________________
GSSSS સત્સંગ-સંજીવની
(9
પરમકૃપાળુ કૃપાસાગર સત્ પ્રભુશ્રી
હાલમાં આપના પવિત્ર, કોમળ કરના લખેલ પત્રથી દર્શન લાભ થયો નથી જેથી બાળક ઇચ્છે છે. કપા કરી છોરૂની સંભાળ લેવા દયા કરશો. હે દયાસાગર, અનાથના નાથ, હજુ આ અનાથ પામર બાળકને ક્યાં સુધી વિયોગમાં રાખી મૂકશો. કૃપા કરી આપની ચરણસેવામાં સદા સંગ આ છોરૂને કરાવો તો બહુ જ આનંદ થાય. આપના વિયોગમાં ઘણા ઘણા કાળ થઇ ગયા રહ્યો, અને હજુ રહેતાં છતાં પણ આપનો વિયોગ આત્મભાવે થતો નથી. અને અનાત્મ પદાર્થ ઉપર દષ્ટિ વિશેષ રહે છે. અર્થાત્ તેમાંજ વહાલપ વર્તે છે. માટે કૃપા કરી તે અનાત્મ પદાર્થ પરથી વહાલપ છૂટી (વિયોગમાં રહેતાં પણ) આપના પ્રત્યે આત્મભાવે પરમ પ્રેમથી વહાલપ વર્તે, એવી કાંઇ કૃપા કરશો. આપની કૃપા અનંતી છે. આપની દયાળુતાને કોઇ રીતે આ બાળકથી બટ્ટો અપાય તેમ નથી. પણ આ હીન પુરુષાર્થી તેમ કરવામાં અસતેજ રહી માયાની પ્રવૃત્તિમાં સતેજ રહે છે. માટે હાલ તે શું સાધન કરે ? અને કેવા જોગથી વર્તતા માયાના પ્રપંચથી નિવૃત્તિ પામી આપની ભક્તિમાં જોડાય, તે કૃપા કરી જણાવવા દયા કરશો. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો..
લિ. દીન છોરૂ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિસમય નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૪૨૪)
પત્ર-૫
ખંભાત
મહા સુદ ૧૧, શનિ, ૧૯૪૯ સત્ પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર પરમ કૃપાળુ પરમ દયાળુ પરમ પૂજ્ય સાહેબજી સત્ પ્રભુશ્રી
આપના પવિત્ર હસ્તનો લખેલ પત્ર પરમકૃપામય પરમ દયામય ભરેલો (વ. ૪૨૭) પત્ર મલ્યો. તે વાંચી અતિ આનંદ થયો છે. એવી જ રીતે બાળક ઇચ્છે છે. તે દયા કરશો. | હે પ્રભુ, આપે તો બહુજ દયા કરી, આપની તો અનંત કૃપા છે. પણ આ અનાથ પામર બાલક સંસારરૂપી સમુદ્રમાં તણાઇ જતાને સહાય દેવા ઇચ્છા જણાવી, અગ્નિમાં બળી જતાને શીતલતા આપવા કૃપા કરી, આ માયાના પ્રપંચમાં રાચી રહેલા છોરૂનો હાથ પકડી આપે દયા કરી. અલ્પજ્ઞને આપ સર્વશે સત્સમાગમ થોડા વખત માટે કરવા જણાવ્યું તે વાંચી પરમ હર્ષ થયો છે. તો હે કૃપાનાથ ! આપની મરજી પ્રમાણે જે વખતે જે મુકામે જણાવો તે વખતે ત્યાં આપની હજુરમાં આવવા આ બાજુક તૈયાર છે. તો કૃપા કરી છરૂને ઇચ્છાનુસાર જણાવશો. હાલ એજ. આપના પત્રની રાહ જોઇને બેઠો છું. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો.
મા, બાપ આપ તો સમયના જાણ છો. વખતના વિચારણહાર છો. ભલું કર્યું કે આવા વખતમાં આ અલ્પજ્ઞ અનાથ બાલકને આપે સમાગમ કરવાની ઇચ્છા જણાવી. નહીં તો આ મૂઢ જીવને ઘણા વખતના વિયોગમાં રહેલા માયાની સંગતીથી માયારૂપ થઇ ગયેલા તેના ઉપર આપે સમયાનુસાર ઘણી કૃપા કરી દયા કરી છે.
લિ. છોરૂ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિસમય વારંવાર નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૪૨૮)
૧૫