SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની ) પવિત્ર દેહની જન્મભૂમી એ તે પવિત્ર દેહની સ્થિતિ થાતાં રસ્તામાં પવિત્ર દરિશણનો લાભ મળવા ઇચ્છા રહે છે. તે પૂર્ણ થએ કતાર્થ થઇશ એજ અલ્પજ્ઞ બાળના નમસ્કાર પ્રાપ્ત થાઓ. દ. મુ.- દેવકીરણ વિશેષ વિનંતી કે મુનિ ચતુરલાલ કંઇક રોશમાં રહે છે. તો ચિત્રપટ મળવાથી હુલ્લાસ પામશે એમ અનુમાનથી અલ્પ બુધ્ધિ વડે જણાય છે. તો આપની કૃપાવડે આજ્ઞા થાય તો અમારામાંથી એક ચિત્રપટ મુનિ ચતુરલાલને સોંપીએ. આજ્ઞાનુસાર વર્તશું. પત્ર-૮૮ શ્રીમત્ પરમ સદ્ગુરૂ દેવાધિદેવને અત્યંત ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર હો ! અમદાવાદ શાહ પોપટલાલ મહોકમચંદની દુકાને, માણેકચોક તા.૧૬-૩-૯૯, સં-૧૯૫૫ ફા-શુ-૫ ગુરૂવારે. પરમપુરૂષોત્તમ પરમપરમેશ્વર, રૈલોક્ય પૂજ્ય, અનાથના નાથ, અશરણના શરણ, અનાધારના આધાર, તરણતારણ, નાવસમાન, રત્ન ચિંતામણી સમાન, પારસમણિસમાન, પરમકૃપાળુ, પરમદયાળ, સર્વોત્તમ્ પ્રભુ! અરિહંતદેવ, પરમત્યાગી, પરમવૈરાગી, મહાધીર વીર સર્વોત્તમ મુનિંદ્ર કૈવલ્યજ્ઞાની, કૈવલ્યસ્વરૂપી શ્રીમત્ પ્રભુ શ્રી શ્રી શ્રી શ્રી સહજાત્મ સ્વરૂપ શુધ્ધચૈતન્ય સ્વામિશ્રીની પરમ પવિત્ર સેવામાં ભક્તિ ભાવે અરજ કરૂ છું જે મારા પૂજ્ય મુરબ્બીશ્રી પોપટલાલભાઇ પ્રત્યેનું કાર્ડ તેમણે મને વંચાવ્યું હતું, ગયે વખતે મદમાં ને મદમાં દોષોની ક્ષમાપના યાચવી ભૂલી ગયો છું, તો હવે આ પત્રથી - હે અનંતદયાના ધણી! સેવક અત્યંત દિનપણે ભક્તિભાવે તે આજ્ઞાના અતિક્રમની ક્ષમાપના ઇચ્છું છું. જે દિવસે પ્રથમનો વિનંતી પત્ર મેં લખ્યો તેના બીજે જ દિવસે કેટલાક પ્રકારે પ્રશ્ચાત્તાપ થયો કે તુર્તજ તમાકુ તથા ફક્ત રોગાદિ કારણે જ ઓસડમાં વાપરવું પડે તો આદુ સિવાય કંદમૂળ તમામ અષાડ સુદી ૧૫ સુધી વાપરવું નહીં તે નિયમ લીધું છે. જે ચીજો સર્વથા છોડવાજ યોગ્ય છે તેનીજ મેં અમુક મુદત બાંધી છે. તેનું કારણ ફક્ત એજ કે જાજાવખત સુધી સેવેલું હોવાથી તમાકુના ધુમાડાની મનને સેજે મીઠાશ ઉપજી જાય છે. તેથી તેને છોડ્યાને લગભગ ૬ મહીના થશે એટલે તેના અપરીચયને લીધે તેનો ઘણો ખરો અભાવ થશે, એટલે જીવ ત્રિવિધ ત્યાગી શકશે. પ્રથમ પોષમાં લગભગ ૧ાા માસની અટક રાખી હતી તે દરમ્યાન પ્રસંગોપાત જ્યારે મન લલચાતુ ત્યારે જીવ પોતે પોતાને સમજાવતો. જે હે જીવ! મહાવદ અમાસ સુધી બરોબર સાચવ, પછી ઘણાં સારા વાનાં થશે એમ લગભગ થતાં તેને આપની હજાર પોતે જ વાદી થઇને પ્રતીવાદી ઉપર દાવો કર્યો તે દાવો આપની સમક્ષ પહોંચવાની તૈયારીમાં હતો તેટલામાં તો પ્રતીવાદી એટલો બધો શરમાણો જે તે જીવ, મૂળ મારી આબરૂ ખોટી છે, કર્તવ્ય પણ સારા નથી તેમાં, વળી ઘણી વખત કેદમાં ગયેલો છું ને દાવો બંધાઈ ચૂક્યો છે તો હવે તારી શી વલે થશે. આમ વિચારી એકદમ તાબે થઈ વાદી, પ્રતીવાદી એક થઈ ગયા ને હવે તો સર્વથા ત્યાગવી એવાજ અભિપ્રાયે અષાડ સુદી ૧૫ સુધી ત્યાખ્યું છે. કંદમૂળનો ત્યાગ કરતાં સૂંઠ વિગેરે સૂકી ચીજોનો આગાર રાખવા ઇચ્છું છું. જે ડોકટર સાહેબનું નામ લેતાં રોગનો નાશ થઇ જાય એવી અલૌકિક શક્તિના ધરનાર હે જગદીશ્વર જિનેંદ્ર! સર્વથા જગતના રંકજીવોનું આજ પ્રમાણે હિતકરવા સારૂજ આ અવનિ ઉપરે અવતાર ધારણ કર્યો છે. પરમ પવિત્ર પરમપૂજ્ય શ્રી સૌભાગ્યભાઇ સાહેબે પ્રથમજ મને જણાવ્યું હતું જે હે ભાણા! તે પરમેશ્વર ઉપર ૯૦
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy