________________
R
) સત્સંગ-સંજીવની
)
ફાગણ સુદ ૪, ૧૯૫૫
શ્રી પરમકૃપાળુ દેવશ્રી સદ્ગુરૂના ચરણારવિંદમાં આ દીન સેવક અત્યંત ભક્તિભાવે વંદન કરે છે.
આપ કૃપાળુના દર્શનનો પણ યથાસ્થિત લાભ ન થયો જાણી ખેદ થયેલ. આપે લખ્યા છતાં આ જીવે પ્રમાદ ને પરવશપણે બધું ય ખોયું. મારાં દુર્ગુણો વિચારતાં શું મોટું લઇને આપના ચરણકમળમાં આવું ? એ કંઇ સમજાતું નથી. માત્ર આપની અત્યંત દયા - કૃપા આ રંકને - રંકના મનને આપ પ્રભુના ચરણ કમળમાં દોરે છે. તે કૃપાસિંધુ ! આ રંકને આપના વીતરાગી સ્વરૂપનું ભાન કરાવી અભયતા આપી છે. નિષ્કારણ કરૂણા વારંવાર બતાવી બાંહ્ય ઝાલી છે. સંસાર સમુદ્રથી આ પાપી કૃતધી જીવને બચાવવા આપની વૃત્તિને પ્રેરો છો. એ અત્યંત અને બીજા તેવા અત્યંત આભારના સમુદ્રમાં ડૂબી ગયો છું. હું શું કરી શકું. ચૈતન્ય આપી જાગૃત કરનાર અને ભવબંધન કાપનાર, અભયદાતા આપ છો.
સરૂને સગરૂના ચરણમાં મારો આત્મા અર્પણ કરું છું. અને તેના બદલામાં આ સંસાર ઉપાધિમાંથી નિવૃત્ત થવાનું પુરૂષાર્થ અને તેની સાથે આપના ચરણકમળની ભક્તિ કરવાનું પુરૂષાર્થ ઇચ્છું છું. અને તેવો પુરૂષાર્થ મારો પૂરેપૂરો થાય ત્યાં સુધી આપ કૃપાળુનું સ્વરૂપ મારા હૃદયમાં નિરંતર જાગૃત રહે એમ કૃપા કરવા પ્રાર્થના કરું છું.
શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવા પ્રથમ જિજ્ઞાસા થયેલ. હમણાં સહજે સાધુ પાસેથી પ્રાપ્ત થયેલ... વારંવાર વિનંતી કરું છું કે કૃપા કરી તે ગ્રંથ મોઢે કરવા આજ્ઞા કરશો અને તેમ યોગ્ય લાગે તો તે ગ્રંથ મારા પૂજ્ય બંધુ અંબાલાલભાઇ તરફથી મને મળે અગર આપને યોગ્ય લાગે તો મોકલેલ નકલ પાછી મોકલવા કપા કરશોજી. કૃપાળુદેવની આજ્ઞા થશે તો આ ગ્રંથ મને અપૂર્વતા બક્ષસે એમ રહ્યા કરે છે. યોગ્ય લાગે તેમ આજ્ઞા કરશો તેમ હું કરીશ, કરવું પડશે જ.
દીનાનાથ ! આપની આજ્ઞા યથાસ્થિત ઉપાડાતી નથી. તેને માટે વારંવાર ક્ષમા ઇચ્છું છું. હજુ સુધીમાં માત્ર ‘યોગદષ્ટિની’ આઠ ઢાળો મોઢે કરી છે. આત્માનુશાસન, તત્વાર્થ સૂત્ર ટીકા, મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ, થોડોક શાંત સુધારસ, પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથ વાંચ્યા છે. ફરી વાંચવા ઇચ્છા રહ્યા કરે છે. પણ કર્મગ્રંથ કોઇ વખત નહીં વાંચેલ હોવાથી હવે પછી શરૂ કરવા ઇચ્છું છું.
હે પ્રભુ, આપને આ જીવના ચેનચાળા અજ્ઞાત નથી. સર્વજ્ઞ પિતાશ્રીના ચરણકમળ પાસે આ રંકનું ડહાપણ મૂકું છું. અને હવે પછી સાંસારીક વૃત્તિઓ મારી દિનપ્રતિદિન ઓછી થઇ આપના ચરણાવિંદમાં તલ્લીન થાય તેમ થઇ એમ મારા હૃયમાં છાપ મારવા આપ કૃપાસિંધુને હું વિનવું છું. તારો, હે પ્રભુ ! તારો, ઉગારો. સંસારની હોળીમાંથી બચાવી આત્માની અદ્વૈત સ્વરૂપ અગ્નિમાં સર્વ બાહ્ય વૃત્તિઓ લય થાય તેમ કરો. અનંત દોષથી ભરપૂર આ રંક ઉપર કૃપા કરો.
લિ. રંક અલ્પજ્ઞ દાસ સુખલાલ છગનલાલના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ આપ કૃપાળુદેવના ચરણાવિંદમાં પ્રાપ્ત થાય.
- ક્રિયાકોષ, પ્રાપ્ત થયેલ છે, પણ ભાષા હિન્દી હોવાથી યથાર્થ સમજાતું નથી. કેટલાએકના અર્થ સમજાતા
૮૫.