________________
GRESS સત્સંગ-સંજીવની
)
ખબર નહતી. અને બારણું બંધ હતું. નિસરણીની ઉપર ચડું એ પહેલાં શ્રીમદે અંબાલાલભાઇને કહ્યું “બારણું ઉઘાડો. સુખલાલને આવવું છે.” હું ચડતો હતો ત્યાં બારણું ઉઘડ્યું. | અમારા સાણંદના નગરશેઠ શાહ સાંકળચંદભાઇ હતા. એમણે થોડાક પ્રશ્નો ખુલાસા માટે શ્રીમદ્ પાસે રજુ કરવા મને મોકલ્યો. એ પ્રશ્નોનો કાગળ મારા ખીસામાં હતો. હું શ્રીમદ્ પાસે ગયો કે તરત શ્રીમદે સાંકળચંદ વિગેરેના સમાચાર પૂછયા. તેની વૃત્તિની વાત કરી.
મને લાગ્યું કે સાણંદ સાથે વ્યાપાર વ્યવહાર હોવાથી ખબર હશે પણ પછી વાણી દ્વારા વગર પૂછેલા બધા પ્રશ્નોનો મને શ્રીમદે ખુલાસો કર્યો ત્યારે મને અજાયબી થઇ. સાંકળચંદ શેઠ અંગે કહ્યું કે “આ ભવમાં રીઢા નહીં મટે એમ કહેજો.''
મેં કહ્યું મારાથી બોલાય જ નહીં. કહું તો મને હેરાન કરે, નાત બહાર મુકે. શ્રીમદે કહ્યું “હરકત નહીં આવે, કહેજો.”
સાણંદ ગયા પછી સાંકળચંદ શેઠને ઉપલી બધી વિગત જણાવી, શ્રીમના કહેવા પ્રમાણે કહ્યું. હેરાન તો ન કર્યો પણ ઉલટા શ્રીમદુના વખાણ કરી કહ્યું “ શ્રીમદે બરાબર નાડ પારખી છે.'
ભાદરવા-આસોમાં મારે મુંબઇ જવાનું થયું. આ સાલનું ચોમાસું નિષ્ફળ ગયેલ. પરિણામે છપ્પનીયો દુકાળ પડેલ. આ વખતે મારે ચોખા વિગેરેની ખરીદી માટે પનવેલ જવાનું હતું. હું શાહ રેવાશંકર જગજીવનની પેઢીમાં ઉતર્યો. સાહેબજી ફક્ત ત્યાં એકલા હતા. પેઢી ત્રાંબા કાંટા ઉપર ઝવેર ગુમાનના માળામાં સૌથી ઉપર બે દાદરે હતી. પનવેલ મેં જોયેલ નહતું. ત્યાં મુંબઇથી આગબોટમાં જવાનું હતું. ગોધાવીવાળા વનમાળીદાસ ઉમેદરામ અગાઉથી પનવેલ ગયેલ હતા. મેં તેને લખ્યું હતું કે અમુક દિવસે હું આવીશ. આ વાત સાહેબજીને મેં કરી નહતી. હું અજાણ્યો એટલે સાહેબજી પોતે મને બંદર ઉપર મૂકવા આવ્યા હતા. ટિકિટ તેમણે કઢાવી હતી. અને હું દરિયાનો અપરિચિત હોવાથી મને આગબોટમાં નીચે બેસવા ભલામણ કરી હતી. (ઉપર પાણી ન દેખાય તેમ) કેમ કે સ્ટીમર ચાલે અને પાણી પાણી દેખાય એટલે અપરિચિતને ફેર આવે.
વળી કહ્યું, “મુંઝાશો નહીં. વનમાળીદાસ તમને સામા બરાબર લેવા આવશે.”
વનમાળીદાસ બરાબર લેવા આવ્યા હતા. ચોખા વિગેરેની ખરીદી કરી થોડા દિવસ પછી વનમાળીદાસ અને હું મુંબઈ આવ્યા. સાહેબજી પાસે ઉતર્યા.
સાહેબજીએ વિગતો પૂછી અને જણાવ્યું કે ખરીદેલી અમુક ચીજમાંથી તમને સારું હાંસલ મળશે.”
અને તેમ મળ્યું હતું. વનમાળીદાસ એકાદ દિવસ રોકાઇ સાણંદ ગયા. હું મુંબઇમાં થોડા દિવસ વધારે રોકાયો. તે દરમ્યાન સાહેબજી હંમેશા મહેમાનગતિ કરતા. સવારે ફરતું ફરતું ભોજન, એક મિષ્ટાન અને સાંજે ભાખરી કે પૂરી, દૂધ, ભાત વિગેરે જમતા. મુંબઈ મેં જોયેલું નહીં તે સાહેબજીએ ફેરવીને બતાવ્યું. બંદરની ગોદીમાં ચોખા વિગેરે હતું. તેની સંભાળ રાખવા એક અમારો માણસ રાખેલ. તે કોઇ દૈવી સંજોગે ગાંસડી પડતાં નીચે ચગદાઈ મૃત્યુ પામ્યો. અમે તો ગીરંગામ હતા.
સાહેબજીએ મને પૂછયું કે ફલાણો તમારો કંઇ સંબંધી થાય ?તેનું આમ મૃત્યુ થયું છે. તમે ગોદીમાં જાઓ. અને દુકાનથી બે માણસ લઇ જઈ તેની સ્મશાનક્રિયા કરો. સાહેબજીને મકાને બેઠાં આ ખબર કેમ પડી ? કોઇ કહેવા પણ નો'તુ આવ્યું. હું કપડાં બદલીને જતો
૧૨૯