SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ S SS S SS સત્સંગ-સંજીવની SHGRAM) હતો ત્યાં ગોદીમાંથી દુકાને જઇ ખબર કહેવા કોઇ માણસ આવ્યો. મને સાહેબજીએ ગાડી કરાવી દીધી હતી. તેમાં બેસી ગોદીમાં ગયો. મરનારની બધી ક્રિયા કરી ૧૧ વાગ્યા પછી અમો મકાને આવ્યા. સાહેબજી હંમેશ (અમે સાથે) વહેલા જમતાં, આજે તેમ નહીં જમતાં, મારી રાહ જોઇને બેસી રહેલ. એક વખત વનમાળીભાઈના સંબંધીઓ નોકરી માટે કે મુંબઈ જોવા માટે આવેલા તે દુકાને ઉતરેલા. રાત્રે અમે ગીરગામ મકાને આવેલ. દુકાનમાં રાત્રે આ ભાઇઓએ મોડી રાત સુધી ગંજીપો ખેલેલ. અને રંગૂનથી, રેવાશંકરભાઇએ ઝવેરાત માટે એક સુંદર પેટી મોકલેલી. તે ઉપર મીણબત્તી રાખેલ અને સ્ટવ ઉપર ચા પાણી કરી વાપરેલ, વળતે દિવસે દુકાને આવતાં સાહેબજીએ વનમાળીને બોલાવી પૂછયું “ રાત્રે શું કરતા હતા ?’ કંઇ નહીં. વનમાળી નકાર ગયા. સાહેબજીએ કહ્યું “ગંજીપો કુટતા હતા ??? તો પણ નકાર ગયા. સાહેબજીએ કહ્યું “ફલાણા ઠેકાણે ગંજીપો પડ્યો છે તે લાવો ? તે વડે રમતા હતા ?” તો પણ નકાર ગયા. આવ ઉપર ચા કરી પીધેલ ?” તો પણ નકાર ગયા. અમુક ઠેકાણે નવી પેટી ઉપર બત્તી રાખેલ તે બતાવીને કહ્યું : તો પણ નકાર જતા હતા પણ છેવટે સાચું કબુલ કરેલ ત્યારે સાહેબજીએ કહ્યું : “સાચું શીખશો ત્યારે નોકરીને લાયક થશો.” ‘પછી વનમાળીના મહેમાન દેશ ચાલ્યા ગયા હતા. કિ દુકાનમાં ટપાલના કાગળો હંમેશા ઘણા આવતા. સાહેબજી ચાર પાંચ મિનિટમાં બધા વાંચી જતા. બપોરે ભાઇ વનમાળી પૂછવા આવતા. ત્યારે મોઢે મોઢે એકદમ બધાની વિગત અને તેને અંગે લખવાના જવાબ ભાઇ વનમાળીને કહી આપતા. વનમાળીને અને અમને થતું કે આ બધું બરાબર વાંચ્યું ક્યારે અને બરાબર જવાબ લખવાનું વિચાર્યું ક્યારે ? એક વખત કોઇ શખ્ત મોતી લઇ વેચવા આવેલ. મોતી સાચા પણ વળ પાડ્યા વિનાના સેળભેળ હતા. બીજે તેણે કિંમત કરાવી હતી. કેટલાક ઝવેરીઓ પણ ત્યાં બેઠા હતા. સાહેબજીએ કહ્યું. “વળ પડાવીને લાવો તો વધારે સારો ભાવ ઉપજશે. રંગૂન મોકલશો તો તેથી વધારે સારો ભાવ ઉપજશે.” આ ભાઇ મોતી લઇ વળ પડાવી આવ્યા અને સાહેબજીએ સારો ભાવ જણાવ્યા મુજબ આપવા કહ્યું. પેલા ભાઇને સાહેબજીનો પાક્કો વિશ્વાસ બેઠો હતો. સાહેબજીએ કહ્યું કે તમે આજે આ મોતી વેચી જાઓ છો પણ તે મોતી તો તમારે ત્યાં ગીરો છે. ગીરો મુકનાર છોડાવવા આવશે તો તમે શું કરશો ? | ગીરોની વાત તે માણસે સાહેબજીને કહી નો'તી. પેલો શબ્દ હેરત પામ્યો અને તેણે પછી કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયાં ગીરો છે. તે હવે શું છોડાવશે ? તેથી કંઈ છોડાવે તેમ નથી. એટલે સાહેબજીએ મોતી રાખ્યાં. પેલો શબ્સ ગયો. સાંજે વનમાળીએ કહ્યું કે ભાઇ, પેલાં મોતી લાવો તો, રંગૂનનું પાર્સલ કરીએ છીએ તેમાં મોકલીએ. ૧૩)
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy