________________
જ વિ
} સત્સંગ-સંજીવની GPSC ()
એક કડું હાથનું રૂ.૨૫ ના આશરાનું ખોયું હતું. તે ઉપરથી એમને એકદમ ચિત્તભ્રમ જેવું થઇ ગયું છે. એટલે અહોરાત્ર વિચાર વિચાર ને વિચાર, અને તે વિચારો એકાંત દુ:ખના કારણો થઇ પડે તેવા એટલે કે મારું કેમ થશે? ફલાણો મને દગો તો નહીં દે; ભાણીની સંભાળ કોણ લેશે? આ દેહ તો નહીં પડે? કોઇ મને આ દુ:ખથી નિવૃત્ત કરે તો પછી મને બીજું દુ:ખ નથી. એ વિગેરે અનેક પ્રકારના વિચારો સહજ વારમાં કરી નાખે છે અને ભય, ભય ઉત્પન્ન થયા કરે છે. કેટલીક વખત આ વાત દબાવી રાખીને સત્સંગમાં આવવું બંધ રાખ્યું હતું. થોડા દિવસમાં વાત પ્રસિધ્ધ કરી હતી જેથી તેમને માટે બીજો તો ઇલાજ કાંઇ બની શક્યો નથી. પણ હાલ તો મારે ત્યાં આવીને કેટલોક વખત રોજ બેસે છે. આપણા વચનામૃતોનું પુસ્તક વાંચે છે. અને વાતચીતના પ્રશ્નોથી જરા શાંતિ રહે છે. એમ અહીં બેસે તેટલો વખત સહજ શાંતિ રહે છે. અને ઘેર ગયા કે કાં રડી ઊઠે કાં ગભરાઇ જાય, કાંઇ ગમ પડે નહીં. મગજના ભાગમાં ગરમીથી ગભરામણ બહુ રહે છે જેથી કોઇ પણ પ્રકારે એને હાલમાં શાંતિ થતી નથી. અત્રે આવે એટલો વખત એનું મન જરા શાંતિ પામે, એવી રીતે એમને બિચારાને થઇ પડ્યું છે. દિન ૨૦ થયા નિદ્રા આવતી નથી, તેમ ખવાતું નથી એમ બને છે. પણ હજુ પોતાને સ્મૃતિ છે કે મારાથી આમ બને છે, મને આમ થયું છે, અને જે હકીકત બને છે તે અત્રે પાછી જાહેર કરે છે. આપનું નામ હરવખત યાદ લાવી બિચારા બહુજ ઝરે છે. આવો મને સત્સંગ મલ્યો છે અને કર્મના ઉદયે મારી આ દશા આવી. અરેરે હવે શું થશે, એમ ઘણે જ ભાગે ઓછું આવી જાય છે. લખતાં હાથ ધ્રુજે છે એટલે પત્ર વિ. કાંઇ લખી શક્તા નથી. તેમ વાંચતા સમજણ પડતી નથી. હવે પોતે જાહેર કરે છે કે આટલા દિવસ મને જ્ઞાન થયું છે એમ મેં માન્યું. હતું ને હવે પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે તે કલ્પનું હવે મિથ્યા છે. જો જ્ઞાન માન્યું હતું તે સાચું હોત તો મને આવી દશા હોત નહીં. માટે હવે તો કૃપાળનાથ મારા મહાપ્રભુજી રાયચંદભાઇ મારો નિર્વાહ કરશે એમ વારે વારે બિચારાને ઓછું આવીને સ્મરણ કરે છે. તેને સ્ત્રી પુત્ર કે કાંઇ નથી, ફક્ત બે ભાણેજ છે. તે એમને રસોઇ બનાવી આપી એમને ત્યાં રહે છે. આપના પવિત્ર હાથના પત્રની બહુજ ઇચ્છા રાખે છે. આપનો પત્ર આવ્યાથી અને તે વિચારવાથી મને શાંતિ થશે એમ તેઓ કહે છે. એ બિચારા જીવને કાંઇ ઉદય હોય અથવા ગમે તેમ હોય પણ હાલ તો આ કર્મ આવ્યું છે. કાંઇ કરતા સન્માર્ગથી ન પડે તેનો લક્ષ સન્માર્ગમાં રહે એવો કોઇ ઉપદેશ થાય અને પત્ર તેવો મળે તો તેમને આનંદ થાય. આપના દર્શનને બહુજ ઇચ્છે છે. હાલ તો એજ. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો.
આ લિ. કરસનદાસ - હું ઘણું કરી દૃયમાં આપનું સ્મરણ કરું છું. આ સંસારમાં મારું કાંઇ કોઇ સહાય કરે તેવું નથી. એક આપની તરફથી એવો વિચાર આવે છે જે મારૂં સહાયપણુ કરશો. આપનું શરણ રહે, સ્મરણ રહે એવું આપ કરશો. ને તમારી કૃપાથી સુખશાતા થશે. ઘણું ઘણું કરીને વિનંતી કરું છું.
| (અં) ઉપરની હકીકત પોતાની મેળે લખી છે. અને લખતાં લખતાં એમને બહું ઓછું આવતું હતું. એટલે દ્ભય બહુજ ગભરાઈ ગયું છે તે રડી પડે છે. હવે આપણો પવિત્ર વચનામૃતોના દર્શનથી એમને શાંતિ થાઓ, હાલ તો એજ. આ છોરૂની હાલ તો માયામય પ્રવૃત્તિ વર્તે છે. વ્યવસાયાદિકથી કેટલેક પ્રકારે નિવૃત્તિ ભાવ ઇચ્છે છું, છતાં મન તેથી વિશ્રામ પામી સત્સંગમાં કે સત્યરૂષમાં પ્રવર્તન થયું નથી એ માટે જેમ શિક્ષા આપવી ઘટે તેમ આપો.
દીન છોરૂ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર. (જવાબ વ. પ૩૭)
પ૭