SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની મારી દશા નથી, માટે તે દશા થવી તે આપના ચરણનો નિવાસ છે. તો હે દયાળુ નાથ ! આપ તો દયાળુ છો, કૃપાળુ છો, સરળ છો. તો ભલા ! આટલા બધા અનંતા જીવોમાં આ એક આપના પાસે રહે તેમાં આપને શું ભારે પડવાનો હતો. ક્ષમા કરશો. અંતરંગથી વિચાર વિશેષ ખીલી નીકળવાથી જેમ ભણકાર ઊઠયો તેમ લખ્યું છે. અનેક દોષિત છું. મૂઢ છું એટલે જુસ્સો આવી જાય છે. માટે આપ તો દયાળુ છો. મારા દોષ સામું નહીં જોતાં દયા લાવી કોઇ પણ દોષ થયો હોય તો ક્ષમા આપવા દયા કરશોજી. હે દીનાનાથ, કળિયુગ છે અને કાળ કઠીન છે. પુરૂષાર્થનું બળ આપના વિના ચાલી શકતું નથી. ઠેઠ સુધી માયાનું બળ વિશેષ છે. ત્યાં તો જ્યારે કંઇ પણ દશા થઇ હોય તો વિશેષ જાગૃત ઉપયોગે રહી શકાય, નહીં તો આપના ચરણ સમીપ વિના આ અનાથ શા આધારે રહી શકે. કારણ કે આપના સમીપ તો સેજ પણ માયાનું જોર નહીં ચાલવાથી આ બિચારા અનાથ જીવને સહજ સહજમાં પુરૂષાર્થને વિષે જાગૃતપણાને વિષે રહેવું સુલભ પડે છે. તો હે નાથ ! હે દીનદયાળ, અનાથના નાથ, અશરણના શરણ, આંધળાને લાકડીના ટેકારૂપ એવા જે આપ સર્વજ્ઞ, દીવા સમાન, બોધબીજદાયક, ધર્મના પમાડણહાર, અનંત કૃપાથી યુક્ત ! અનંત દયાની ખાણ, દયાની ખાતર આ અલ્પજ્ઞ મૂઢ પામરને આપના ચરણ સમીપમાં તેડાવવા દયા ક૨વા મહે૨ ક૨વાની કૃપા કરશોજી. 10 Dec En કોઇ પણ પ્રકારે અવિનયાદિક કોઇ પણ યોગથી લખાયું હોય અથવા દોષ થયો હોય તો પુનઃ પુનઃ નમસ્કા૨ કરી ક્ષમાવું છું. SPI હે નાથ ! આપના દર્શનની - સમાગમની ઘણી જ ઘણી ઇચ્છા થાય છે અને હવે માયા ઘણું જોર કરે છે. અને પોતામાં લઇ જવા બહુ બહુ પ્રકારે યત્ન કરે છે. માટે હવે તો દયા કરી કાંઇક સમાગમ કરાવવાની આ દીન ઉપર દયા થાય તો બહુ જ આનંદ થાય. દયા કરશોજી. કામ સેવા ફરમાવશોજી. લિ. અલ્પજ્ઞના નમસ્કાર. (જવાબ વ. ૬૮૮) પત્ર-૫૦ કારતક સુદ ૨, ૧૯૫૦ FRAKT SIP પરમદયાળુ, પરમકૃપાળુ, અનંત દુઃખમય, પ્રાણીના કારણભૂત, સહજસ્વરૂપી, પૂર્ણાનંદી, પરમહિતસ્વી, અકર્તા - અભોક્તા, યોગિરાજ શ્રી કૃપાળુનાથ, 13 લિ. બા. અં.ના. પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી. આપ સાહેબનો હાલમાં ઘણાંક દિવસ થયાં પત્ર મલ્યો નથી. આ બાળકોને હાલમાં પત્રનો આધાર છે. અનાદિકાળના માયાના અભ્યાસી આ જીવ છે. અને તે અંધકારમાં વ્યાપ્ત છે. તેને પ્રકાશરૂપ આપના હસ્ત લિખિત પત્ર છે. pajegy 98 હે પ્રભુ ! એક વિક્લ્પ થયો છે તે દર્શાવું છું. આ બાળકોને જે કાંઇ વેદનીકૃત પૂર્વે ઉપાર્જેલાં છે, તે વેદનીય એની સ્થિતિ પ્રમાણે આવે છે. તેમાં જે વિટંબના વેદતાં લાગે છે, તો બીજા અનેક જીવો તેવી કે તેથી ન્યૂન અધિક વેદના ભોગવે છે. કેટલાક જીવોના શરીર ભિન્ન ભિન્ન કેટલાક જીવો કરે છે. એ જોવાય છે છતાં જેવી આ દેહના નોંધ : જે નવા પત્રો મળી આવ્યા છે તે પત્ર નં. ૫૦ થી ૬૧ આ નવી આવૃત્તિમાં છાપવામાં આવ્યા છે. પાર ભરો ૫૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy