________________
@ RSS RSS સત્સંગ-સંજીવની GPSSSC
શ્રી લલ્લુભાઇ ઝવેરચંદ - ખંભાત ભાઇ શ્રી લલ્લુભાઇ ઝવેરચંદ શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે સંબંધી ટૂંક વૃત્તાંત :
હું પ્રથમ વૈષ્ણવકુળમાં જન્મ પામેલો અને સ્થાનકવાસીના કુળનો મારો એક મિત્ર હતો તેના સહવાસથી મને સ્થાનકવાસીની શ્રદ્ધા થઇ હતી અને તેમાં લગભગ વીસ વર્ષ સુધી તેમના પ્રસંગમાં રહ્યો હતો અને તે ક્રિયાનો આગ્રહી થઇ ગયેલો. પરમકૃપાળુદેવ જ્યારે શ્રી ખંભાત નજીક શ્રી વડવા મુકામે પધાર્યા હતા ત્યારે મારા ભાઇબંધ પટેલ દામોદર કેશવલાલ શ્રી વડવે ગયા હતા અને ત્યાં જઈને આવ્યા બાદ મને જણાવ્યું કે આપણે તેઓશ્રીની પાસે જવા જેવું નથી. તેવી વાત સાંભળી હું ગયો નહોતો. ત્યાર પછી મુનિશ્રી લલ્લુજીએ મને તથા દામોદર કેશવલાલને ભલામણ કરી કે તમો ભાઇ શ્રી ત્રિભુવનભાઇ તથા ભાઇ શ્રી અંબાલાલભાઇના સમાગમમાં જજો જેથી ત્યાં અમો જતા હતા. ત્યાં બે-ત્રણ દિવસ સુધી ગયા બાદ એક વખતે અમોએ જણાવ્યું કે અમોને કાંઇક ધર્મનું સાધન બતાવો. ત્યારે તેઓએ કહ્યું કે જિનાજ્ઞા થશે ત્યારે સમજાશે. ત્યારે અમો બન્નેએ અરસપરસ એવો વિચાર કર્યો કે જિનાજ્ઞા તે શું અને તે ક્યારે થાય ? આપણે ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા તે પણ ચૂક્યા, ત્યારે હવે તો આપણે તો જે કરતા હતા તે જ કરો તેવા વિચારથી ઉપાશ્રયે જવા લાગ્યા અને શ્રી પરમકૃપાળુદેવની નિંદા કરવા લાગ્યા જેથી અમારા કમનસીબે જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડ્યો. ત્યાર પછી તે સમાગમમાં મુનિશ્રી લલ્લુજી મુનિ હતા તેથી ઘણા દિવસ પછી એક દિવસે એમ થયું કે આ પ્રવૃત્તિ કરતાં અનાદિના દોષોમાંથી કોઇ પણ દોષ નિવૃત્ત થતો નથી. ત્યાર પછી મુનિશ્રી મોહનલાલજી મહારાજની દશા જોઇને મુખમુદ્રા પર ત્યાગવૈરાગ્ય જોઇ એમ થયું કે આ મુનિશ્રીના વૈરાગ્યમાં વૃદ્ધિ સારી થઇ છે તેથી તેઓશ્રીને મેં પૂછયું કે મારી આજ સુધીની વર્તના એવી ને એવી રહી છે અને કોઇપણ પ્રકારનું મોળાપણું થતું નથી, માટે આપ કંઇ બતાવો. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે એ તો સહેજે થઈ જાય. ત્યારે મેં જણાવ્યું કે કેવા પ્રકારે વર્તવાથી થાય તે બતાવો, ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મુનિશ્રી દેવકરણજી સ્વામી પાસે જાઓ. ત્યારે હું ત્યાં ગયો અને મેં તેઓશ્રીને પૂછયું ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મુનિશ્રી લલ્લુજી મહારાજને કહો, તેઓશ્રી તમોને જણાવશે. ત્યારે અમો મુનિશ્રી લલ્લુજીસ્વામી પાસે ગયા અને તેઓશ્રીને પૂછયું ત્યારે તેઓશ્રીએ મને ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' તે પદના વિસ્તારથી અર્થ કહી સંભળાવ્યા અને જણાવ્યું કે તમો તો સંસારી છો એટલે જઇ શકો તેમ સાધન છે, માટે પરમકૃપાળુદેવ નડિયાદ પધાર્યા છે ત્યાં જોગ સારો છે માટે ત્યાં જવાની આજ્ઞા મંગાવો, માટે ત્રિભોવનભાઇ પાસે પત્ર લખાવી આજ્ઞા મંગાવી. તેથી મેં એમ કર્યું. તેનો જવાબ પરમકૃપાળુ દેવ તરફથી ભાઇ શ્રી અંબાલાલભાઇના સરનામે આવ્યો તેમાં જણાવેલું હતું કે આવવા ઇચ્છા હોય તો ભલે આવજો. તેથી આજ્ઞા મળવાથી હું વગેરે કેટલાક ભાઇઓ શ્રી નડિયાદ ગયા. હું તથા ભાઈ શ્રી છોટાલાલ માણેકચંદ બંને બેલગાડીમાં બેસી પેટલોદ ગયા અને ત્યાંથી શ્રી નડિયાદ ગયા. રસ્તામાં જતાં ભાઇ શ્રી છોટાભાઇએ મને પૂછયું કે જઇએ છીએ તો ખરા, પરંતુ કાંઇ પૂછવા વિચાર ધાર્યો છે ? ત્યારે મેં કહ્યું કે શાસ્ત્રકારો એમ જણાવે છે કે શ્રી તીર્થંકરદેવની વાણી યોજનગામિની હોઇ શ્રોતાવર્ગ યોજન સુધી સાંભળે છે તો શું તીર્થકરો એટલા મોટા ઘાંટાથી બોલતા હશે ? ત્યારે શ્રી છોટાલાલભાઇએ ખુલાસો કર્યો કે “સાંભળે” નહીં, પણ “સાંભરે” અર્થાત્ એ વાણીનું બળ મહત્વ એવાં છે કે અમુક છેટે સુધી અમુક કાળ સુધી દૃય સાથે શ્રોતાવર્ગને ચોંટી જાય અને તેની અસર રહે. આ ખુલાસાથી મને પ્રિયકર અને રૂચિકર લાગ્યું. ત્યાર પછી અમો ત્યાં પહોંચ્યા અને પરમકૃપાળુદેવના દર્શન કર્યા. મને જોતાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ, લલ્લુભાઇ આવ્યા કે ? મેં કીધું કે હાજી. ત્યાર પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ લલ્લુભાઇ, તમારા સાધુએ તો ચારિત્ર લીધેલું છે અને ઘર-બાર છોડી નીકળેલા છે અને અમે તો સાંસારિક વ્યવહારમાં
૧૫૫