SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની ) શ્રીમદ્ શ્રી પ્રગટ સહજાત્મસ્વરૂપ ચરણાય નમઃ પરમ પવિત્ર આત્માર્થી ભાઈ, વિનંતી કે આપનો પત્ર એક પહોંચ્યો છે. તેમ વાંચી વાકેફ થયો છું. તેમ કપા કરશો. શ્રી કપાળનાથજીની સેવામાંથી પત્ર કાલ દિવસે આવ્યો. તે આપની તરફ મોકલી આપ્યો છે. તેનું રહસ્ય સમજાયું નથી. સામાન્ય મતિએ જુજ સમજાય છે તો તે સવૃત્તિએ, વિચારશક્તિએ વિસ્તારથી જણાવવા કૃપા કરશો. બીજું કોલાભાઈ સાથે બે પત્ર તથા ચોપડી એક શ્રીજીના પત્રના વચનામૃતોની મોકલી હતી તે અહીં રહી ગઈ છે. તેઓના જવાના અવસરે મળવું ન થયું તો હવે સાથ જોગે મોકલી આપીશ. બીજું પ્રથમ આપના પત્રમાં લખેલ કે ભક્તિનો પત્ર મોકલવાનું બંધ રાખ્યું છે તો તેની પિપાસા રહ્યા કરે છે તે મોકલશો તેથી અમને ઘણી પ્રેમભક્તિનું કારણ થાય એમ જણાય છે. અમને કોઈ પ્રકારનો વિકલ્પ કે સામાન્યપણું થાય તેમ નથી. વળી સગુરૂથી વિમુખભાવ થાય તેમ નથી. તે સઋદ્ધાથી જ જીવવા ઈચ્છું છું. બાકી તો જીવવું પણ ઈચ્છા નથી. તેમ ઉપકારીનો ઉપકારના ઓશિંગણ થવા ઈચ્છા નથી. તેવી કૃતઘતા કરવાના કદી પરિણામ છે નહિ. તેથી એમ દઢ કર્યું છે કે મરણાંત સુધી આ ભવે મૂકાવું પણ નથી. સદ્ગુરૂનું શરણ છે. તે સગુરૂના પ્રતાપથી દૃઢ છે. તે હરિગુરૂ પૂર્ણ પાડશે. બાકી હું દાસ તો કાંઈ કરવા સમર્થ નથી. હવે આપ અવસરના જાણ છો યોગ્ય લાગે તેમ કરશો. આપના વચનો જે જે આત્મહિતૈષી આવ્યા તે મને પરમબાંધવરૂપ થઈ પરિણમે છે. તેમ ધર્મત્વ રાગ આવે છે. બાકી કોઈ ઈચ્છા કે ભાવ નથી. બાકી કોમળ વચન, મધુર, શાંત, સર્વચન વાંચી વિચારી હૃદય પ્રફુલ્લિત થાય છે. તેમાંનો કોઈ શબ્દ કઠણ લાગતો નથી. કોઈ પૂર્વજન્મની પુન્યાઇએ જોગ બન્યો તો આપ હવે જેમ આત્મિક હિત હશે તેમ કરશો, તે મને હિતનું કારણ છે, હું એમ સમજું છું. હાલ મોક્ષમાર્ગ પ્રકાશગ્રંથના પૃષ્ઠ પાંત્રીસના લગભગ શ્રવણ મનન કરવા રહ્યા છે, ને સદ્ગુરૂના શરણથી ઘણી વૃત્તિઓનું ઉપશમવું થાય છે. તે જોગ મળ્યાથી આનંદ છે. તે યથા અવસરે જણાવીશ. શ્રી કૃપાળુનાથજી તરફથી એક પનું આવ્યું તે વાંચી પરમ આનંદ થયો છે. દાસ ઉપર પ્રભુએ પૂર્ણ દયાએ અમૂલ્ય વચનામૃતોનું પ્રિયપાન કરાવ્યું છે. તેની નકલ નીચે મુજબ વ. ૭૩૨. આપની સેવામાં સત્પ્રભુએ અમૂલ્ય ભેટ આપી તે જણાવી છે. બીજું કૃપાળુનાથની પધારવાની ખબર અમને જણાવતા રહેશો. લલ્લુ. પત્ર-૨૪ ભાદરવા વદ ૪, શનિ, ૧૯૫૧ તે કૃપાળુ પ્રભુને ત્રિકાળ નમસ્કાર હરિની ભક્તિ વિષે અહોનિશ ઈચ્છાવાન સત્યરુષના દર્શનાભિલાષી પવિત્ર અંબાલાલભાઈ પ્રત્યે : વિનંતી કે એક પત્ર મળ્યો. શ્રીજીનો પત્ર આ સાથે મોકલ્યો છે. પત્રથી સમાચાર મળ્યા. વળી કૃપા કરશો. અમો પણ તમારા પત્રની રાહ જોયા કરતા હતા. આ શ્રીજી પધારે કે પત્રથી ખબર કરવામાં વિલંબ કરશો નહીં. પછી જે ગામ વીરસદ વિગેરેમાં રહેવું ઠરે તેનું સરનામું લખી મોકલશો. આપનો પત્ર આવશે નહીં ત્યાં સુધી મુને કળ પડશે નહીં. તે પુરુષના આપ દર્શનનો ૨૪૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy