________________
સત્સંગ-સંજીવની
એવા શ્રીગીતાર્થ ગુરૂ મહારાજની પાસે પાંચ મહાવ્રત અંગિકાર કરી લીધા છે પછી પોતામાં પાળવાની શક્તિ દેખી નહીં તેથી પાળતા નથી પણ તે શુદ્ધ પ્રરૂપણા કરે છે. અને પોતામાં મુનિપણાની પાછી કલ્પના કરતા નથી એવા જિન પ્રવચનના જાણ તે સર્વ સમ્યષ્ટિ જાણવા. ૮. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણે છે, આદરે છે, ને પાળે છે. તે સમ્યક્ પ્રકારે મુનિવ્રત પાળે છે. એવા ચતુર્વિધ સંઘના અગ્રેસર પુરૂષ પ્રવચનના જાણનાર, આજ્ઞાએ કરી જ્ઞાન, દર્શન, ચારિત્રવંત પુરૂષ તે સભ્યષ્ટિ જાણવા.
ઉપર કહેલા પ્રમાણે ચાર પ્રકારના મિથ્યાદૃષ્ટિ તથા ચાર પ્રકારના સમ્યદૃષ્ટિ જીવ કહ્યા. તે જે જીવ વાંચી, વિચારી પોતાના દોષ ટાળે. જ્ઞાનીના વચન શ્રવણ કરી હૃદયને વિષે વિચારી દઢ કરી તે પ્રમાણે વર્તવું. પણ ગફલત કરવી મુમુક્ષુને ઘટે નહીં.
SIPAIR
SPEC પત્ર-૩૫
જ્ઞાનીનું ઓળખાણ કેવા પ્રકારે થાય ?
જ્ઞાની અને અજ્ઞાની વેષમાં ને દ્રવ્ય ક્રિયામાં સમ દેખાય, અને તેને લઈને જીવોને તે ઓળખાણમાં આવતા નથી. ક્વચિત્ તો શાની કરતાં અજ્ઞાનીની ક્રિયા વધી જાય છે. અને તેવું જોઈ બાહ્ય જીવો વ્યામોહ પામે છે. અને પછી તે આશ્રય સેવી ભવ પરંપરા વધારે છે. જ્ઞાની તથા અજ્ઞાનીનું ઓળખાણ વચન દ્વારે વિવેકી જીવને સમજાય છે. કા૨ણ કે જેવી જેવી જીવની દશા હોય છે તેવી તે પ્રમાણમાં વાણી નીકળે છે. અશુભ દશામાં આત્માનું વર્તન હોય છે ત્યારે પાપ ભાષા નીકળે છે. શુભ દશાનું વર્તન હોય તો નિરવદ્ય ભાષા નીકળે છે. અને જ્યારે શુદ્ધ ચૈતન્યમય ઉપયોગ હોય છે ત્યારે કોઈ અપૂર્વ ભાષા નીકળે છે એમ શ્રી જ્ઞાની વર્તમાન પુરૂષના પ્રતાપે તેમના વચનથી કાંઈક વિશેષ સમજાય છે. અંતર વિક્ષેપસહિત હોવાથી વિક્ષેપ ભાષા નીકળે છે. અંતર શાંત હોવાથી શાંત ભાષા નીકળે છે. કવિચત્ કચિત્ અજ્ઞાની પણ શાંત થઈ ધીરે ધીરે બોલે છે પણ તે માયિક અંતર હોય છે. અને જ્ઞાનીનું સહજ અંતર હોય છે. શાંતિથી બોલાતું હોય પણ તે ભાષા વદનારનો આત્મ ઉપયોગ જો તેમાં ન હોય તો શ્રી જ્ઞાનીપુરૂષ કહે છે કે તે કલ્પિત હોવાથી ઉપકારહેતુ હોય નહીં.
જ્ઞાની પણ આહાર લૂખો લે, નિરસ લે, અજ્ઞાની પણ તેમ લે. તેથી કંઈ જ્ઞાની છે તેમ કહેવાય નહીં. જેનો આત્મ- ઉપયોગ આહાર લેવા-કરવામાં જાગૃત દશા હોય તે જ્ઞાની કહેવાય. આ ઓળખાણ થવી અત્યંત વિકટ છે. જ્ઞાનીનું બાહ્ય પ્રવર્તન ક્રિયા આદિકનું જોઈ અજ્ઞાની પણ તે પ્રવર્તન કરી પોતામાં જ્ઞાન માને છે પણ તેનું નામ જ્ઞાન નહીં. જ્ઞાન કોઈ ઓર વસ્તુ છે. એ વચનથી અગોચર છે, શુદ્ધ ચૈતન્ય છે.
એ ઓળખાણ થવા આ જીવે આત્મજાગૃતિ કરવી યોગ્ય છે. જેમ જેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનીનું ઓળખાણ થાય. તે માટે આ જીવે સંસારના પદાર્થો પ્રત્યેથી બહુ જ જાગુપ્સિત થવું યોગ્ય છે. નહીં તો આ મનુષ્યદેહ પામ્યા કે ન પામ્યા સમાન ગણવા જેવું છે.
શ્રી જ્ઞાનીનું એક અદ્ભુત ઓળખાણ તો એ છે કે તે પરમપુરૂષોએ જે વચન અમૃતરસ રેડ્યો એને જેણે ઝીલી લીધો કે ત્યારથી તેનું વર્તન ફરે છે અને વિયોગે પણ જાગૃત રહે છે. અજ્ઞાનીના બોધથી તેમ થતું જોવામાં આવતું નથી. કંઈક સામાન્ય વર્તન થાય તે પણ લક્ષ વગરનું થાય ને તેમાં પોતે ફસાયાથી છેતરાય, પણ તેને ખબર પડે નહીં. આ વાત વિચારવાથી સિદ્ધ થશે.
૨૧૯