SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ GS GREE ) સત્સંગ-સંજીવની હSREER 3RD મોટો લાભ લેશો. મારી વતી અત્યંત ભક્તિથી વંદન કરશોજી. શ્રીજીનો પત્ર એક માસ થયા આવ્યો નથી. તેથી મારો પત્ર ક્યાં પહોંચે ? શું કરું? પત્ર લખું તો ઘણો, પણ એવો જોગ બને તો શ્રીજી તો વવાણીયેથી પધારી ગયા હોય. હાલ બીજે મુકામે છે. માટે હવે જ્યાં પ્રભુનું રહેવું થાય તે જણાવશો અને જેમ શ્રીજીનું પધારવું સૂર્યપુર થાય તેમ બરોબર ધ્યાનમાં રાખશો. અને હું દાસ છોરૂને દર્શનનો લાભ આપે તેમ વિનંતીપૂર્વક અરજ કરશો. અને પ્રભુને કહેશો જે આપનો દીન શિષ્ય અલ્પજ્ઞ પામર બાળક આપના જ દર્શનની ઈચ્છા બહુ કરે છે તે હે પ્રભુ અતૃપ્ત આત્માને તૃપ્ત કરવા હે કૃપાળુનાથજી, કૃપા કરશો. હે પ્રિય ભાઈ ! અવસર દેખીને આપ કહેશો. હું તો એક મૂઢ બુદ્ધિથી લખું છું. પણ તે જોગ આવે તેમ અવસર દેખી કરશો. કોઈ દોષથી વચન લખાયું હોય તે ક્ષમાપના માગશો. ને તે આર્ય ! ઓધવજી સંદેશો કહેજો શ્યામને, મારા સમજો મુકી મનનો મેલ જો, ધીરજની વાતો રે ધરથી સાંભળો. પહેલી પ્રીતે હર્યા અમારા પ્રાણ જો .... ઓધવજી સંદેશો લેહ લાગી અને તારી અલ્યાજી લેહ લાગી મને તારી શા આવી આવી ગોપીઓની ભક્તિ કહી છે. તે વાંચી રૂપચંદ તથા તારાચંદનું મન ઊતરી ગયું છે. દયાળચંદ અમારી પાસે આવે છે. તેમને મારી અલ્પ બુદ્ધિથી તે સત્પષના આચાર તથા દશાની વાત કરતાં તેમનું માન ગળી ગયું. ને કાન પકડી કહ્યું કે મારી બહુ ભૂલ છે. આવા જ્ઞાની હોય તો જ જ્ઞાની કહેવાય અથવા પરમાત્મા કહેવાય. હે ભાઈ! મારાથી ભરમથી કહેવાયું. તે સત્પષના જ્ઞાનની વાત મેં મોંઢેથી કહી તેનો મહિમા, આચરણ આવા હોય તે કહ્યું, તેમાંથી તે સમજી ગયો ને હા ભણી, અમારી પાસે આવે છે, આવ્યા કરે છે. એક મુનિ દેવકરણજી ઉપર શ્રીજીએ પત્રથી જણાવ્યું છે. તે પત્ર આપને મોકલી આપીશ. તેથી જાણશો. બાકી તેમને પણ ઘણી ઠોકર વાગી, હવે તે બોલી શકતા નથી. શ્રીજી ઉપર તેમને પણ જરા મનમાં સમજ જુદી હતી. પણ હાલમાં સમાગમ થતાંમાં તે પણ ઠરી ગયા. અહિંયા સમાગમ મળતાં મળતાંનો થાય છે. તેમાં વાત કરતા તે બોલી શક્યા નહિ ને સમજયા, પણ હજુ અહંકાર કાંઈક એવો છે કે તે મોંઢેથી હા કહે પણ અંત:કરણથી બોલાતુ નથી પણ સમજશે ખરા. આપના વચનથી અમો તો હવે કોઈ પ્રકારથી કહેવાનું કર્યું નથી, તે જાણશો પણ સહેજે વાત નીકળી તેથી તે સમજ્યા છે. હાલ આપશ્રી મુનિ દેવકરણજી વિષે કોઈ વાત શ્રીજીને ન જણાવશો. હજુ જોયા કરીએ છીએ જે કેમ થાય છે ? પછી જણાવશું. બસ એ જ. ને બીજું આપ પૂર્ણ ભાગ્યના ધણી. જેથી કરી પ્રભુની સમીપમાં પૂર્ણ ભક્તિનો લાભ પામ્યા છો. આપના 'કૃતકૃતાર્થને ધન્ય છે. વારંવાર સમય સમય નમસ્કાર આપની ભક્તિને કરું . આપની આગળ દીનતાઈથી અરજ ગુજારું છું, તે પૂર્ણ કરવાથી આ સેવક પૂર્ણલાભને પામ્યો સમજીશ. હે ભાઈ, આપને પૂર્ણ ત્રણમાસ મળે જે જે આપને બોધ મળ્યો, સ્મૃતિમાં લીધો, પ્રભુના વચનામૃતો પ્રાપ્ત થયાં છે, તેમાંથી આ દાસને કહેવા જોગ હોય તે કપા કરી કહેવાથી હું આનંદી થઈશ. દિવસ થોડા તેમાં આ દુષ્ટ જીવને સત્સંગની પૂરી અંતરાય છે તેથી અતિ ખેદ થાય છે. શું કરું ? વળી પ્રભુની લીલા તે એક દિવસ કહેવા કૃપા થશે. આ જીવ બહુ અકળાય છે. વળી પ્રતિબંધ, ૨૪૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy