________________
505 સત્સંગ-સંજીવની REGREER GR (9
સહજ સ્વરૂપનું ભાન કરવું હોય તો સત્સંગને અપૂર્વ ભક્તિએ આરાધન કરે - ત્યારે અસત્સંગમાં બહુજ જરૂર વિના બોલવું નહીં, હસવું નહીં, કારણ કે બોલવાથી - મન સ્વચ્છંદી થઈ જવાથી, બાહ્ય વાચા થઈ જવાથી ચિત્ત બહુ વ્યાકુળ થઈ જાય છે. જેથી વૈરાગ્યમાં મંદતા થઈ જાય છે માટે મૌન જ સેવે છે. તે
કુવચન શ્રવણઈન્દ્રીમાં પડવાથી તે પ્રત્યે દ્વેષનું થવું એટલે સત્પરુષના ચરણમાં જવાની ઈચ્છા કોઈ સત્યોગે થઈ, અને ત્યાં જવા મતિ કરી, ત્યાં કુટુંબી લોકોનો વિષમ વચનનો પ્રહાર અને તેથી અટકી જવું. તે કદાચ સહન કરી ત્યાં ગયો અને બોધ સાંભળ્યો તેથી તે પ્રમાણે વર્તવાની ઈચ્છા થઈ, અને તે પ્રમાણે વર્તન કરતાં સ્ત્રીના કુવચન, ભાઈના, પિતાના, લોકના, દુઃસહ વચન સાંભળી તે કાર્ય કરતાં અટકી જવું અથવા તો તે લોક પ્રત્યે દ્વેષ કરવો અથવા તો પોતાને શિથિલ થઈ જવું, એ શબ્દ ઈન્દ્રીના વશથી પણ જીવ માર્ગથી અટકે છે. રૂપ નામના બીજા વિષયનો વિચાર કરીએ. નાટક, વસ્ત્ર, સ્ત્રીનો શણગાર, પુત્રાદિના રૂપ શણગાર, અને જેટલા સ્વરૂપવાન પદાર્થ તે પ્રત્યે રાગદ્વેષથી પ્રવર્તવું. તે રાગદ્વેષ કરવાનો અવકાશ લેવો. તેથી પણ સસુરુષના માર્ગથી અટકી જવાય છે, અને જ્ઞાન શિક્ષા પ્રત્યે પ્રીતિ થતી નથી, માટે તે પણ બાધારૂપ છે. રસ નામનો વિષય, સારા આહારાદિકમાં પ્રીતિ, માઠા આહારાદિકમાં અપ્રીતિ, સત્પરુષના સંગમાં પણ તેવી આસક્તિ રાખવી, તે બોધ શ્રવણ કર્યા પછી રસેન્દ્રીયમાં લુબ્ધતાને લીધે જ્ઞાન શિક્ષા જે મળી હોય તેનું ફળ થતું નથી. કારણ રસેન્દ્રીયની લુબ્ધતાને લીધે વિશેષ આહાર થાય તેથી ઉન્માદપણું થઈ જાય, વિશેષ નિદ્રા આવે, આળસ થાય, અવિચારથી માઠી માઠી પ્રવૃત્તિ થઈ જાય. જેથી સત્પષના બોધનું ફળ અટકી જાય. માટે તે દોષ પણ બાધ કરનાર જ્ઞાની-પુરુષે કહ્યો છે અને તે દોષ મારામાં બહુ જ વર્તે છે. તે વાત અનુભવ પ્રમાણ થઈ છે. તે શ્રી અંબાલાલના પ્રતાપથી તે દોષ વિશેષ ભાયમાન થયો છે, અને તે વિશેષ પ્રગટ જણાવ્યો છે, એવા શ્રી પવિત્રાત્મા મુમુક્ષુને નમસ્કાર. આ ગંધ નામનો ચોથો દોષ. સુગંધમાં રાગપણું, અશુભ ગંધમાં દ્વેષપણું, તે પણ જ્ઞાનશિક્ષામાં બાધ કરનાર કારણ છે.
ના સ્પન્દ્રીય નામનો પાંચમો દોષ, શીત, ઉષ્ણ, લખુ, ચીકણું, ખરબચડો - સુકુમાર, ભારે, હલકો, ઈત્યાદિ આઠ પ્રકાર છે. જે જે વખતે જે જે કાળે, જે જે સુખરૂપે મન ગમે તેમાં રાગપણું, અસુખમાં દ્વેષપણું, તે પણ બહુ જ જ્ઞાન શિક્ષામાં બાધ કરનાર છે. કોઈ શીત-કાળમાં સટુરુષના દર્શનનો જોગ થવાનો હોય અને જો જીવને શરીર પ્રત્યે આસક્તિ હોય, ઠંડીનો ભય હોય, તો સમાગમમાં જતાં અટકી જવાય, માટે તે જીવને પરમ બાધ કરનાર શ્રી જ્ઞાની પુરુષે કહ્યો છે.
પરમ દુઃખને આપે એવા આ પાંચ વિષયો છે. જે જ્ઞાન શિક્ષાને પરમ બાધ કરનાર છે. કષાય નામના દોષનો વિચાર કરીએ તેના ચાર પ્રકાર : ક્રોધ, માન, માયા અને લોભ, ક્રોધથી કરીને સત્કાર્ગ પ્રત્યે અપ્રીતિ, નિવૃત્તિમાં અપ્રીતિ થાય છે. માનથી વિનય નામનો ગુણ પ્રગટ થતો નથી. માન નામના દોષથી દોષમાં ગુણપણું માનવું ઇત્યાદિક બહુ પ્રકાર છે. જે દોષ જ્ઞાન શિક્ષાને બાધ કરનાર જાણી શ્રી જ્ઞાની પુરુષ તેનો ત્યાગ કહ્યો છે.
માયા નામનો દોષ, પોતાના દોષનું ઢાંકવું અને ગુણ નહીં છતાં, ગુણનું વધારવું, લોકોને સારૂં દેખાડવું, સન્દુરુષની ભક્તિમાં પણ મુમુક્ષુને સારૂં દેખાડવું, તે રૂપ બાહ્ય ભાવ, સત્યરુષમાં લૌકિક ભાવ ઈત્યાદિક ગૌણ પ્રકાર છે. તે માયા કપટ પણ જ્ઞાન શિક્ષાને બાધરૂપ કારણ છે.
લોભ નામનો કષાય, જે દોષથી સત્પષને તન, મન, ધન, અર્પણ કરી શકતો નથી. અને જેથી સત્પષનું ઓળખાણ થતું નથી. આ દોષ તો જ્ઞાન શિક્ષાને પરમ બાધ કરનાર છે. પરમ શત્રુ સમાન તે દોષ જાણી શાની પુરુષે તેનો ત્યાગ બતાવ્યો છે. જે યથાતથ્ય છે, જે ત્યાગ સેવનીય છે.
Sછે.
૨૮૨