________________
(6) સત્સંગ-સંજીવની
ધણીથી કોઈ વચન પ્રતિબદ્ધવાળું, ખેંચવાળું લખાઈ જાય તો શું કરું ? વિચારીને પણ લખીશ.
ی در فرود
પત્ર-૪૫
સહજાત્મસ્વરૂપ સદ્ગુરૂશ્રીને ત્રિકાળ નમસ્કાર, નડિયાદથી.
પરમ પવિત્ર સત્સ્વરૂપી આત્મહિતસ્વી ભાઈની સેવામાં વિનંતી કે, આપનો પત્ર એક તેની સાથે મુનિ છગનજીના ઉપર લખવાની નકલ સહિત મળ્યા - તે વાંચી સર્વસમાચાર જાણ્યા. સર્વ સાધુને ખાનગી કહી હકીકત જણાવી છે. સદ્ગુરૂના ચરણોથી સંપથી વર્તવું થાશે. કાંઈ અડચણ જેવું નથી. તેમ પત્ર વાંચી વાકેફ થયા છીએ. સમજાયું છે. સદ્ગુરૂની નિંદાથી અટકીને જેમ તે સત્માર્ગ તરફ દૃષ્ટિ કરે, વિરોધ મટે તેમ જણાવ્યું છે. વળી વખાણમાં જવાને વિષે તો આપ અવસરના જાણ છો. જેવો અવસર હોય તેમ દેખીને કરશો. વળી કૃપાળુનાથના દર્શન થાય તેમ ઈચ્છા રાખીએ છીએ. તે હિરકૃપા હશે તો આપનો અને આ દાસનો મનોરથ સફળ થશે, અને સત્સંગે પરમ હર્ષથી આત્મકલ્યાણ સમજીશ. તે પ્રભુ કૃપાળુનાથ સર્વ સારું જ કરશે. અને પ્રભુના શરણથી કાંઈ ભૂલ આવશે નહિ. પ્રભુની જય જય વર્તશે. અને મંગળદાયક થશે. આ પત્ર સાથે કૃપાળુનાથનું પત્ર મોકલી આપ્યું છે તે વાંચી આપ પત્ર જણાવશો. એ જ વિનંતી. પત્ર સમાચાર જણાવશો.
The s
૬. મુનિ મોહનલાલજી. અગાધ ગંભીર સંયમી પુરુષ નજીક આવ્યા હતા. પણ મારા પાપી, પામર, અનાથ જીવના અંતરાયના ઉદયથી તેવા પ્રભુના દર્શન કેમ થાય ? નહિ જ થાય. અહો ! અહો ! તેવા પ્રભુના દર્શન કંઈક કરાવો. અમને જેથી શાંતિ થાય. તેવી કિરપા કરશો.
પરમ પૂજ્ય ઉપર એક પત્ર હાલમાં નાંખ્યો છે. પત્રનો જવાબ પણ આવતો નથી. હું મહાપાપી, મૂઢ, અલ્પેશ કાંઈ સમજતો નથી. તે પ્રભુ . મહા મોટા દયાળુ, કરૂણાસિંધુનાથ મારા પર ક્યારે પત્ર લખશે તેની કાંઈ સમજ પડતી નથી. પત્ર પહોંચ્યો છે. તેવું પત્તુ પણ નથી તેનું શું કારણ હશે ? તે પ્રભુ જેમ કરતા હશે તે ઠીક જ હશે. પણ એક તો દર્શન પણ ન થયાં. પૂર્ણ જોગ આવેલો તે કોઈ મારા ગાઢા કર્મના અંતરાયને લીધે જેમ વામન પુરુષ પર્વત પરના ફળની ઈચ્છા કરે પણ કંઈ મેળવી ન શકે તેમ હું મહાપાપી પૂર્વકર્મની અંતરાયને લીધે તે જોગ આવ્યો નહિ. વળી પત્ર પણ નથી. ત્યારે કેમ થાતું હશે. તે આપ વિચારી પરમ પૂજ્ય ઉપર કૃપા કરી એક પત્ર લખી આ દાસીની વિનંતી, નમસ્કાર, ઘણા ઘણા લખી-લખી જણાવશો. તમને મારા સમ છે જો પત્ર ન લખો તો જરૂર લખજો વળી લખજો કે હે પ્રભુ તમારા દીનશિષ્ય ઉપર એકપત્ર લખવા કૃપા કરશો. તેને શાંતિ આપજો. તે બિચારાને કોઈ અંતરાયને લીધે આપના દર્શનનો વિજોગ પડ્યો છે. તો હે કૃપાળુનાથ દયા લાવી કૃપા કરશો. આપનો ગુણ ઓશિંગણ હું ક્યાં વાળીશ ? એક તમારા તરફથી પત્ર આવે છે ત્યારે મને નિરાંત વળે છે, પણ પરમ પૂજ્યનો એક પણ પત્ર નથી તેથી દિલગીર છું.
લિ. લલ્લુ.
૨૬૨
પત્ર-૪૬
આત્મસ્વરૂપને નમસ્કાર
તે સત્સ્વરૂપને ત્રિકાળ નમસ્કાર.
પરમ પવિત્ર અંબાલાલભાઈ પ્રત્યે વિનંતી - આપની ત૨ફથી પત્ર એક આવ્યું તે વાંચી અત્યંત આનંદ થયો છે. વળી કૃપા કરીને લખશો. આપે જે સ્મૃતિ લખી જણાવી તે મુમુક્ષુને પરમહિતકારી, કલ્યાણકારી છે.