________________
GRESS સત્સંગ-સંજીવની SWER KEY
દુઃખમાં ભ્રાંતિ રહે છે તેવી બીજા જીવો પ્રત્યે કેમ રહેતી નથી. આ ભારતભૂમિમાં કેટલાક સાધુજી છકાયાદિકની દયા પાળે છે પણ અનુભવરૂપે જેવું પોતાને દુ:ખ તેવું સર્વને દુઃખ એમ પણ અનુભવ નથી. એવું તે શું કારણ હશે ? સર્વ આત્માઓ એક જ સ્વરૂપે છે. પ્રત્યેકે પ્રત્યેક ભિન્ન છે, પણ એક જ જાતિના છે, તો પછી એમ કાં થતું નથી ? શ્રી જ્ઞાનીપુરૂષોએ સર્વ જીવ ઉપર બહુ બહુ પ્રકારે દયા વર્ણવી છે તેવો ભાવ તેવી સ્થિતિ સર્વકાળ રહેતી નહીં હોય ? કવચિત્ કવચિત્ આપના પ્રતાપે કાંઇક લાગે છે. જેવી રીતે જ્ઞાનીપુરૂષોએ દયા વર્ણવી છે તેવો ભાવ સર્વકાળ જ્યારે આત્મામાં ઊગશે ત્યારે કલ્યાણ થવાનું છે. અને જ્યારે તેમ યથાર્થ ઊગશે ત્યારે અતિશે અતિશે સંકોચ પામશે એમ લાગે છે. માટે હે નાથ ! આ પ્રશ્નનો ખુલાસો આપને યોગ્ય લાગે તો લખશો.
આ જગતમાં કર્મના વશ થકી જીવ અશુભ વેદનીય વેદે છે તે જોતાં મહાત્રાસ અને મહાભય જેવી સ્થિતિ કવચિત્ કવચિત્ આપના પ્રતાપે લાગે છે. આપને તો જેવો આત્મા વિષે ભાવ છે અને સર્વકાળ એ જ સ્થિતિમાં છો અને સર્વ જીવ વિષે અભિન્ન બુદ્ધિ છે અને અનંત કૃપા છે. હે નાથ, ઘણા દિવસ થયા, પત્ર નથી, માટે કૃપા કરી પત્ર લખશો. એ જ અરજ. | છે આપ સાહેબનો આજ દિન પર્યત કોઇ પણ પ્રકારે અવિનય, અશાતના મન, વચન અને કાયાના કોઇ પણ યોગાધ્યવસાયથી થઇ હોય તો પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું. ક (જવાબ વ. ૪૭૮) ગાય
લિઃ પોપટ
આ બાળક તો અનંત દોષથી ભરેલો છે. હવે એ દોષો તો મોટાની કૃપા વિના જાય જ નહીં. મોટાપુરૂષની કપા અત્યંત છે પણ મારી પાત્રતા નથી. તેજ મારો મહતુ દોષ છે તે આપ પત્ર ધ્વારે નિવારણ કરશો. સમાગમનો હાલમાં વિયોગ છે. તેમાં તો પત્રનોજ આધાર છે. કલાભાઇને ત્યાં કેટલાક ભાઇઓ અંબાલાલભાઇ, કરસનભાઇ, પોપટલાલ, છોટાલાલ તથા પોપટલાલ ભાઇચંદ વિ. રાતના મળે છે. ધર્મ સંબંધી પુસ્તકો વખતે વખતે વંચાય છે પણ તેવી દશા વિના સ્કુરાયમાન યથાર્થ થતું નથી. હે ભગવાન હું શું લખું? આપ સર્વ જાણો છે. બાળક હજા, સ્વચ્છંદી છે. તેને આપના પ્રતાપે દોષ તો હવે સૂઝે છે પણ હજા ટાળી શકતો નથી. એ મહા વિટંબના છે તે વિટંબના ટાળનાર આપ જ છો. લિ. પોપટના વારંવાર નમસ્કાર
પત્ર-૫૧
ખંભાત
કારતક સુદ ૩, બુધ, ૧૯૫૧ આપ સર્વજ્ઞ કૃપાળુશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમદયાળુ, પરમમયાળુ, પરમોપકારી, દયાવંત, કૃપાનિધિ, સત્ પ્રભુશ્રીજી સાહેબજી શ્રીને નમ્ર વિનંતી આપ દયાળુ કૃપાનાથ તરફથી હાલમાં પત્રધ્વારે દર્શન લાભ મલ્યો નથી તે કૃપા કરી છોરૂની સંભાળ લેવા દયા કરશો. આ વિશેષ સુજ્ઞ કૃષ્ણદાસને હાલ દિન ૧૫-૨૦થયાં વાયુની પ્રકૃતિ રહે છે એટલે કે ચિત્તભ્રમ રહે છે. વાયાનોવિશેષ ભાગ હોય એમ સમજાય છે, અને એમ થવાનું નિમિત્ત કારણ એમ બન્યું કે આસો સુદમાં એમની ભાણેજે
પ૬