SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની સ્નેહથી વિરક્ત થતો નથી ? અને ન કરવા યોગ્ય, નિંદવા યોગ્ય, નિભ્રંછા કરવા યોગ્ય એવા મહત્ અકાર્યને સેવ્યા છે, સેવે છે અને ભવિષ્યકાળે પણ માઠા યોગે સેવ્યો જાય એવી દશા વર્તમાનમાં વર્તે છે. આવા ભયંકર દુષ્ટ પરિણામીને શ્રી કૃપાનાથના દર્શન ક્યાંથી જ હોય અને તે શું એનું શ્યામ મુખ દેખાડે. હાય, હાય ! આવો જોગ બનતાં છતાં આ પાપી અધમ પ્રાણી કેમ બુઝતો નથી. આવા ભયંકર કર્મ કેમ એને બાંધ્યા હશે તે કાંઈ સૂઝતું નથી. JAY IN HIS S જેની અંતર કૃપા અનંત દયા વર્તે છે... તે પ્રત્યે ઉલ્લાસિત પરિણામ કરી. લોકભાવથી વિરકત ચિત્ત કરી - તે શ્રી કૃપાળુનાથની ભક્તિમાં કેમ પ્રવર્તતો નથી. એ મોટું નિંદવા યોગ્ય કાર્ય કેમ કરે છે, કરતાં કેમ અટકતો નથી. પૂર્ણ ભાગ્ય છે જેનું, અને જેને ભક્તિને વિષે આત્મા અર્પણ કર્યો છે એવા શ્રી પરમ હિતસ્વી શ્રી અંબાલાલ તથા શ્રી કીલાભાઈએ સત્સંગ કર્યો છે. અને જે પરમ અપૂર્વ બોધ તેમના મુખથી શ્રવણ કર્યો છે. પણ આ જીવ તો મહા દુષ્ટ પરિણામી છે કે ત્યાગવામાં જેની હિમ્મત ચાલતી નથી. ઓ ભગવાન ! હું શું લખું ? આપ સર્વ જાણો છો. આ બાળકને જે પ્રકારે પાંચ ઇંદ્રિયના વિષય ઘટે અને જે ફરીથી ઉદ્ભવે જ નહીં એવી સ્થિતિ થાય તેમ હે દયાળુ ! કૃપા કરો. શ્રી અંબાલાલ તથા શ્રી કીલાભાઈના મુખથી અપૂર્વ બોધ શ્રવણ કરી પછી કાંઈક કાંઈક વિચાર ઉદ્ભવે છે. પણ એક મોટી અગ્નિના ગોળામાં છાંટો પડે ને વિલય થઈ જાય તેવી વર્તના છે. આપ સર્વ જાણો છો. GS Mia h પત્ર-૭૪ જે કાંઈપણ સાધન કરવામાં આવ્યું છે, અને સંતનો યોગ પણ મળ્યો છે, તે સંતના યોગે અને શ્રી સંતના યોગબળથી જીવને કંઈક એમ થયું કે આ વાણી અપૂર્વ છે. આ માર્ગ અપૂર્વ છે. તે વાણી ને તે માર્ગનું આરાધન કર્યું હોય તો જીવનું કલ્યાણ થઈ જાય, આમ વિચાર થાય, પણ અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિંમત ચાલે નહીં, જેથી પ્રવૃત્તિમાં જીવન ચાલ્યું જાય અને મળેલો એવો અપૂર્વ યોગ અફળ જાય. આ ભવનો જ કરેલો વ્યવસાય તે જ મુખ્યત્વે આવરણકર્તા થઈ પડે છે. કેમ કે આ ન તજાય, અને તે તજવામાં વિચિત્ર ભય હોય છે, જેથી જીવ બિચારો તેમાં વ્યામોહ થઈ જઈ અપૂર્વ યોગ મળવા છતાં પ્રમાદ સેવી તેથી ચૂકી જાય છે. -Hun sabse FIR લી. માયાવિ, દુષ્ટ પરિણામી જીવના નમસ્કાર હો. નમસ્કાર હો. આ દેહમાં આત્મબુદ્ધિ રહી તો તે જ ભવાંતરમાં દેહ રહેવાનું બીજ છે. આ દેહમાંથી આત્મબુદ્ધિ ટળી તો ભવાંતરનો ક્ષય એવું પરમ પદ મળે છે. આ ભવનો વ્યવસાય આ ભવમાં જ આડો આવે છે. અને તેથી જીવ પ્રમાદ વશ થઈ જાય છે. તેમાં જ કાળ વ્યતીત કરે છે. તો પરભવે કેટલું મૂંઝાવું પડશે ? તે અસહ્ય વેદના થઈ પડવાની સંભવે છે. જીવ સ્વશક્તિએ આ વ્યવસાય છોડતો નથી. અને પરવશ-કર્મવશ જીવે આ દેહનું પ્રારબ્ધ પૂર્ણ થયે અવશ્ય આ વ્યવસાય છોડવો પડે છે. અને તે કરેલા પ્રમાદનું ફળ ભયંકર ભોગવવું પડે છે. તેનું અત્યારે ક્યાંથી ભાન થાય ? અને જેને ભાન થાય, તે કેમ તજે નહીં ? જ્યારે જીવને છૂટવું હશે ત્યારે તે જ ઉપાય છે. ઘણા મનુષ્યો આ દેહમાં હોવા છતાં આ વ્યવસાય ત્યાગ કરે છે. ત્યાં બીજા વ્યવસાયમાં પાછા તેવા જ તદાકાર જોવામાં આવે છે. જેથી કલ્યાણ અટકી જાય છે અને તેનું ભાન પણ તેમને હોતું નથી. આ જે કરીએ છીએ તે સફળ છે, એમ ભાવના કરી કૃતાર્થતા માને છે, તે તેમનો વિભ્રમ છે. આ ભવના અલ્પ સુખ માટે અને તે પણ ક્ષણિક અને કલ્પિત સુખ અર્થે હે જીવ - કેમ ભૂલ કરે છે ? એમ કરવું તને ઉચિત નથી. GF Msp | ||313113 ૨૮૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy