SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( 6 ) સત્સંગ-સંજીવની RR RRO ઉપકાર સ્મૃતિ અપારવત્ સંસાર સમુદ્રથી તારનાર એવા સધર્મનો નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરૂષના ઉપકારને નમસ્કાર હો! નમસ્કાર હો!”. | સર્વોત્કૃષ્ટ ભૂમિકા પયંતમાં શ્રુતજ્ઞાનનું અવલંબન જે પરમ પુરૂષે કહ્યું છે, તે પરમ નિર્દોષ શ્રુત ઉપદેષ્ટા ભગવંત શ્રીમાન રાજચંદ્ર દેવના ચરણનું ધ્યાન નિરંતર હો. | હે વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલ અસંગ અને પરમ કરૂણાશીલ આપ્ત ભગવાન! આપના વિયોગમાં આપના જ વચનામૃતનું સ્થાવાણીનું અવલંબન આપવા કારૂણ્ય સ્વભાવથી પરમ દયાની વૃષ્ટિ કરી અને આ સુબોધક પુસ્તકશાળા આપના સ્વહસ્તે સ્થપાઇ. આપના નામ ગુણધામથી અલંકૃત આ શાળા અમોને ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલા પ્રાણીઓને શીતળ વૃક્ષની છાયાની પેઠે ઉપકારક થઇ છે. પરમાર્થ માર્ગના જિજ્ઞાસુ જીવોને, સલૂના તૃષિત આત્માને મીઠા પાણીની પરબ પેઠે તૃષા છીપાવનાર થઇ છે. આ સંસાર દાવાનળને બુઝવનાર, વીતરાગ દશાના પ્રકાશવડે દિવ્ય થયેલા આપના શીતળ ચંદન સમાન બોધનું અમૃત પાન કરાવ્યું, જે બોધ વડે અનાદિકાળના તાપ અને તૃષાને ઉપશમિત કરી આ ભ્રાંતિમાં પડેલ આત્માને સ્વરૂપ ભણી વાળવા આપ કૃપાસિંધુએ અનહદ દયાદૃષ્ટિ અમ પ્રતિ કરી છે. એ અનંત ઉપકારને નિત્ય સંભારી અહોભાવ અને પરમ પ્રેમને ફુરાવી વંદીએ છીએ, સ્મરીએ છીએ. અને આપનાં નિર્મળ ચરણકમળમાં ત્રિવિધ ત્રિકરણ શુધ્ધિએ નમસ્કાર કરીએ છીએ. અહો અહો શ્રી સદ્ગુરૂ, કરૂણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.” “આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.” આ શાળા ‘શ્રી સુબોધક પુસ્તકાલય’ શ્રી પરમકૃપાળુદેવની કૃપા પ્રસાદીરૂપ સં. ૧૯૫૭માં પુણ્યાત્મા શ્રી ગાંડાભાઇ ભાઇજીના વરદ હસ્તે સ્થાપવામાં આવી છે. આ શાળા સ્થાપવાનો ઉદ્દેશ શ્રુતજ્ઞાનની ઉન્નતિનો છે. શ્રી પ.ક. દેવના જ્ઞાનમાં ભાસ્યમાન થયેલ હોઇ, જે પરમ સત્સંગના વિયોગમાં મુમુક્ષુ જીવોને આધાર કયો ? આ પંચમકાળમાં અપાર કષ્ટ કરી સરૂષનું ઓળખાણ થાય છે. તેમાં વળી પરમાર્થ પામવામાં અનંત અંતરાય જ્ઞાનીએ જોયા છે, ધર્મને નામે અનેક મતભેદો, ઠામ ઠામ વિપરીત વર્તતા જોયા છે. જેમાં શ્રી વીતરાગ દેવનો મૂળમાર્ગ ઘણો લોપ થવા જેવું થયું છે. માટે તે સત્ય ધર્મના ઉધ્ધાર અર્થે, શાસન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇ મૂળમાર્ગને પ્રકાશમાં આણવા પોતેશ્રીએ મહાન પરિશ્રમ કર્યો. વ.૭૦૮ માં ગવેષણા કરી છે કે આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, તેમાં કોઇ કોઇ મુમુક્ષુ જીવો પરિચયમાં આવ્યા. તેમને એ પુરૂષની દશા વિશેષતા ભાસવાથી તેઓશ્રી પ્રત્યે લક્ષ થયો. જે જે પૂર્વના સંસ્કારી જીવો સના સંશોધક પાત્ર જીવો હતા તેણે એ સજીવન મૂર્તિને ઓળખી લીધા અને તેમના પરમ સત્સંગમાં આવી મુક્તિમાર્ગને એ પ્રભુના આશ્રયે રહી સાધ્ય કરવા તે સદ્દગુરૂનું શરણું અંગીકાર કર્યું અને આજ્ઞા આશ્રિતપણું સ્વીકાર્યું, જેમાં પૂ. અંબાલાલભાઇ તથા પૂ. ત્રિભોવનભાઇ, પૂ. છોટાલાલભાઇ, પૂ. લીલાભાઇ આદિ મુખ્ય હતા. એ ભાઇઓએ લોકભય તેમજ માનાદિ કામના છોડી કલ્યાણ માર્ગની ઉપાસનામાં ઝંપલાવ્યું. અનાદિકાળનું પરિભ્રમણ સમાપ્ત કેમ થાય, ને આત્મા ભવબંધનથી જલ્દી છુટે એવી લગની લાગી, છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થયો. હવે એ જિજ્ઞાસાને ઉત્તેજન મળે, સત્સંગની ભાવના પોષાય તે માટે શું કરવું? પ્રભુની આજ્ઞા મળી જેથી પૂશ્રી. કીલાભાઇ, શ્રી છોટાભાઇ વિ. પૂ.અંબાલાલભાઇના ઘરે નિયમીત મળવા લાગ્યા અને સત્શાસ્ત્ર અધ્યયન તથા પ.કૃ. પ્રભુના બોધ પત્રોનું પરિચર્યન કરવાનું શરૂ કર્યું, પણ કાળ પ્રભાવથી તેમાં વિઘ્ર ઉત્પન્ન થવાની સંભાવના - ૧૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy