SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ REMERGE) સત્સંગ-સંજીવની હS CASH GR ) જ્યારે નિજ માતા બાળકને મારે, ત્યારે તેને કોણ ઉગારે'. અભેદ બિરૂદ તમારું છે, જેમ જાણો તેમ રાખશોજી. એ જ અરજ. આપનો પત્ર આવ્યું આનંદ થશે. પૂ.શ્રી છોટાલાલભાઈનો પત્ર પત્ર-૮૫ ભાદરવા સુદ ૯, ૧૯૫૩, ખંભાત શ્રી પરમ પૂજ્ય સાહેબજી, પરમ દયાળ, પરમકૃપાળ, પરમજ્ઞાની, પરમધ્યાની, શ્રી મોક્ષમાર્ગના દાતાર, પુરૂષોત્તમ, પરમ પ્રભુશ્રી રાજચંદ્ર પ્રભુ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર. હું અજ્ઞાની પામર ઇત્યાદિ અનંતદોષ સહિત તેમજ અજ્ઞાનપણે હે પરમ પૂજ્ય શ્રી સાહેબજી આપની આજ્ઞા આરાધી હોય નહીં, અવિનય અભક્તિ ઇત્યાદિ અનેક પ્રકારના દોષ મેં કીધા હોય તે આજ દીન પર્યંત ક્ષમાપના ઇચ્છું છું. હું અજ્ઞાનીના દોષોનો પાર નથી. આપ સમુદ્રની પેઠે ગંભીર છો. અનંત ગુણમણી રત્નના સાગર છો, રત્નની ખાણ છો, પરમ દયાળ છો હે પ્રભુ ક્ષમા કરશો. પત્ર-૮૬ ખંભાત પરમપુરૂષ સહજાત્મ દેવશ્રી સદગુરૂને નમસ્કાર. પરમકૃપાથી ભરેલો પત્ર મળ્યો છે. વ. ૭૪૪ વાંચી પરમસંતોષ થયો છે. આજ્ઞા પ્રમાણે તે સંગમાં અદ્વેષ | પરિણામ રાખી પ્રસંગે પ્રસંગે જઇશું. હે પ્રભુ ! કર્મગ્રંથનું વાંચન શ્રવણ ચાલે છે પણ કષાયાદિકનું સ્વરૂપ સમજાતું નથી, તે હે પ્રભુ, હે નાથ, તમારી કૃપાએ વિચાર કરતાં સમજાશે. હે પ્રભુ ! આજદીન પર્યત અવિનય અશાતના મારા મન, વચન, કાયાના યોગ અધ્યવસાયથી થયા હોય તો પુનઃ પુનઃ નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું. લી. બાળક ત્રિભોવનના નમસ્કાર. પત્ર-૮૭ શ્રીમદ સદ્ગુરૂદેવ ચરણાય નમઃ તે સિધ્ધાત્મા પ્રત્યે પુનઃ નમસ્કાર હો! આ સહજાત્મ સ્વરૂપ પ્રત્યે વિનંતી કે – પ્રગટ - પવિત્ર - નિર્મળ આત્માના સત્સમાગમ પછી ખેડા ક્ષેત્રેથી ચાતુર્માસ પૂર્ણ થયે લલ્લુજી મહારાજની સમીપમાં શ્રી નડિયાદ ક્ષેત્રે તીર્થ જગ્યા એટલે કે ધર્મશાળામાં જે સ્થળ પરમાત્માએ પગલાં કરી પવિત્ર કરેલ તે સ્થળે હાલમાં સ્થિતિ છે. તે અપરમાદની છાયામાં અત્યાનંદ આનંદ મંગળ વર્તે છે. આપના કહ્યા પ્રમાણે પરમ સત્સમાગમનો રસ પ્રાપ્ત થાય છે. પણ સ્વદેશ પધારશો એટલે તે નોંધ : જે નવા પત્રો મળી આવ્યા છે તે પત્ર નં. ૮૫ થી ૧૦૯ આ નવી આવૃત્તિમાં છાપવામાં આવ્યા છે. ૮૯
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy