ચિત્રપટ હતો અને હવે મને કોઈ બોલાવશો નહીં, હું મારા પરમકૃપાળુ પ્રભુના ધ્યાનમાં લીન થાઉં છું.’’ એમ કહીને આસન પર પદ્માસનવાળી સ્થિરતાથી બેઠા. પ્લેગની ગંભીરવેદના છતાં દસથી બાર વાગ્યા સુધી એકજ વૃત્તિએ અને એકજ ધ્યાનમાં શાંતભાવે દેહ છોડ્યો. વવાણીયાના વાસી વહોરા જગુભાઈ હું બાર વરસનો હતો. અમારું ઘર તે વખતે ટેકરા ઉપર હતું, ત્યાં પાછલી ડેલીનું બારણું વોકળામાં પડતું હતું, ત્યાં કપાળુદેવ બપોરના સમયે વોકળાના ખાડામાં ધ્યાન ધરતા બેઠેલા કેટલીએ વાર જોયા છે. અમો ૧૭)
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy