SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની પ્રસ્તાવનામાંથી IIT “શ્રીમદ્ભુની વિદ્યમાનતામાં તેઓના પરમભક્ત ખંભાતના ભાઇ શ્રી અંબાલાલ લાલચંદે શ્રીમદ્જીની અનુમતિથી મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો તથા અન્ય લખાણોનો સંગ્રહ કરેલ, તેમાંથી પરમાર્થ સંબંધીનાં લખાણોનું પુસ્તક શ્રી અંબાલાલભાઇએ તૈયાર કર્યું. તે પુસ્તક શ્રીમદ્ભુ પોતે તપાસી ગયા, અને તેમાં પોતાના હાથે કેટલાક સુધારા વધારા કર્યા છે. આ આત્મસાધન (શ્રી વચનામૃતજી) આપણને પ્રાપ્ત થયું છે તે સંગ્રહી, શ્રી અંબાલાલભાઇએ સાધક વર્ગ ઉપર પરમ ઉપકાર કર્યો છે. પરમકૃપાળુદેવના વિદ્યમાનપણામાં પરમ ભક્તિથી ચરણસેવાનો લાભ પામનાર, રાત-દિવસ ખડે પગે સેવા આપનાર પૂ. શ્રી અંબાલાલભાઇ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતરણને નિહાળનાર પણ પોતે જ, તેમજ પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઇના સમાધિ મરણના પરમ ભાગ્યવંત સાક્ષી પણ તેઓ જ.'' આપણા જેવા પામર મનુષ્યો કૃપાળુની કૃપાના પાત્રોને શું વર્ણવી શકે? તે કાળના અને વર્તમાન કાળના પરમ મુમુક્ષુઓના ઉપકારને સંભારી આપણે આપણું ઉપાદાન નિર્મળ કરીએ, તે જ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે નતમસ્તકે નમ્ર પ્રાર્થના છે.’’ આ સંશોધન ક૨વામાં શ્રી સુબોધક પુસ્તકશાળાના જે જે મુમુક્ષુઓએ તન, મન, ધનથી જે ફાળો આપેલ છે તે સર્વેના અમો આભારી છીએ, તેમજ ખાસ કરીને સં. ૨૦૪૭ના ચાર્તુમાસ દરમિયાન પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજસાહેબો, પૂ. શ્રી પુષ્પાશ્રીજી મ.સા., પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મ.સા. તથા પૂ. શ્રી રાજપ્રભાશ્રીજી મહારાજ સાહેબોએ કાળજી લઇ આ કાર્ય જાતે ઉપાડી-પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વિના જે મહેનત લઇ આ સંકલન તૈયાર કરાવરાવ્યું છે, તે માટે તેઓશ્રીના અમો ઘણા ઋણી છીએ. અંતમાં આપણ સર્વેને પૂ. શ્રી અંબાલાલભાઇ જેવી ભક્તિ, સમર્પણતા, આજ્ઞાધીનતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી આ પુસ્તકમાં પૂ. શ્રી સુખલાલભાઇ છગનલાલે પૂ. શ્રી અંબાલાલભાઇને કાગળમાં જે ભક્તિસભર ઉદ્ગારો લખેલ છે તેની સ્મૃતિ કરી આ પ્રસ્તાવના પૂર્ણ કરીએ છીએ. ન અમે તે ભક્તોને, તેઓશ્રીની ભક્તિને, તેઓશ્રીના ચરણને નમસ્કાર કરીએ છીએ, વારંવાર વંદીએ છીએ, તેનું ધ્યાન સ્વરૂપ વિચારીએ છીએ, કારણ કે પ્રભુએ તો માત્ર ચૈતન્યને, ચૈતન્યમય શુદ્ધ સ્વરૂપ કરી દીધું છે. પણ આ ભક્તે તો હદ કરી છે. કારણ કે આ ભક્તે તો સર્વ અર્પણ કરી દઇ, પોતાનું ન માનીને, પ્રભુના શરીરને, પ્રભુના વિચારને, અરે ! તેનું સ્વરૂપ અને તેના જ્ઞાનમાં જે સમાયું છે તે સર્વને એક પ્રભુરૂપ સ્વિકારી, આત્માના શુદ્ધ સ્વરૂપમાં ગાળી, એક ચૈતન્ય સ્વરૂપ, પરમ પ્રેમરૂપ, અખંડપણે સ્વિકાર્યું છે. એક અભેદભાવે ભક્તિ કરનાર તે પરાભક્તિના પાત્ર, ભગવાનના અનન્ય સ્વરૂપને વંદીએ છીએ. સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વસંતભાઇ ચી. શાહ. ભાવનગર
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy