________________
{{} સત્સંગ-સંજીવની
કુળાચાર, સંપ્રદાયના વ્યવહારથી વિઘન આવે છે. ત્યારે અરે શું કરૂં ? કાંઈ વિચારી શકતો નથી. વળી આપનો સમાગમ થવાથી જણાવીશ. એ જ વિનંતી.
પત્ર-૨૫
સંવત ૧૯૫૪ના પ્રથમ આસો સુદી-૮ શુક્ર ખંભાતથી વસો લખેલો. બાપુજી શેઠના સગાભાઈ. પરમ પૂજ્ય આત્માર્થી ભાઈશ્રી અંબાલાલભાઈ - વસો.
આપની પરમ કૃપા ભરેલા પત્ર બે પહોંચ્યા છે. પત્ર વાંચી કેટલાક નિયમ કરવા એમ નિશ્ચય થયો છે. બે દિવસથી તે વિચાર રહે છે. યથાર્થ સ્વરૂપ તો જ્ઞાની પાસે સમજાય છે. અલ્પ મતિથી સારો અડગ નિશ્ચય કરીને નિયમ લેવા કે જેથી દેહ ત્યાગ સુધીમાં પણ આંચકો આવે નહીં. એવો વિચાર રહે છે. કેટલાક નિયમો પરમકૃપાળુદેવ સમીપે લેવાનો વિચાર હતો. તેનું યથાર્થ સ્વરૂપ પરમ પુરુષ દ્વારાથી સમજી પદાર્થો મૂક્યા હોય તો પરિણામે તેનો ઉદ્ભવ થાય નહીં, પણ વસોમાં બે ત્રણ દિવસથી ઠીક ના પડ્યું તેથી તે બંધ રહ્યું હતું. ત્રિભોવનભાઈના લીધે મારા આત્મામાં જરાએ અનિશ્ચય જ્ઞાની પુરુષ ઉપર થયો નહોતો. કેટલા બધા સદ્ગુરૂ સમીપમાં આપ વિગેરે આત્માર્થી જીવો શ્રવણ કરતા હતા. શ્રવણ કરી આત્મામાં અવધારતા હતા. ધન્ય છે તે
પવિત્ર આત્માઓને ! આ દુષ્ટને તેવો જોગ ક્યારે બનશે ? ચરણ સમીપમાં રહેવાનું ક્યારે થશે ? હું મહાપાપી અને દુષ્ટ છું. ધન્ય છે બીજા ભાઈઓને કે આત્મામાં અવધારે છે. ને આ દુષ્ટને આટલો બધો સમાગમ થતાં આત્મામાં પરિણામ પામતો નથી. ધિક્કાર છે આ દુષ્ટને કે સર્વથી દુષ્ટ હું કે -
ભગવાન આદિ વિશેષણો કાગળમાં કે મુખે કહેવાય છે પણ તે આત્મામાં હજુ પરિણામ પામ્યા નથી. તે દોષ જરાએ સમજવામાં નહોતો તે દોષ આપે સમજાવ્યો તો આપણો મહત્ ઉપકારનો બદલો આ બાળકથી કોઈ વખત વળે તેવો નથી. કે જે મોટી ભૂલ આપે મને સમજાવી તેથી આપનો મોટો આભાર માનું છું. ભગવાન મુખે અગર કાગળમાં લખાય છે, પણ આત્મામાં પરિણામ હજુ પામ્યા નથી તેનું શું કારણ ? તો એમ સમજાય છે કે પરમકૃપાળુદેવ ઉપર સાચો નિશ્ચય આ જીવને થયો નથી. તે નથી થયો તેનું શું કારણ ? તે જીવે હજુ સુધી વિચાર્યું નથી. પણ આ જીવમાં જો સાચી લાગણી હવે થશે તો પરમ પુરુષ ઉપર અડગ નિશ્ચય થશે, અને નિશ્ચય પણ પરમદયાળુદેવના પ્રતાપે થશે. થશે, થશે, થશે એમ લાગે છે. આપનો ઉપકાર આ બાળકથી ભૂલવા જેવો નથી. મારા આત્મામાંની મોટી ભૂલો આપે દયા કરી જણાવી. તેનો બદલો શું વાળીશ ? પત્ર લખી આનંદ પમાડશો, બાળકની સંભાળ દેશો.
દઃ નગીન.
પત્ર-૨૬ વસો
શ્રીમદ્ સદ્ગુરૂદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને આ પામર બાળકની વતી વિનયપૂર્વક અત્યંત ભક્તિથી નમસ્કાર કરશો.
આપ ભાઈઓને ૫૨મ લાભ મળ્યો છે. તે અનાદિકાળથી આવો જોગ એક સમય પણ નથી. તેવો અપૂર્વ જોગ આપ પવિત્ર આત્માઓને મળ્યો છે. આપને ધન્યવાદ હો ! ધન્યવાદ હો ! જે અપૂર્વ લાભ મોટા દેવોને પણ મળવો દુર્લભ છે તેવો લાભ આપને મળ્યો છે. હું અભાગી દુષ્ટ અહંકારી મિથ્યા અભિમાની ખોટા દિલનો દેખાડનાર અને અત્યંત ધિક્કારવા યોગ્ય છું. મારામાં અત્યંત દોષો વર્તે છે. આપ સમીપમાં રહી અપૂર્વ લાભ
૨૪૯