SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ @ ERRER) સત્સંગ-સંજીવની GDRS RETIR) સમાધિમરણ થયું. ઘેર આવ્યા પછી પૂ. અંબાલાલભાઈને તાવ આવ્યો. પ્લેગના દર્દથી ઘેરાયા. છતાંય આત્મજાગૃતિ અખંડ રહી. મરણનો ભય ન હતો. ચાર પાંચ દિવસ તીવ્ર અશાતા વેદનીય વર્તતી હતી. પણ પોતે તેને અદ્ભુત સમતાથી સહન કરી. દયમાં કૃપાળુદેવનું ધ્યાન હતું, મુખમાં “મહાદિવ્યાઃ કુક્ષિરત્ન’ એ પદનું સતત રટણ-સ્મરણ હતું અને મનથી સંસાર-મોહિની ઉતારી દીધેલ. છેલ્લા શ્વાસે તેઓશ્રી એ જ ‘સહજાત્મસ્વરૂપ હે પ્રભુ’ નામનું ઉચ્ચારણ કરતા-કરતા સં.૧૯૬૩ના ચૈત્ર વદ બારશે ખંભાત મુકામે ૩૭ વર્ષની મધ્યવયે સમાધિસ્થ થયા. પ્રભુચરણનો અનુરાગી એ પવિત્ર આત્મા શાંતપણે પ્રભુ રાજશરણમાં સમાઇ ગયો. ટૂંકા આયુષ્યમાં પણ મહાકામની સિધ્ધિ કરી ગયો. નમન હો ! એ નિકટ મુક્તિગામી દિવ્યાત્માને ! ....આયુષ થોડું છે, અને કાર્ય મહાભારત કરવાનું છે. જેમ હોડી નાની અને મોટો મહાસાગર તરવાનો હોય તેમ આયુષ્ય થોડું છે અને સંસારરૂપી મહાસાગર તરવો છે. જે પુરુષો પ્રભુના નામથી તર્યા છે તે પુરુષોને ધન્ય છે !” – ઉ.છાયા - સત્ જિજ્ઞાસુ સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રી. સાચા ભક્તને જ્યારે સાક્ષાત્ પરમાત્માનો ભેટો થાય, મનુષ્યરૂપમાં પ્રગટ પરમાત્મ સ્વરૂપનાં દર્શન થાય ત્યારે તેને કેવી લય લાગે છે, પરમપ્રેમની લાગણીઓ અને ભાવો જાગે છે તેને વાચા આપતું તેમનું લ્કય, મનોમંથન અને ભક્તિ આ પુસ્તકમાં શબ્દરૂપે પ્રગટપણાને પામ્યાં છે. આપણને તે વાંચતાં વિચારતાં – અલૌકિક પ્રેમ-ભક્તિ જાગૃત થાય અને તે વીતરાગી પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પ્રત્યે અને અરિહંત પરમાત્મા પ્રત્યે સાચી ભક્તિ પ્રગટે તેવી પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થાય એજ સાર્થકતા. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના અદ્ભુત પરમકલ્યાણકારી વચનામૃતનું રસપાન કરી તેમના વચનામૃતના આશ્રયે કોઇપણ રીતે ૫.કૃ.શ્રીમદ્ રાજચંદ્રદેવના જીવન ચરિત્રને - અંતરાત્મદશાને જાણીએ, સમજીએ. આપણી જેટલી ક્ષયોપશમતા અને અંતઃકરણની ઉજ્જવળતાથી તે પ્રભુની વીતરાગતા વિચારાશે તેટલે અંશે કર્મની નિર્જરાનું કારણ બનશે. જે જે મહાનુભાવોએ પરમકૃપાળુદેવમાં તેમની વીતરાગતાનાં, નિર્ચથતાનાં દર્શન કરી પરમાત્મારૂપે અવધાર્યા તેઓ સર્વે આ કાળમાં ધન્ય બની ગયા. લાખ લાખ વંદન તે પુણ્યશાળી મહાનુભાવોને ! - હસમુખ પરીખ
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy